Home /News /ahmedabad /ખેડા પથ્થરમારા મામલે હર્ષ સંઘવીની આકરી ચેતવણી, કાયદામાં રહેશે એ જ ફાયદામાં રહેશે

ખેડા પથ્થરમારા મામલે હર્ષ સંઘવીની આકરી ચેતવણી, કાયદામાં રહેશે એ જ ફાયદામાં રહેશે

ખેડાના ઊંઢેરામાં નવરાત્રિ કાર્યક્રમ દરમિયાન થયેલા પથ્થરમારા પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આકરી ચેતવણી આપી હતી.

Dwarka: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, બેટ દ્વારકામાં જે દબાણો હતા તે દૂર કરાયાં છે. પાકિસ્તાનના કરાચીથી માત્ર 57 નોટિકલ માઈલ દૂર આવેલા બેટ દ્વારકામાં ગેરકાયદે સ્ટ્રક્ચર ઉભા કરી તેની આડમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ થાય તો તેને ચલાવી નહીં લેવાય.

વધુ જુઓ ...
    આજે બેટદ્વારકામાં સતત પાંચમા દિવસે દબાણરૂપ બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું હતું. અને દેશ વિરોધી તત્વોના ઈરાદાઓ તોડી પડાયા હતા. ઓપરેશન ક્લીન અપ હેઠળ અત્યાર સુધીમાં 6 કરોડ 25 લાખથી વધુ કિંમતના દબાણો દૂર કરાયા છે. અને 1 લાખ 50 હજાર ફૂટ જમીન પરથી દબાણો દૂર કરાયા છે. જેમાં ધાર્મિક સ્થળની આડમાં ખડકી દેવાયેલા 30 જેટલા દબાણો પર પણ બુલડોઝર ફેરવાયું હતું.

    આ સાથે જ કુખ્યાત શખ્સોએ ખડકી દીધેલા 40 ગોડાઉન પણ તોડી પડાયા હતા. જોકે આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે દબાણ હટાવવાની કામગીરી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ઉભો કરાયો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, બેટ દ્વારકામાં જે દબાણો હતા તે દૂર કરાયાં છે. પાકિસ્તાનના કરાચીથી માત્ર 57 નોટિકલ માઈલ દૂર આવેલા બેટ દ્વારકામાં ગેરકાયદે સ્ટ્રક્ચર ઉભા કરી તેની આડમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ થાય તો તેને ચલાવી નહીં લેવાય. સુરક્ષાની દ્રષ્ટિએ બેટ દ્વારકા અતિ મહત્વનું છે.



    ખેડામાં અશાંતિ ફેલાવનારા તત્વો સામે લાલ આંખ

    ખેડાના ઊંઢેરામાં નવરાત્રિ કાર્યક્રમ દરમિયાન થયેલા પથ્થરમારા પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આકરી ચેતવણી આપી હતી. સંઘવીએ કહ્યું કે કેટલાક અસામાજિક તત્વો અડચણ ઉભી કરવા માગે છે. કોઈ સમાજ નહીં પરંતુ અસામાજિક તત્વો આવા પ્રયાસ કરે છે. પરંતુ હું એવું માનું છે કે ગુજરાતમાં જે કાયદામાં રહેશે એ જ ફાયદામાં રહેશે. માતરના ઊંઢેરા ગામમાં વિધર્મી આરોપીઓએ શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો.

    આ પણ વાંચો- રાજકોટમાં પરોઠા ઓછા પડતા પત્ની અને પાટલા સાસુને માર માર્યા બાદ પતિએ ખાધો ગળાફાંસો

    ગરબા રમી રહેલા ખેલૈયાઓ પર અંદાજિત 150 લોકોના ટોળાંએ પથ્થરમારો કરતા 6 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી 10 આરોપીઓને દબોચી લીધા અને જાહેરમાં સરભરા કરી હતી. આ દરમિયાન પોલીસની કાર્યવાહીથી ખુશ થયેલા ગ્રામજનોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Ahmedabad news, Gujarati news, Kheda, હર્ષ સંઘવી

    विज्ञापन
    विज्ञापन