Home /News /ahmedabad /

Ahmedabad Rath Yatra: ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું- આ રથયાત્રા કોમી એકતાનું પ્રતીક સાબિત થશે

Ahmedabad Rath Yatra: ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું- આ રથયાત્રા કોમી એકતાનું પ્રતીક સાબિત થશે

અમદાવાદ પોલીસ દ્વારા રથયાત્રા પહેલા જ તમામ સમુદાયના લોકો સાથે મળી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

અમદાવાદ પોલીસ દ્વારા રથયાત્રા પહેલા જ તમામ સમુદાયના લોકો સાથે મળી વ્યવસ્થા ગોઠવવામાં આવે છે, આ તમામ કાર્યક્રમોથી કોમી એકતા અને ઉલ્લાસ વધશે ખાસ કરી અને જો વાત કરીએ તો લઘુમતિ સમાજની બહેનોમાં પણ આ વખતે રથયાત્રાને લઇ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

વધુ જુઓ ...
અમદાવાદ: ભગવાન જગન્નાથ (Jagannath)ની 145મી રથયાત્રા (Rath Yatra)ની તૈયારી પૂર જોશમાં ચાલી રહેલી છે. ગૃહ મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi)એ પણ ભગવાન જગન્નાથની રથયાત્રા (Ahmedabad Rath Yatra)માં સુરક્ષા વ્યવસ્થા માટે આજે સમીક્ષા બેઠક અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ (Ahmedabad Crime Branch)ખાતે કરી હતી. આ બેઠકમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર સહિત શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સુરક્ષાની દ્રષ્ટિએ કોઈ કમી ના રહી જાય તે માટે યોજવામાં આવેલી આ સમીક્ષા બેઠક બાદ ગૃહ રાજ્યમંત્રીએ રથયાત્રામાં આવતા સંવેદનશીલ વિસ્તારોની પણ મુલાકાત લીધી હતી.

ગૃહ મંત્રી સંઘવીએ સુરક્ષા વ્યવસ્થા માટે જણાવ્યું હતું કે, આ રથયાત્રામાં 25000 પોલીસ જવાનો તૈનાત કરવામાં આવશે. સુરક્ષા માટે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. જેમાં body worn કૅમેરા સહિત ડ્રોનની મદદથી નજર રાખવામાં આવશે તો સાથે જ ફ્રેશ એટ્રેકશન કેમેરા પણ ગોઠવવામાં આવશે. રથયાત્રામાં આવનાર કોઈપણ અસામાજિક તત્વ કે આરોપી ઉપદ્રવના મચાવે તે માટે face detection કેમેરા ગોઠવ્યા છે. આ રથયાત્રાએ કોમી એકતાનું પ્રતીક સમાન સાબિત થશે.

આ પણ વાંચો- અમદાવાદ સહિત આખા ગુજરાતમાં કોરોના કેસ વધ્યા, જાણો ક્યા કેટલા કેસ નોંધાયા

અમદાવાદ પોલીસ દ્વારા રથયાત્રા પહેલા જ તમામ સમુદાયના લોકો સાથે મળી વ્યવસ્થા ગોઠવવામાં આવે છે, આ તમામ કાર્યક્રમોથી કોમી એકતા અને ઉલ્લાસ વધશે ખાસ કરી અને જો વાત કરીએ તો લઘુમતિ સમાજની બહેનોમાં પણ આ વખતે રથયાત્રાને લઇ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા જે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં જગન્નાથ મંદિરના મહંત બેટિંગ કરતા હોય છે જ્યારે મૌલાના એ બોલિંગ કરતા હોય છે તે પ્રકારના કોમી એકતાના દર્શન રથયાત્રા પહેલાં જ જોવા મળી રહેલા છે.

આ પણ વાંચો- સાબરકાંઠામાં ધોધમાર વરસાદ, જૂનાગઢમાં વાવાઝોડાથી વૃક્ષો અને વીજપોલો ઘરાશાયી

રથયાત્રામાં પોલીસ જવાનોને યોગ્ય વ્યવસ્થા મળી રહે તે માટે પણ સૂચન કરવામાં આવ્યું છે. સારી કોલેટીનું ભોજન અને પીવાના પાણી સહિતની તમામ વ્યવસ્થાઓ મળી રહે તે માટે સૂચન કરાયું છે. તો સાથે જ શહેરના ક્યા ક્યા રૂટ બંધ રહેશે. રથયાત્રા દરમિયાન કયા રસ્તાઓ ચાલુ રહેશે. આ તમામ પ્રકારની સૂચનાઓ રથયાત્રાના એક દિવસ પહેલા સમગ્ર શહેરીજનોને આપશે. તે માટેની સૂચના પણ પોલીસ વિભાગને આપી દેવામાં આવી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad jagganath rathyatra, Ahmedabad police, Ahmedabad Rathyatra, અમદાવાદ રથયાત્રા

આગામી સમાચાર