મંત્રી જગદીશ વિશ્વકર્મા અચાનક સરપ્રાઇઝ વિઝિટ પર પહોંચ્યા હતા.
Ahmedabad News: સહકાર વિભાગ હસ્તકની કચેરીઓના કર્મચારીઓને પડતી મુશ્કેલીઓના નિવારણ કરવા તથા તેમને પ્રોત્સાહિત કરવા સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા આજે અમદાવાદ શહેર અને જિલ્લા મનાવેલ જુદી જુદી સહકાર વિભાગની કચેરીઓ ખાતે ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હતા.
અમદાવાદઃ સહકાર વિભાગ હસ્તકની કચેરીઓના કર્મચારીઓને પડતી મુશ્કેલીઓના નિવારણ કરવા તથા તેમને પ્રોત્સાહિત કરવા સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા આજે અમદાવાદ શહેર અને જિલ્લા મનાવેલ જુદી જુદી સહકાર વિભાગની કચેરીઓ ખાતે ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હતા.
ખાતાના વડાઓને સૂચનાઓ આપી
આ મુલાકાત દરમિયાન તમામ અધિકારી-કર્મચારીઓ નિયમિતતા અને સંપૂર્ણ ક્ષમતા સાથે સંનિષ્ઠ પ્રયાસોથી ખેડૂત કલ્યાણની યોજનાઓના લાભો સત્વરે મળી રહે તે માટે ખાતાના વડાઓને સૂચના આપી હતી. તેમજ મંત્રી કાર્યાલય અને ફિલ્ડ કચેરીઓ વચ્ચેનું અંતર ઘટાડીને સતત ઉત્તમ કામગીરીથી ઉત્તમ પરિણામો મેળવવાના પ્રયાસ સતત ચાલુ રહેશે તેમ તેમણે ઉમેર્યુ હતું.
કર્મચારીઓનો પ્રોત્સાહન પણ આપ્યું
મંત્રીએ મુલાકાત વેળાએ સહકાર વિભાગની અમદાવાદ કચેરીના ખાતાના અધિકારીઓને કચેરીમાં હાજર અને ગેરહાજર કર્મચારીઓની વિગતો મેળવી તેમજ તમામ કચેરીઓની ઓફિસની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મંત્રી ખાતાના વડાની કચેરીઓમાં આવેલા કર્મચારીઓ માટેની પ્રાથમિક સુવિધાઓની જાણકારી મેળવી અને વધુ યોગ્ય સુવિધાઓ માટે સૂચનો કર્યા હતા. કચેરીમાં નિયમિત આવતાં કર્મચારીઓને પ્રોત્સાહન આપ્યું તેમજ તમામ કર્મચારીઓ કચેરીમાં સમયસર હાજરી આપી તેમની પૂરી ક્ષમતાથી પ્રજાના પ્રશ્નોને વાચા આપવા સતત કામગીરી કરે તે માટે ખાતાના વડાઓને સૂચનાઓ આપી હતી.
ઘણાં સમયથી રાજ્ય સરકારના મુખ્યમંત્રીથી લઈ જુદા જુદા વિભાગના મંત્રીઓ સરકારી કચેરીઓ ખાતે મુલાકાત લઈ પ્રજાને પડતા પ્રશ્નો અને કર્મચારી અધિકારીઓને મૂંઝવતા પ્રશ્નો નિવારવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉત્તમ પ્રયાસનું સૌ કોઈ સરાહના કરી રહ્યા છે. અધિકારી કર્મચારી પણ કચેરીમાં તેમને પડતી મુશ્કેલીઓ અંગે વિભાગના મંત્રીઓને સીધી રીતે રજૂઆત કરી શકે છે તો સાથે જ પ્રજાને પડતી મુશ્કેલીઓ અંગે પણ વિભાગના મંત્રી સીધા જ કર્મચારીઓને આદેશ આપી શકે છે.