Home /News /ahmedabad /Ahmedabad News: એલિસબ્રિજ-વસ્ત્રાપુરમાં કારના કાચ તોડી લાખોની ચોરી, કાર તોડતી ગેંગનો આતંક

Ahmedabad News: એલિસબ્રિજ-વસ્ત્રાપુરમાં કારના કાચ તોડી લાખોની ચોરી, કાર તોડતી ગેંગનો આતંક

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન, અમદાવાદ - ફાઇલ તસવીર

Ahmedabad News: અમદાવાદમાં કારના કાચ તોડીને ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે. ત્યારે વસ્ત્રાપુર અને એલિસબ્રિજ વિસ્તારમાં આ ગેંગે ધોળા દિવસે લાખો રૂપિયા ચોરી લીધા છે. ત્યારે પોલીસે પણ અમદાવાદવાસીઓે સતર્ક રહેવા અપીલ કરી છે.

અમદાવાદઃ શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં વેપારીની કારનો કાચ તોડી 15 લાખની ચોરી કરવામાં આવી છે. ધોળા દિવસે ટોળકીએ કારના કાચ તોડી ચોરી કરી છે. ત્યારે વસ્ત્રાપુર અને એલિસબ્રિજમાં કાચ તોડનારી ટોળકી સક્રિય થતાં લોકોને જાગૃત રહેવા માટે પોલીસે અપીલ કરી છે.

એલિસબ્રિજ અને વસ્ત્રાપુરમાં ચોરી થઈ


શહેરના વસ્ત્રાપુર અને એલિસબ્રિજ વિસ્તારમાં કારનો કાચ તોડી ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. એલિસબ્રિજમાં કલગી ચાર રસ્તા પાસે ખાદી ઉદ્યોગમાં ખરીદી કરવા આવેલા એક વેપારીની કારના કાચ તોડી ચોરી કરતી ટોળકીએ 13 લાખ રોકડા અને 2 લાખની સોનાની લગડી મૂકી હતી તે ચોરીને ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ વસ્ત્રાપુરમાં ગેંગે આ જ મોડસ ઓપરેન્ડી વાપરી 14 લાખની ચોરી કરી છે. હાલ વસ્ત્રાપુર અને એલિસબ્રિજ પોલીસે આ ટોળકીને પકડવા માટે અલગ અલગ ટીમ તૈયાર કરી કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ જામનગરના વાલ્કેશ્વરીમાં રહેતા વકીલના ઘરમાં લાખોની ચોરી

ટોળકી લોકો પર નજર રાખતી હોય છે


ઉલ્લેખનીય છે કે, દિવાળી નજીક છે અને લોકો બેન્ક અને બજારોમાં મોટા પ્રમાણમાં હોય છે. તેથી આ ટોળકી નજર રાખતી હોય છે અને લાખો લઈને નીકળતા લોકોને ટાર્ગેટ કરે છે. તેથી પોલીસે લોકોને સાવધાન રહેવા માટે અપીલ કરી છે. અમદાવાદ પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચે પણ આ ટોળકી પકડવા માટે તજવીજ હાથ ધરી છે.


આ ગેંગની મોડસ ઓપરેન્ડી શું છે?


બાઇક પર આ ટોળકી આવે છે. ત્યારબાદ બેન્કમાંથી લાખો લઈને નીકળતા લોકો પર નજર રાખતી હોય છે. પછી જો તે વ્યક્તિ વાહન પાર્ક કરે તો પાર્ક કરેલા વાહનની નજીક જઈને કારના દરવાજાનો કાચ તોડે છે અને કારમાં પડેલી તમામ કિંમતી ચીજવસ્તુઓ લઈને ફરાર થઈ જાય છે.
Published by:Vivek Chudasma
First published:

Tags: Ahmedabad crime branch, Ahmedabad news, Ahmedabad police

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन