જીએસટી ખોલશે નોકરીઓનો ખજાનો, કેવી રીતે? જાણો

Haresh Suthar | News18 Gujarati
Updated: April 14, 2017, 12:19 PM IST
જીએસટી ખોલશે નોકરીઓનો ખજાનો, કેવી રીતે? જાણો
રોજગારી શોધી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. ટૂંક સમયમાં નોકરીઓનો ખજાનો ખુલે એમ છે. રોજગારીનો આ ખજાનો જીએસટી એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ખોલશે. અહીં નોંધનિય છે કે 1લી જુલાઇથી દેશમાં જીએસટીનો અમલ થવાનો છે.
Haresh Suthar | News18 Gujarati
Updated: April 14, 2017, 12:19 PM IST
નવી દિલ્હી #રોજગારી શોધી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. ટૂંક સમયમાં નોકરીઓનો ખજાનો ખુલે એમ છે. રોજગારીનો આ ખજાનો જીએસટી એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ખોલશે. અહીં નોંધનિય છે કે 1લી જુલાઇથી દેશમાં જીએસટીનો અમલ થવાનો છે.

મની કંટ્રોલના અનુસાર કંપનીઓ અને વ્યવસાયકારો તૈયારીમાં લાગી ગયા છે. નવા ટેક્સ માળખા માટે એકાઉન્ટ, ટેક્સ કન્સલ્ટેન્ટ રાખવામાં આવી રહ્યા છે.

જીએસટીને ભારતીય અર્થતંત્ર માટે મજબૂત માનવામાં આવી રહ્યું છે. આઇક્યા હ્યુમન કેપિટલ સોલ્યુશનનું કહેવું છે કે, ઇન ડાયરેક્ટ રીતે આ ટેક્સના અમલથી અંદાજે 1 લાખ જેટલા ટેક્સ કન્સલ્ટન્ટની જરૂર પડશે અને રોજગાર વધશે.

જાણકારોના જણાવ્યા અનુસાર આવનારા દિવસોમાં ઇ-કોમર્સ, રિટેલિંગ, મેન્યુફેક્ચરિંગ, સર્વિસિઝ, લોજિસ્ટિક્સ, સપ્લાય માળખું, બેકિંગ અને ફાયન્સિયલ સેક્ટરમાં ઘણી નોકરીઓ ખુલશે.

જીએસટી માટે નવા સોફ્ટવેર બની રહ્યા છે અને કેટલીક કંપનીઓ ઇન હાઉસ ટીમ પણ બનાવી રહી છે કારણ કે આમાં આઇટીની મુખ્ય ભૂમિકા રહેશે.
First published: April 14, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर