હવે દૂધ નથી પોષણયુક્ત! જુઓ ફુડ એન્ડ ડ્રગ વિભાગના આંકડાઓ

2012 થી લઇને અત્યાર સુધી દંડ પેટે 2 કરોડ રુપિયાની વસુલાત કરાઈ...

News18 Gujarati
Updated: February 10, 2018, 9:22 PM IST
હવે દૂધ નથી પોષણયુક્ત! જુઓ ફુડ એન્ડ ડ્રગ વિભાગના આંકડાઓ
2012 થી લઇને અત્યાર સુધી દંડ પેટે 2 કરોડ રુપિયાની વસુલાત કરાઈ...
News18 Gujarati
Updated: February 10, 2018, 9:22 PM IST
નાના બાળકોથી લઈને વૃદ્ધો માટે દૂધ પોષકયુક્ત આહાર છે. પરંતુ સફેદ દૂધના કારોબારે દૂધના પોષક તત્વો ઘટાડી દીધા છે. છેલ્લા 5 વર્ષના આંકડા પણ કઇંક આમ જ કહી રહ્યા છે. જે સેમ્પલ લેવાયા છે તેમાં પાણીની ભેળસેળ, દુધમાં નિશ્ચિત કંટેઇન ન મળવુ અને પ્રોટીનનું પ્રમાણ ઓછી માત્રામાં જોવા મળ્યું છે જે લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે.

દુધની સફેદી જોઈને ઉત્તમ ગુણવત્તા વાળું દૂધ હશે તેમ માનવાની જરૂર નથી. સ્વાસ્થ્ય માટે ઉત્તમ ગણાતું દૂધ પોષ્ટીકતા વગરનુ પણ હોઇ શકે છે. જેને સ્ટેટ ફુડ એન્ડ ડ્રગ વિભાગના આકડાઓ સમર્થન આપે છે, સામાન્ય રીતે મેન્યુઅલી દુધના નમૂના લેવામાં આવે છે, જે સામાન્ય રીતે નમૂના ફુડ ઇન્સપેક્ટર લેતા હોય છે. તેમા લીધેલા સેમ્પલો પણ સબ સ્ટાન્ડર્ડ, અને મીસ બ્રાન્ડેડ સેમ્પલ મળી આવ્યા છે તો આઠ સેમ્પલ અનસેફ પણ મળી આવ્યા છે, પણ તે પ્રમાણમાં ખુબ ઓછા છે. છેલ્લા ચાર વરસ દરમ્યાન અનસેફ સેમ્પલ મળી આવ્યા નથી, અનસેફ સેમ્પલમાં યુરિયાથી માંડી હાનીકારક કેમિકલનો મિશ્રણ કરાય છે, પણ ગુજરાતમાં હાલ તેનુ પ્રમાણ નહીવત છે.

આકડાઓ ઉપર કરી એ એક નજરગુજરાત રાજ્ય ફુડ એન્ડ ડ્રગ કમિશ્નર એચ જી કોશિયાએ જણાવ્યું કે, વિવિધ રીતે અમે સેમ્પલ લઇએ છીએ, જેમાં આઠથી 12 ટકા ફેઇલ થયા છે, પણ અનસેફ છેલ્લા વર્ષોમાં મળ્યા નથી, ધનિષ્ટ કામગીરી થશે જેથી ભેળસેળીયાઓને પકડી શકાય.

આ સેમ્પલો ડેરીઓ ઉપરથી, દુધ કલેક્શન સેન્ટર, પેકીંગ સેન્ટર ઉપરથી લેવાયા છે, જેમાં આકડાઓ બતાવે છે કે 4500 સેમ્પલો પૈકી 300ની આસપાસ સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ મળ્યા તો 159 મીસ બ્રાન્ડેડ સેમ્પલ મળી આવ્યા, જ્યારે 8 સેમ્પલ અનસેફ મળી આવ્યા હતા, ત્યારે 2012 થી લઇને અત્યાર સુધી દંડ પેટે 2 કરોડ રુપિયાની વસુલાત કરાઈ છે, ત્યારે દુધમાં કોઈ ભેળસેળ ના કરી શકે તે માટે રાજય ભર વિશેષ અભિયાન હાથ ધરાશે.

સ્ટોરી - હિતેન્દ્ર બારોટ
First published: February 10, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर