Home /News /ahmedabad /અંબાલાલ પટેલે 14 દિવસ પહેલા જ કહ્યું હતું- પૃથ્વી પર કંઈક ને કંઈક કુદરતી ઘટના બનશે...

અંબાલાલ પટેલે 14 દિવસ પહેલા જ કહ્યું હતું- પૃથ્વી પર કંઈક ને કંઈક કુદરતી ઘટના બનશે...

અંબાલાલ પેટેલે હોળી પ્રગટાવ્યા બાદ જે દિશામાં જાર ગઇ હતી તેને જોઇ કહ્યું હતું કે, 24 થી 25 માર્ચના દરિયામાં ઊંચા મોજા ઉછળશે.

Earthquake: વીજળીનું ચમકવું, સુકનશાસ્ત્રની દ્રષ્ટિએ આ નિશાની બરાબર નથી. આથી પૃથ્વી પર કંઈકને કંઈક કુદરતી ઘટના બની રહે અથવા તો ઉત્પાત રહ્યા કરે તેવું પુર્વાનુંમાન છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદ: આજે મોડી રાત્રે દિલ્હી-એનસીઆરથી લખનૌ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકાથી લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન હોવાનું કહેવાય છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.6ની નોંધાઈ છે. જોકે અમદાવાદ સહિત ગુજરાતના ઘણા શહેરો અને ગામડાઓમાં આ ભૂકંપના આંચકા અનુભવાયા છે. જે બાદ લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. લોકો પોતાના ઘરમાં જતા પણ અચકાઇ રહ્યા છે. જોકે આ પહેલા હોળીના દિવસે ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કુદરતી ઘટના અંગે પુર્વાનુંમાન કર્યું હતું.

ખરેખરમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હોળી પ્રગટાવ્યા બાદ કઈ દિશામાં જાર જાય છે તેના પરથી ચોમાસાનો વર્તારો કાઢ્યો હતો. અને અનુમાન લગાવ્યુ હતું કે માર્ચ મહિનાની શરૂઆતમાં જ માવઠું થઈ રહ્યું છે અને હજુ પણ માર્ચ મહિનામાં બીજું માવઠું થશે. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, 14 થી 16 માર્ચમાં ફરી માવઠું થવાની આગાહી છે જે આગાહી સાચી સાબિત થઇ છે. સાથે જ 24 થી 25 માર્ચના દરિયામાં ઊંચા મોજા ઉછળશે. સાથે જ ભારે પવન ફૂંકાશે એટલે કે માર્ચ મહિનામાં વિપરીત વાતાવરણ રહેશે.



હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાંથી ભેજનું પ્રમાણ વધુ રહેશે. ઘણી વખત વાવાઝોડા સાથે વધુ વરસાદ થઈ જવાના કારણે વચ્ચે વરસાદની ખેંચ પડતી હોવાથી ત્યારે પિયર આપવું પડે. પરંતુ શુકન સારા થયા નથી પવનનું અથડાવું, પવનનું ચડવું, છાંટા પડવા, વીજળીનું ચમકવું, સુકનશાસ્ત્રની દ્રષ્ટિએ આ નિશાની બરાબર નથી. આથી પૃથ્વી પર કંઈકને કંઈક કુદરતી ઘટના બની રહે અથવા તો ઉત્પાત રહ્યા કરે તેવું પુર્વાનુંમાન છે.

આ પણ વાંચો: અમદાવાદમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા, લોકો ડરીને ઘરની બહાર દોડ્યા, જુઓ વીડિયો

આ સાથે જ અંબાલાલ પેટેલે હોળી પ્રગટાવ્યા બાદ જે દિશામાં જાર ગઇ હતી તેને જોઇ કહ્યું હતું કે, 24 થી 25 માર્ચના દરિયામાં ઊંચા મોજા ઉછળશે. સાથે જ ભારે પવન ફૂંકાશે એટલે કે માર્ચ મહિનામાં વિપરીત વાતાવરણ રહેશે. સાથે જ વીજળીનો પ્રપાત પણ રહેશે. જેનાથી સાવચેતી રાખવી જરૂરી છે. જોકે આ દરમિયાન અંબાલાલ પટેલે ભૂકંપની વિશે કોઇ પુર્વાનુમાન કર્યું ન હતું પરતું તેઓએ પૃથ્વી પર કંઈકને કંઈક કુદરતી ઘટના બની રહે તેવું અનુમાન લગાવ્યું હતું,
First published:

Tags: Ambalal Patel, Ambalal Patel Agaahi, Earthquakes