અમદાવાદ: હવામાન વિભાગની આગાહી (Meteorological Department Forecast) અનુસાર, આગામી બે દિવસ રાજ્યમાં વરસાદ (Gujarat Monsoon 2022) નું જોર ઘટશે. પરંતુ રથયાત્રા (Rathyatra)ના દિવસે ગુજરાતમાં ધોધમાર વરસાદ (Rainfall in Gujarat) પડવાની આગાહી કરવામાં આવી છે. આમ અમદાવાદ (Ahmedabad)માં પણ ભગવાન જગન્નાથ (Jagannath)ની રથયાત્રા (Rathyatra 2022) પર મેઘરાજા જળાભિષેક (Ahmedabad Rain) કરી શકે છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ.મનોરમા મોહંતી (Dr. manorama mohanty)એ જણાવ્યું હતું કે, રાજ્યમાં મંગળવાર અને બુધવારે વરસાદની સંભાવના નહીંવત છે. કોઈક જગ્યાએ છૂટાછવાયા સિવાય વધુ વરસાદની સંભાવના નથી. પરંતુ હાલ રાજસ્થાન, અરબ સાગર તથા મધ્ય પ્રદેશમાં સક્રિય થયેલી સિસ્ટમના કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં સારા વરસાદની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 30 જૂનથી ફરી ધોધમાર વરસાદનો રાઉન્ડ શરૂ થશે. પહેલી જુલાઈ એટલે કે રથયાત્રાના દિવસે પણ રાજ્યમાં ધોધમાર વરસાદ રહેશે.
મંગળવારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લા તથા અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલમાં હળવા વરસાદની સંભાવના છે. 30 જૂને પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ વરસી શકે છે. પહેલી જુલાઈ એટલે કે રથયાત્રાના દિવસે રાજ્યભરમાં વરસાદની સંભાવના છે. જેમાં મહીસાગર અને દાહોદમાં ભારેથી અતિભારે જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં ભારે વરસાદ વરસી શકે છે.
સોમવાર સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ચોમાસું બેસી ગયું છે. અને હવે બનાસકાંઠાનો માત્ર થોડો ભાગ એવો છે જ્યાં નૈઋત્યનું ચોમાસું પહોંચવાનું બાકી છે. મતલબ કે આગામી દિવસોમાં મેઘરાજા જોરદાર જમાવટ કરી શકે છે.
તમને જણાવી દઇએ કે, હવામાન વિભાગ અનુસાર, ગુજરાત (Gujarat Monsoon)ના દરિયામાં લો-પ્રેશર સર્જાયું (Low pressure created in Gujarat sea) છે અને દરિયાકાંઠે પવનની ગતિમાં વધારો થઈ શકે છે ત્યારે મિની વાવાઝોડા (mini hurricane) જેવી સ્થિતિની આશંકા ગુજરાતના દરિયાકાંઠે સેવાઇ રહી છે. જેથી ગુજરાતના તમામ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. ત્યાં જ અહીં 30 થી 40 કિમીની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે જેથી માછીમારોને દરિયો ન ખેડવા માટે ચેતવણી અપાઇ છે. ત્યાં જ માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
આજથી પહેલી જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી અપાઇ છે. ત્યાં જ 3 જિલ્લામાં આજે અતિભારે વરસાદ પડી શકે છે. બીજી તરફ 11 જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ અનુસાર, સુરત, વલસાડ, નવસારીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. દાહોદ, છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી અપાઇ છે. ભરૂચ, ડાંગ, તાપીમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર