Home /News /ahmedabad /Gujarat Monsoon 2022: ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Gujarat Monsoon 2022: ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

અમદાવાદમાં અતિ સામાન્ય વરસાદ પડી શકે છે. ત્યાં જ સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલીમાં સામાન્ય વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે, ભાવનગર અને અમરેલીમાં આજે રાત્રે વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગે આગાહી કરી છે રાજ્યમાં આગામી 5 દિવસ છુટોછવાયો વરસાદ રહેશે. અમદાવાદમાં અતિ સામાન્ય વરસાદ પડી શકે છે. ત્યાં જ સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલીમાં સામાન્ય વરસાદ પડી શકે છે.

વધુ જુઓ ...
Gujarat Monsoon: ગુજરાતમાં કાળઝાળ ગરમીમાંથી રાહત મળે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં સૌ કોઇ મેઘરાજા (Monsoon)ની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા, આજે તેનો અંત આવી ગયો છે. કેરળમાં ચોમાસું (Monsoon 2022) બેસી ગયા બાદ તેની આગળ વધવાની ઝડપ સતત વધી ગઇ છે. ગઇકાલથી જ રાજ્યમાં જાણે ચોમાસું બેસી ગયું હોય તેમ અમરેલી (Amreli) જિલ્લાના સાવરકુંડલામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. એકાએક સાવરકુંડલા, બનાસકાંઠા અને રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણ પલ્ટાયુ હતું અને અમરેલીના લાઠીમાં તો ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યાં જ હવામાન વિભાગે આગાહી કરી છે રાજ્યમાં આગામી 5 દિવસ છુટોછવાયો વરસાદ રહેશે. અમદાવાદમાં અતિ સામાન્ય વરસાદ પડી શકે છે. ત્યાં જ સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલીમાં સામાન્ય વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે, ભાવનગર અને અમરેલીમાં આજે રાત્રે વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગે આગાહી કરી છે રાજ્યમાં આગામી 5 દિવસ છુટોછવાયો વરસાદ રહેશે. અમદાવાદમાં અતિ સામાન્ય વરસાદ પડી શકે છે. ત્યાં જ સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલીમાં સામાન્ય વરસાદ પડી શકે છે. સુરેન્દ્રનગર, બોટાદ અને અમરેલીમાં અતિસામાન્ય વરસાદ પડી શકે છે. તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અતિસામાન્ય વરસાદ પડી શકે છે. પ્રિ મોનસુન એક્ટિવિટીના કારણે વાતાવરણમાં પલટો આવશે અને જ્યાં ગરમીમાં આશિંક ઘટાડો નોંધાઇ શકે છે. ત્યાં જ ગરમીનો પારો 3 થી 4 ડીગ્રી ઘટવાની સંભાવના છે.



જણાવી દઇએ કે, ગુજરાતમાં મંગળવારે દક્ષિણ-પશ્ચિમના પવનો ફૂંકાયા હતા. જેના કારણે રાજ્યાના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેના કારણે અમરેલીના લાઠીમાં 2.76 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ સાથે ધંધુકામાં 34 એમએમ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં ધોધમાર વરસાદની સાથે પવન પણ ફૂંકાયો હતો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી પાંચ દિવસ વાદળિયું વાતાવરણ રહેવાની સાથે ગરમીમાં ઘટાડો થવાની આગાહી છે. આગામી પાંચ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વીજળીના કડાકા સાથે વરસાદી ઝાપટાં પડવાની આગાહી પણ કરવામાં આવી છે.

આ પણ વાંચો- અમદાવાદમાાં ડ્રગ્સના બદલામાં યુવતીઓનું શારીરિક શોષણ

ગુજરાતમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં બુધવારથી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદ સંભાવના છે. જે પ્રમાણે રાજ્યના દક્ષિણ ભાગમાં તથા સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ દરમિયાન 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. જોકે આ દરમિયાન સૌરાષ્ટ્ર, અમરેલી, સુરત, સુરેન્દ્રનગર સહિત અમદાવાદમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસી શકે છે.
First published:

Tags: Gujarat monsoon, Gujarat monsoon 2022, Monsoon forecast, Monsoon News, Monsoon season