Home /News /ahmedabad /Rain Forecast : રાજ્યમાં આ વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી, જુઓ ક્યારે ક્યાં થશે મેઘો મહેરબાન
Rain Forecast : રાજ્યમાં આ વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી, જુઓ ક્યારે ક્યાં થશે મેઘો મહેરબાન
રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદને લઇને આગાહી સામે આવી છે
Rain Forecast : રાજ્યમાં વરસાદી (Gujarat Monsoon 2022) માહોલ વચ્ચે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરી છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા (South Gujarat Rain) મહેરબાન હોય એવું લાગી રહ્યું છે વલસાડ, નવસારી, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રની (Saurastra Rain) વાત કરીએ તો રાજ્યના ચેરાપુંજી સમાન અમરેલીમાં ભારે વરસાદની આગાહી છે
અમદાવાદ : રાજ્યમાં ચોમાસું (Gujarat Monsoon 2022) બેસી ગયું છે. અનેક વિસ્તારમાં મેઘરાજામન મુકીને વરસી રહ્યા છે. સૌરાષ્ટ્ર (Saurastra Rain) તથા દક્ષિણ ગુજરાત (South Gujarat Rain) ના કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો ખુશ છે. ત્યારે હવામાન વિભાગે ફરી એકવાર આગાહી આપી છે અને કહ્યું છે કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં બે દિવસ ભારે વરસાદ પડશે. તો જોઈએ આગામી પાંચ દિવસ કયા વિસ્તારમાં કેવો રહેશે વરસાદી માહોલ
પાંચ દિવસ વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી ગુજરાતમાં કેટલાક સ્થળે વરસાદ થઈ રહ્યો છે, આ સાથે આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર મેઘ સારી રીતે મહેરબાન થઈ શકે છે. હવામાન વિભાગ અનુસાર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, વલસાડ, નવસારી, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડશે તો, સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, જેમાં અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં ધમાકેદાર વરસાદ થઈ શકે છે.
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
હવામાન વિભાગે આગાહી સાથે ચેતવણી પણ આપી છે કે, 20 જૂનથી માછીમારોએ દરીયો ન ખેડવો, દરીયામાં ઊંચા મોજા અને કરંટ સક્રિય થઈ શકે છે. તો 22 જૂને તાપી વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતમાં ચોમાસું જામ્યું
ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં ચોમાસું જામ્યું છે. વહેલી સવારે સુરતમાં કેટલાક વિસ્તારોમાં ઝરમર તો કેટલાકમાં મુશળધાર વરસાદ વરસ્યો ધોધમાર વરસાદથી રસ્તા ઉપર પાણી ફરી વળતા ઘણા વિસ્તારોમાં વાહનચાલકોને હાલાકી પણ થઈ હોવાનું દેખાયું. સુરતના પાલ, અડાજણ, વરાછા, રાંદેર, અઠવાગેટ, ઉધના, લિંબાયત, વેસુ, રીંગરોડ વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો. વરાછા અને લીંબાયતમાં બે કલાકમાં એક ઈંચ વરસાદ ખાબકતા પાણી-પાણી થઈ ગયું.
પાવાગઢમાં મેઘરાજાના વધામણા
આ તરફ શક્તિપીઠ પાવાગઢમાં માતાજીના શિખર પર 500 વર્ષમાં પહેલીવાર ધજા લહેરાઈ એના વધામણા કરતા હોય એમ મેઘરાજા મનમુકીને વરસ્યા છે. ધોધમાર વરસાદ વરસતા પાવાગઢના પગથિયાં પર પાણી વહેતા થયા.
આણંદમાં પણ મેઘસવારી આવી પહોંચી
આ બાજુ ટૂંકા વિરામ બાદ આણંદમાં પણ મેઘસવારી આવી પહોંચી છે. અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં પલટો આવતા વરસાદના અમીછાંટા સાથે સપ્તાહ બાદ ફરી મેહુલિયો વરસ્યો. છૂટો છવાયો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી, તો બીજી તરફ વરસાદના પુનરાગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો.
સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ
તો ચોમાસાની શરૂઆતથી જ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મેઘમંડાણ થયા છે. કાળા ડીબાંગ વાદળો સાથે રાજકોટના ધોરાજીમાં વરસાદ વરસ્યો. વાવણીલાયક વરસાદ પડતા ધોરાજીના ખેડૂતો ખુશ થયા છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી
તમને જણાવી દઈએ કે, રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરી છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન હોય એવું લાગી રહ્યું છે વલસાડ, નવસારી, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજ્યના ચેરાપુંજી સમાન અમરેલીમાં ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત ગીરસોમનાથમાં પણ ધોધમાર વરસાદની સંભાવના છે. વરસાદની આગાહીને પગલે માછીમારોને 20 જૂનથી દરિયો ન ખેડવા સુચના અપાઈ છે