Home /News /ahmedabad /હવામાન વિભાગની આગાહી, 5 દિવસ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં રહેશે Heatwave
હવામાન વિભાગની આગાહી, 5 દિવસ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં રહેશે Heatwave
હવામાન વિભાગે (Meteorological Department Forecast) પણ હિટવેવ (Heat Wave) ની આગાહી સાથે હિટવેવમાં લોકોએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ તેની પણ સલાહ આપવામાં આવી છે. 12 થી 4 વાગ્યા કામ વગર ઘરની બહાર નીકળું જોઈએ નહીં. પાણી વારંવાર પીવું જોઈએ
હવામાન વિભાગે (Meteorological Department Forecast) પણ હિટવેવ (Heat Wave) ની આગાહી સાથે હિટવેવમાં લોકોએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ તેની પણ સલાહ આપવામાં આવી છે. 12 થી 4 વાગ્યા કામ વગર ઘરની બહાર નીકળું જોઈએ નહીં. પાણી વારંવાર પીવું જોઈએ
અમદાવાદ : બે દિવસ વાતાવરણ (Atmosphere) પલટા બાદ ફરી કાળઝાળ ગરમી (heat wave) નો પ્રકોપ વધશે. રાજ્યમાં ઉત્તર પશ્ચિમ ઉતરના પવન ફુકાય રહ્યા છે.ગરમ અને સૂકા પવનને કારણે રાજ્યમાં મહત્તમ તાપમાન (Temperature) માં વધારો થશે.ત્યારે હવામાન વિભાગે આગાહી (Meteorological Department Forecast) કરી છે. અગામી 5 દિવસ હિટવેવ રહેશે. 2 થી 3 ડીગ્રી મહત્તમ તાપમાન ઊંચું જશે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છમાં હિટવેવની અસર થશે. દક્ષિણ ગુજરાતમાં પણ હિટવેવ રહેશે. સુરત, વલસાડ, સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, કચ્છ, અને ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ,સાબરકાંઠા જિલ્લામાં હિટવેવ રહેશે.
હવામાન વિભાગનું અનુમાન છે કે, હિટવેવના કારણે 2 થી 3 ડીગ્રી તાપમાન વધી જશે.અને લોકો કાળઝાળ ગરમીનો અહેસાસ કરશે. તો અમદાવાદ શહેરમાં આજે મહત્તમ તાપમાન 42 ડીગ્રી આસપાસ રહેશે. અન્ય શહેરોનું તાપમાન પણ 42 ડિગ્રી આસપાસ નોંધાશે. ગરમીનો પ્રકોપ વધતા અમદાવાદ શહેરમાં બપોરના સમયે રસ્તાઓ સુમસામ બની રહ્યા છે.
હવામાન વિભાગે પણ હિટવેવની આગાહી સાથે હિટવેવમાં લોકોએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ તેની પણ સલાહ આપવામાં આવી છે. હિટવેવમાં હોય ત્યારે તાપ લાંબો સમય રહેવું નહિ. 12 થી 4 વાગ્યા કામ વગર ઘરની બહાર નીકળું જોઈએ નહીં. પાણી વારંવાર પીવું જોઈએ. જેના કારણે ડી હાઇડ્રેશનથી બચી શકાય.
બે દિવસ હવામાં ભેજનું પ્રમાણ વધતા ગરમી માંથી આંશિક રાહત મળી હતી.અને સૌરાષ્ટ્રમાં વરસાદી છાંટા પણ થયા હતા.જો કે પવનની દિશા બદલાય છે.જેના તાપમાન વધશે.કાળઝાળ ગરમીનો અહેસાસ લોકો કરશે.