શરદ પવાર-શંકરસિંહ વાઘેલા વચ્ચે બંધ બારણે મુલાકાત,રાજકીય અટકળો

A
Updated: January 1, 1970, 5:30 AM IST
શરદ પવાર-શંકરસિંહ વાઘેલા વચ્ચે બંધ બારણે મુલાકાત,રાજકીય અટકળો
અમદાવાદઃNCPના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવાર અમદાવાદમાં આવ્યા છે. ત્યારે તેમણે કોંગ્રેસના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલા સાથે અમદાવાદની તાજ હોટલમાં બંધ બારણે મુલાકાત કરતા રાજકીય અટકળો શરૂ થઇ છે. આ પહેલા શંકરસિંહ વાઘેલા દિલ્હી દરબારમાં પહોંચ્યા હતા.શંકરસિંહ વાઘેલા કોંગ્રેસથી નારાજ હોવાની ચર્ચા પણ ચાલી રહી છે ત્યારે બીજી તરફ આ બંધબારણે મુલાકાત પણ થઇ છે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
અમદાવાદઃNCPના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવાર અમદાવાદમાં આવ્યા છે. ત્યારે તેમણે કોંગ્રેસના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલા સાથે અમદાવાદની તાજ હોટલમાં બંધ બારણે મુલાકાત કરતા રાજકીય અટકળો શરૂ થઇ છે. આ પહેલા શંકરસિંહ વાઘેલા દિલ્હી દરબારમાં પહોંચ્યા હતા.શંકરસિંહ વાઘેલા કોંગ્રેસથી નારાજ હોવાની ચર્ચા પણ ચાલી રહી છે ત્યારે બીજી તરફ આ બંધબારણે મુલાકાત પણ થઇ છે. જો કે શંકરસિંહ વાઘેલાએ આ મુલાકાતને શુભેચ્છા મુલાકાત ગણાવી રહ્યા છે. શંકરસિંહ વાઘેલાએ કહ્યુ હતું કે,કોંગ્રેસ અને NCPના સંબંધો ઘણાં જૂના છે.સંબંધો છે, હતા અને રહેશે.શરદ પવારને મેં ભોજન માટે નિમંત્રણ આપ્યું હતું.શરદ પવાર ત્યાં પહોંચી ન શકતા હોવાથી હું મળવા પહોંચ્યો છે.મુલાકાતનો કોઈપણ રાજકીય એજન્ડા નથી. શંકરસિંહ વાઘેલાએ ઈટીવી સાથે એક્સક્લુઝીવ વાતચીતમાંNCP અધ્યક્ષ શરદ પવાર સાથેની મુલાકાત ઔપચારિક ગણાવી છે.NCP સાથે શંકરસિંહે જોડાણની અટકળોની વાતને રદીયો આપ્યો છે.મુલાકાત સંપૂર્ણપણે શુભેચ્છા મુલાકાત ગણાવી હતી. NCP પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કીએ નિવેદનમાં કહ્યુ હતું કે,શંકરસિંહ વાઘેલા અને શરદ પવાર બંને જૂના મિત્રો છે.મુલાકાત માત્ર ઔપચારિક મુલાકાત છે.
First published: March 19, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर