ખેડૂતો માટે ખુશખબર: ચાલુ વર્ષે 97 ટકા વરસાદની હવામાન વિભાગની આગાહી

News18 Gujarati
Updated: April 16, 2018, 5:01 PM IST
ખેડૂતો માટે ખુશખબર: ચાલુ વર્ષે 97 ટકા વરસાદની હવામાન વિભાગની આગાહી
News18 Gujarati
Updated: April 16, 2018, 5:01 PM IST
ખેડૂતો માટે ખુશીના સમાચાર છે. સતત ત્રીજા વર્ષે ખેડૂતો માટે રાહતના સમાચાર છે. જૂનના પ્રથમ સપ્તાહમાં જ ચોમાસાની ઋતુની શરૂઆ્રત થઈ જશે. અને આ વર્ષ 97 ટકા વરસાદ પડે તેવી શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચાલુ વર્ષે દેશમાં ચોમાસું સામાન્ય રહેશે. જેમાં 97 ટકા વરસાદ થશે. જ્યારે દુષ્કાળની વાત કરીએ તો તેની સંભાવના 0 ટકા છે.

ઉલ્લેખનીય છે કે, 94 ટકાથી 104 ટકા સુધી વરસાદને સામાન્ય ગણવામાં આવે છે. જ્યારે જૂન મહિનામાં વરસાદ સામાન્યથી વધારે રહેશે. જુલાઇથી ઓગષ્ટ સુધીમાં 96 ટકાથી 97 ટકા વરસાદની આગાહી છે.

મહત્વનું છે કે હાલ તો રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. અને લોકો ગરમીનો મારો સહન કરી રહ્યાં છે. ત્યારે ચોમાસુ વહેલુ થશે તે લોકોને ગરમીમાંથી રાહત મળશે.

અમદાવાદઃ રાજ્યમાં ગરમી પોતાનો પ્રકોપ વરસાવી રહી છે. ત્યારે ચોમાસાને લઇને પણ હવામાન વિભાગે આગાહી કરી છે. સતત ત્રીજા વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી દર્શાવાય રહી છે. ચાલુ વર્ષે 97 ટકા વરસાદ પડે તેવી શક્યતાઓ છે.
First published: April 16, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर