Home /News /ahmedabad /Ahmedabad: માનસિક બીમાર યુવતી ઘરે એકલી હતી ત્યારે પાડોશી યુવકે રૂમમાં બંધ કરી કર્યું ગંદુ કામ
Ahmedabad: માનસિક બીમાર યુવતી ઘરે એકલી હતી ત્યારે પાડોશી યુવકે રૂમમાં બંધ કરી કર્યું ગંદુ કામ
પ્રતીકાત્મક તસવીર (Shutterstock)
Ahmedabad crime: પતિએ ફોન કરીને પત્નીને જણાવ્યું કે તેઓને પાડોશીનો ફોન આવ્યો હતો. સામે રહેતો એક વ્યક્તિ આપણા ઘરમાં ક્યારનો ગયો છે અને બહાર નથી આવ્યો. જેથી આપણી દીકરી એકલી હોવાથી તે કઈ ખરાબ કરી શકે તેમ છે.
અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં બળાત્કારની વધુ એક ઘટના (Ahmedabad rape complaint) સામે આવી છે. જેમાં એક 20 વર્ષની માનસિક અસ્થિર યુવતી ઘરે હાજર હતી તે દરમિયાન ઘર નજીક રહેતો એક યુવક તેણીના ઘરે પાણી પીવાના બહાને આવ્યો હતો. ઘરમાં યુવતી એકલી હોવાનું જાણી તેણીને રૂમમાં લઈ જઈને બેથી ત્રણવાર બળાત્કાર ગુજાર્યો હતો. સમગ્ર બાબતની જાણ આસપાસના લોકોને થતા નોકરીએ ગયેલા યુવતીના પરિવારને જાણ કરવામાં આવી હતી. આ દરમિયાન લોકોએ આરોપીને પકડી રાખ્યો હતો. પોલીસ (Ahmedabad police) ઘટના સ્થળે પહોંચતા જ આરોપી યુવકને પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો હતો. પોલીસે આરોપી યુવકની અટકાયત કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
મૂળ યુપીની 38 વર્ષીય મહિલા જશોદાનગર (Jashodanagar)માં રહે છે. તેને સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે. જેમાં એક દીકરી ઘણા સમયથી માનસિક બીમાર છે. આજે આ મહિલા અને તેનો પતિ જીઆઇડીસી (Vatva GIDC)માં એક કંપનીમાં નોકરી કરે છે. આ મહિલા અને તેનો પતિ નોકરીએ હતા ત્યારે પતિએ ફોન કર્યો હતો અને જણાવ્યું કે તેઓને પાડોશીનો ફોન આવ્યો હતો. સામે રહેતો એક વ્યક્તિ આપણા ઘરમાં ક્યારનો ગયો છે અને બહાર નથી આવ્યો. જેથી આપણી દીકરી એકલી હોવાથી તે કઈ ખરાબ કરી શકે તેમ છે. જેથી મહિલાએ તેના પતિને બોલાવ્યા અને બંને ઘરે પહોંચ્યા હતા.
ઘરે પહોંચતા જ લોકોનું ટોળું થઈ ગયું હતું. આ તમામ લોકોએ ઘર ખોલ્યું અને જોયું તો 20 વર્ષની માનસિક બીમાર યુવતી નિર્વસ્ત્ર હાલતમાં પડી હતી. જેની પૂછપરછ કરતા તેણે ઘર સામે રહેતા યુવકનું નામ આપી જણાવ્યું કે, તે ઘરમાં પાણી પીવાના બહાને આવ્યો હતો અને બાદમાં રૂમ બંધ કરી જબરદસ્તી કરી બે ત્રણવાર બળાત્કાર ગુજાર્યો હતો.
જેથી લોકોએ પકડી રાખેલા આરોપીની પૂછપરછ કરતા તેણે પણ આ હકીકત જણાવતા લોકોએ પોલીસને જાણ કરી હતી. વટવા જીઆઇડીસી પોલીસે (Vatva GIDC police) ઘટના સ્થળે પહોંચી આરોપીની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે.
" isDesktop="true" id="1237542" >
'પતિ રાત્રે લાતો મારે છે, મને પિયરમાં મૂકી અન્ય યુવતી સાથે ભાગી ગયો'
બીજા એક બનાવમાં અમદાવાદ શહેરમાં રહેતી એક યુવતીએ તેના પતિ, સાસુ-સસરા અને દિયર સામે ફરિયાદ (Domestic violence complaint) નોંધાવી છે. યુવતીનો આક્ષેપ છે કે લગ્નના છ મહિના પછી તેનો પતિ અને સાસુ તેણીને શારીરિક ત્રાસ (Physical harassment) આપવા લાગ્યા હતા. આટલું જ નહીં યુવતીનો પતિ રાત્રે શરીર સુખ માણ્યા બાદ તેણીને લાતો મારી ગળું દબાવી માર મારતો હતો. આટલું જ નહીં પતિ મારી નાખવાની ધમકીઓ પણ આપતો હતો. સાસુ અને પતિના ત્રાસથી યુવતી ડિપ્રેશનમાં આવી જતા મોઢું વાંકુ થઈ ગયું હતું. યુવતીની માતાનું અવસાન થયા બાદ તેની સાસુએ તેને વધુ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. આટલું જ નહીં થોડા સમય પહેલા યુવતીનો પતિ એક છોકરી સાથે ભાગી જવાની જાણ યુવતીને થઈ હતી. સમગ્ર બાબતને લઈને યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. (વાંચો સમગ્ર અહેવાલ...)