અમદાવાદમાં પોલીસે કેમ મોટાપાયે હોટેલ ચેકિંગ પ્રક્રિયા હાથ ધરી ?

News18 Gujarati
Updated: May 15, 2019, 5:23 PM IST
અમદાવાદમાં પોલીસે કેમ મોટાપાયે હોટેલ ચેકિંગ પ્રક્રિયા હાથ ધરી ?
News18 Gujarati
Updated: May 15, 2019, 5:23 PM IST
હર્મેશ સુખડિયા, અમદાવાદઃ હવે થોડા જ મહિના બાદ રથયાત્રા આવી જશે અને તે પહેલા જ સમગ્ર બાબતની કાળજી રાખવા પોલીસે કામગિરી શરૂ કરી દીધી છે. પોલીસે રથયાત્રા માટેની કામગીરીની શરૂઆત હોટલ ચેકિંગથી કરી છે. એસઓજી દ્વારા બે જ અઠવાડિયામાં 30થી વધુહોટલ માલિકો સામે ગુનો નોંધ્યો છે.

આગામી રથયાત્રાને લઇને હવે શહેર પોલીસે કમર કસી છે. અમદાવાદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આ કામગીરી કરાઇ છે. શહેરમાં અનેક એવી હોટલો છે કે જેના માલિકો કે મેનેજરો દ્વારા પોલીસને અમુક વિગતો નથી આપવામાં આવતી. શહેર પોલીસનો નિયમ છે કે સોફ્ટવેર મારફતે તમામ હોટલોના માલિકો કે મેનેજરોએ સમગ્ર માહિતી આપવાની હોય છે. પોલીસે સમગ્ર શહેરમાં ચેકિંગ કર્યું તો બે જ દિવસમાં 30થી વધુ હોટલના માલિકો અને મેનેજરોની બેદરકારી સામે આવી.

અહીં ક્લિક કરી વાંચોઃ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજકેટ માટે કર્મચારીઓની ભર્તી શરૂ

શહેરમાં હોટેલોની વિગત મળી રહે તે માટે શહેર પોલીસે પથિક નામનો સોફ્ટવેર બનાવ્યો છે. જેને ક્રાઇમબ્રાંચ દ્વારા ડેવલપ કરાયો છે. આ સોફ્ટવેરનો ઉપયોગ પોલીસ અને હોટલ સંચાલકોએ કરવાનો રહે છે. સામાન્ય રીતે હોટલ કે ગેસ્ટ હાઉસમાં જે પણ ગ્રાહકો રહેવા આવે કે રૂમ રાખે તેના ડોક્યુમેન્ટ હોટલ સંચાલકોએ માંગી તેનું રજીસ્ટર મેઇનટેઇન કરવાનું હોય છે અને આ ડેટા રોજેરોજ આ સોફ્ટવેરમાં અપલોડ કરવાનો હોય છે. આ જ કામગીરીને લઇને એસઓજીએ ચેકિંગ કર્યું તો મોટાભાગે બેદરકારી સામે આવી અને પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો.
First published: May 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...