પાટીદારોનું મંથન: યુવતીઓની મરજી મુજબના લગ્નોમાં માતા-પિતાની સંમતિ જરૂરી પર થઇ ચર્ચા
પાટીદારોનું મંથન: યુવતીઓની મરજી મુજબના લગ્નોમાં માતા-પિતાની સંમતિ જરૂરી પર થઇ ચર્ચા
આજની બેઠકમાં PSI ની ભરતી મુદ્દે થતા અન્યાયને લઈ ચર્ચા કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓની ટકાવારીની કટઓફ વચ્ચે આવતા તમામ બિનઅનામત વર્ગનાં વિદ્યાર્થીઓની રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ/કોર્પોરેશનમાં અનામત વર્ગના ઉમેદવારોને વયમર્યાદા તેમજ શૈક્ષણિક લાયકાતમાં જે છૂટછાટ આપેલ છે તે મુજબની છૂટછાટ બિનઅનામત વર્ગને લાગુ પડવી જોઈએ.
પાટીદાર (Patidar meeting) સંસ્થાના અગ્રણીઓની વિશ્વ ઉમિયાધામ જાસપુર (Vishwa Umiyadham Jaspur) ખાતે બેઠક મળી હતી. આ બેઠક 2 કલાક ચાલી હતી અને પાટીદાર સમાજ (Patidar Samaj)ના સામાજિક મુદ્દાઓવે સઇ ચર્ચા કરવામાં આવી છે. સાથે ભરતી પ્રક્રિયા (PSI Recruitment)માં અન્યાય થઈ રહ્યો છે તે મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી. જો કે એક વર્ષ પહેલાં એટલે કે જૂન 2021માં ખોડલધામ (Khodaldham) ખાતે બેઠક મળી હતી. એક વર્ષ દિવસ પહેલા પણ સમાજના સામાજિક તેમજ ભરતીમાં થતા અન્યાય અને આંદોલનમાં પાટીદારો પર થયેલા કેસને પરત ખેંચવા મુદ્દે ચર્ચા થઈ હતી અને સરકારમાં પણ રજુઆત થઈ હતી. પરંતુ એક વર્ષ બાદ પણ પ્રશ્નોનો નિકાલ ના આવતા આજે ફરી વિશ્વ ઉમિયા ધામ જાસપુર ખાતે બેઠક યોજાઇ હતી.
વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલે જણાવ્યું હતું કે, આજે બેઠક મળી છે PSI ની ભરતી મુદ્દે થતા અન્યાયને લઈ ચર્ચા કરવામાં આવી છે. અને સરકાર પાસે સમય લઈને સરકારને રજુઆત કરીશું. તેમજ દીકરો પોતાની ઈચ્છા પ્રમાણે મેરેજ કરે છે તેમ પોતાના માતા પિતાની સહમતિ જરૂરી હોવી જોઈએ. તો ઉમિયાધામ સિદસર પ્રમુખ જેરામભાઈ વાંસજાળિયા જણાવ્યું કે, સમાજમાં છૂટાછેડાનું પ્રમાણ વધી રહ્યું છે. હોસ્ટેલમાં રહેતી દીકરીઓ કરતા ભાડે રૂમ રાખીને રહે છે તેમ વધુ કેસ આવી રહ્યા છે. એટલે કે દીકરીઓ જ્યાં પણ લગ્ન કરવા ઈચ્છે ત્યાં કરી શકે તેનો કોઈ વિરોધ નથી. પરંતુ માતા પિતાની સહમતીથી લગ્ન કરે તે જરૂરી છે.
રાજ્ય સરકારે જે બિન અનામત વર્ગ માટે જે યોજનાઓ જાહેર કરી છે તેમાં આવક અને સહાયના ધોરણો અન્ય પછાત જાતિઓના બોર્ડ/નિગમમાં કરેલ જોગવાઈઓ સમકક્ષ કરવા જોઈએ. રાજ્ય સરકારની ભરતીમાં અન્ય પછાત જાતિના વર્ગના ઉમેદવારોને વયમર્યાદામાં તેમજ અનુભવના ધોરણોમાં જે છૂટછાટ આપવામાં આવે છે તે જ ધોરણો બિનઅનામત વર્ગ માટે હોવા જોઈએ. તેમજ શૈક્ષણિક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેના ધારા-ધોરણ મુજબ અનામત વર્ગમાં આવતા વિદ્યાર્થીઓની ટકાવારીની કટ ઓફ અને બિનઅનામત વર્ગમાં આવતા
વિદ્યાર્થીઓની ટકાવારીની કટઓફ વચ્ચે આવતા તમામ બિનઅનામત વર્ગનાં વિદ્યાર્થીઓની રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ/કોર્પોરેશનમાં અનામત વર્ગના ઉમેદવારોને વયમર્યાદા તેમજ શૈક્ષણિક લાયકાતમાં જે છૂટછાટ આપેલ છે તે મુજબની છૂટછાટ બિનઅનામત વર્ગને લાગુ પડવી જોઈએ.
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટેની સહાયના માપદંડ સરકારના અન્ય બોર્ડ/નિગમની જોગવાઈઓ મુજબ હોવા જોઈએ. વિદેશ અભ્યાસ લોન યોજનાનો લાભ એક જ પરિવારના એકથી વધુ સભ્યોને મળવો જોઈએ. કારણ કે એક જ પરિવારમાં બે બાળકો વચ્ચે ભેદભાવ કરી શકાય નહીં. બિન અનામત નિગમ વિદેશ અભ્યાસ માટે જે લોન આપે છે તેમાં ધોરણ-12 કે સ્નાતક બંનેને લક્ષમાં લઈ જેમાં ગુણ વધારે હોય તે ધ્યાને લઈ લોન મંજૂર કરવી જોઈએ. ગુજરાત બિન અનામતની શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની સ્વરોજગાર લોનની રકમની લઘુત્તમ મર્યાદા 10 લાખની હોવી જોઈએ. સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે વિદેશ અભ્યાસ લોન અને કોર્મશિયલ પાયલોટની તાલીમ માટેની લોનમાં જે આવક મર્યાદા નિયત કરેલ છે તે જ આવક મર્યાદા બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે હોવી જોઈએ. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ હસ્તક બક્ષીપંચના વિદ્યાર્થીઓ માટે જે યોજનાઓ અમલમાં હોય તે પ્રકારની યોજનાઓ બિન અનામત વર્ગના લોકો માટે હોવી જોઈએ. સહિતના મુદ્દે બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે.
આ ઉપરાંત અનામત આંદોલનના સમાધાનની ફોર્મ્યુલા મુજબ આંદોલન દરમિયાન યુવાનો ઉપર થયેલ પોલીસ કેસમાં જે કોઈ કેસ પેન્ડિંગ છે તે તમામ કેસ પરત ખેંચવા અમારી રજૂઆત છે.
આંદોલન દરમિયાન શહીદ થયેલા યુવાનોના પરિવારજનોને નોકરી આપવાની માંગણી બાબતેનો પ્રશ્ન હજુ સુધી પડતર છે તેનો ઉકેલ સત્વરે લાવવા મુદ્દે સરકારને રજુઆત કરશે. તેમજ પાટીદાર સમાજની અનામતની માંગણીના અનુસંધાને પાટીદાર સમાજનો સરવે કરાવવાની દિશામાં ઘટતું કરવા રજુઆત કરવામાં આવશે.