અમદાવાદમાં પ્રતિબંધીત દવાઓનું ખુલ્લેઆમ વેચાણ,યુવાધન કરે છે નશો

VINOD LEUVA | News18 Gujarati
Updated: January 29, 2017, 7:09 PM IST
અમદાવાદમાં પ્રતિબંધીત દવાઓનું ખુલ્લેઆમ વેચાણ,યુવાધન કરે છે નશો
અમદાવાદઃઅમદાવાદમાં પ્રતિબંધિત દવાઓનું ખુલ્લેઆમ મેડિકલ સ્ટોર્સમાં વેચાણ થતુ હોવાનું પીસીબીના ધ્યાને આવતા આજે અમરાઈવાડીના બે મેડીકલ સ્ટોરમાં દરોડા પાડ્યીનશાકારક દવાઓ જપ્ત કરી હતી.અનંત મેડિકલ અને જમવાય મેડિકલ સ્ટોરમાંથી કોરેક્સ અને અન્ય દવાઓ મળી રૂ. 1600નો મુદ્દમાલ જપ્ત કર્યો છે.રાજ્યમાં દારૂબંધી થતા યુવાઓ હવે દવાનો ઉપયોગ નશા માટે કરી રહ્યા છે. મેડિકલ સ્ટોર્સના માલિક નફા માટે પ્રોહિબીટેડ દવાનું વેચાણ પણ કરી રહ્યા છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: January 29, 2017, 7:09 PM IST

અમદાવાદઃઅમદાવાદમાં પ્રતિબંધિત દવાઓનું ખુલ્લેઆમ મેડિકલ સ્ટોર્સમાં વેચાણ થતુ હોવાનું પીસીબીના ધ્યાને આવતા આજે અમરાઈવાડીના બે મેડીકલ સ્ટોરમાં દરોડા પાડ્યીનશાકારક દવાઓ જપ્ત કરી હતી.અનંત મેડિકલ અને જમવાય મેડિકલ સ્ટોરમાંથી કોરેક્સ અને અન્ય દવાઓ મળી રૂ. 1600નો મુદ્દમાલ જપ્ત કર્યો છે.રાજ્યમાં દારૂબંધી થતા યુવાઓ હવે દવાનો ઉપયોગ નશા માટે કરી રહ્યા છે. મેડિકલ સ્ટોર્સના માલિક નફા માટે પ્રોહિબીટેડ દવાનું વેચાણ પણ કરી રહ્યા છે.

ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આદોલન બાદ હવે રાજ્ય સરકારે પણ દારૂબંધીનો કડક અમલ કરવાનો શરૂ કરી દીધો છે. ત્યારે હવે નશાના રવાડે ચડેલું યુવાધન દારૂ નહી મળતા તેનો વિકલ્પ રૂપે નશા કારક દવાઓના સેવન તરફ વળ્યું છે.આ વાત પોલીસના ધ્યાને આવતા ગઈકાલે અમરાઈવાડીના 2 મેડિકલ સ્ટોરમાં દરોડા પાડી કેટલીક દવાઓ કબ્જે કરવામાં આવી છે.

કેટલાક યુવાઓ નશો કરવા માટે પેઈન કિલર અથવા કફ સિરપ કે જેમાં આલ્કોહોલનું પ્રમાણ વધારે માત્રામાં હોઈ  એવી દવાનો ઉપયોગ કરી રહ્યા છે. યુવાધન આ રીતના નશાના રવાડે ચઢી જાય તો ચોક્ક્સથી લાંબાગાળે સમાજને નુકશાન કારક સાબિત થઇ શકે છે.

First published: January 29, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर