Home /News /ahmedabad /રિલાયન્સની આ પેટા કંપની દ્વારા મેડિકલના ઉપકરણો હવે ભારતમાં બનશે 

રિલાયન્સની આ પેટા કંપની દ્વારા મેડિકલના ઉપકરણો હવે ભારતમાં બનશે 

મેડિકલના ઉપકરણો હવે ભારતમાં બનશે 

Reliance Industries Limited: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની મોડલ ઇકોનોમિક ટાઉનશીપ લિમિટેડ (મેટ સિટી), હરિયાણાના ગુરુગ્રામ નજીક વિશ્વ કક્ષાનું ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી વિકસાવી રહી છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની મોડલ ઇકોનોમિક ટાઉનશીપ લિમિટેડ (મેટ સિટી), હરિયાણાના ગુરુગ્રામ નજીક વિશ્વ કક્ષાનું ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી વિકસાવી રહી છે. MET સિટી જાપાન ઇન્ડસ્ટ્રિયલ ટાઉનશિપ છે અને તેની સંકલિત ઔદ્યોગિક ટાઉનશિપમાં ચાર અગ્રણી જાપાનીઝ કંપનીઓ ધરાવે છે. નિહોન કોહડેન આ ચાર જાપાનીઝ કંપનીઓમાંની એક કંપની છે અને મેડિકલ ઉપકરણોના ઉત્પાદકે તાજેતરમાં મેટ સિટી ખાતે તેમના પ્લોટ પર ભૂમિપૂજન સમારંભ આયોજિત કર્યો હતો. નિહોન કોહડેનની આ સુવિધા ભારતમાં તેમની સૌથી મોટી ઉત્પાદન સુવિધા તૈયાર થશે. તે હરિયાણા અને ઉત્તર ભારતમાં કંપનીઓ સ્થાપવા માટે અગ્રણી સ્થાન તરીકે મેટ સિટીની સ્થિતિને વધુ વિસ્તારશે. મેટ સિટીમાં પેનાસોનિક, ડેન્સો અને ટી-સુઝુકી અન્ય જાપાનીઝ કંપનીઓ આવેલી છે.

ભૂમિપૂજન સમારંભ પ્રસંગે મેટ સિટીના સીઇઓ અને ડબ્લ્યૂટીડી એસ. વી. ગોયલે જણાવ્યું હતું કે, “અમે મેટ સિટી ખાતે નિહોન કોહડેનની સુવિધા શરૂ કરીને ખૂબ જ ખુશ છીએ. 400થી વધુ ઔદ્યોગિક ગ્રાહકો, વોક-ટુ-વર્ક માસ્ટરપ્લાન અને વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે મેટ સિટી આજે ઉત્તર ભારતમાં સૌથી ઝડપથી વિકસતા ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટીમાંનું એક છે. જાપાનની ઔદ્યોગિક ટાઉનશિપ હોવાને કારણે વધુ જાપાનીઝ કંપનીઓ અમારી પાસે આવીને અને મેટ સિટીને ભારતમાં તેમના ભાગીદાર તરીકે પસંદ કરવા બદલ અમે ખૂબ જ ખુશ છીએ. કોઈપણ કંપનીને તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે અમારી પાસે આવવાથી મેટ સિટીનું પ્લગ-એન-પ્લે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધુ એક ફાયદો પૂરો પાડે છે.”

આ પણ વાંચો: લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ, હુકમનો ભંગ કરનાર વિરૂદ્ધ કરવામાં આવશે કાયદેસરની કાર્યવાહી

મેટ સિટીના વાઇસ પ્રેસિડેન્ટ અને બિઝનેસ ડેવલપમેન્ટ હેડ વૈભવ મિત્તલે જણાવ્યું કે, “નિહોન કોહડેન તરફથી મેટ સિટી ખાતે સ્થાપવામાં આવી રહેલી આ વિશ્વકક્ષાની સુવિધા મેળવીને અમે ખૂબ જ ગર્વ અનુભવીએ છીએ. જેમ જેમ આપણે વિકાસ કરીએ છીએ તેમ તેમ અમે વધુ ને વધુ જાપાનીઝ કંપનીઓને મેટ સિટી સુધી પહોંચાડવા અને તેને ઉત્તર ભારતના સૌથી વધુ લોકપ્રિય બિઝનેસ શહેરોમાંનું એક બનાવવાનો પ્રયત્ન જારી રાખીએ છીએ.”

નિહોન કોહડેન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર કેન્તરો કુસાનોએ જણાવ્યું કે, ‘અમે અમારી નવી હેમેટોલોજી એનલાઇઝર રીએજન્ટ ફેક્ટરી ખોલવાની જાહેરાત કરતાં ખૂબ જ આનંદ અનુભવીએ છીએ. આ 8,900 ચોરસ મીટરની ફેક્ટરી હરિયાણાના ઝજ્જર જિલ્લામાં મોડલ ઇકોનોમિક ટાઉનશિપ (મેટ સિટી) ખાતે 16,135 ચોરસ મીટર જમીન પર બાંધવામાં આવશે, જે ગુજરાતમાં અમારી વર્તમાન ફેક્ટરી કરતાં લગભગ ચાર ગણી મોટી હશે. આ સુવિધા ભારતમાં અમારા વ્યવસાયને વધારવાની અમારી પ્રતિબદ્ધતા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે અને નિહોન કોહડેનને ભારત માટેના અમારા વિઝનને હાંસલ કરવા માટે - દેશમાં આરોગ્યસંભાળ સુધારવા માટે એક વિશ્વસનીય ભાગીદાર અને સર્વિસ પ્રોવાઇડર બનવા માટે સારી સ્થિતિમાં છે.’

આ પણ વાંચો: સાયન્સ સિટીના બાળકોને ચંદ્રગ્રહણનો થયો અનોખો અનુભવ, જુઓ તસવીરો 

નિહોન કોહડેન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના ચીફ ઓપરેટિંગ ઓફિસર અનિલ શ્રીવાસ્તવે જણાવ્યું કે, “આ નવા ઉત્પાદન એકમના ઉદઘાટન સાથે અમારું ધ્યાન ભારતીય બજારમાં નવીનતમ જાપાનીઝ તકનીકો અને ગુણવત્તાયુક્ત ઉત્પાદનો પૂરા પાડવાનું કામ નિરંતર જારી રહે છે. આ સુવિધા અમને અમારી ઉત્પાદન ક્ષમતાઓને વધુ વિસ્તૃત બનાવવા અને હેમેટોલોજી રીએજન્ટ્સની વધતી જતી સ્થાનિક જરૂરિયાતોને પૂર્ણ કરવાની અનુકૂળતા કરી આપશે. આ કદમ ભારતીય બજાર માટે નિહોન કોહડેનની લાંબા ગાળાની પ્રતિબદ્ધતા પર આધારિત છે. અત્યાર સુધીની સફરમાં નિહોન કોહડેન ઇન્ડિયાને આપેલા પ્રોત્સાહન અને જબરજસ્ત સમર્થન બદલ અમે અમારા ગ્રાહકોનો આભાર વ્યક્ત કરવા માંગીએ છીએ. નિહોન કોહડેન કોર્પોરેશન, જાપાન માટે ભારત સૌથી મહત્વપૂર્ણ બજારોમાંનું એક છે.”

નિહોન કોહડેન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના ચીફ ફાઇનાન્સ ઓફિસર સમીર સેહગલે જણાવ્યું કે, “ભારતમાં હેલ્થકેર માર્કેટના વિસ્તરણ દ્વારા બનાવવામાં આવેલ ઇન-વિટ્રો ડાયગ્નોસ્ટિકની ઉદ્યોગમાં માંગ વધી રહી છે. અન્ય મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ઉમેરીને અમે અમારી ઉત્પાદન ક્ષમતામાં અનેક ગણો વધારો કરવાની અપેક્ષા રાખીએ છીએ અને અમારા વર્તમાન તથા નવા ગ્રાહકોને વધુ સારી સેવા પૂરી પાડવા માટે નિરંતર જારી પ્રતિબદ્ધતાને આગળ વધારવાની અપેક્ષા રાખીએ છીએ.”
Published by:Vimal Prajapati
First published:

Tags: Reliance group, Reliance Industries, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ

विज्ञापन
विज्ञापन