સિવિલ હૉસ્પિટલની કેન્ટીનના વાયરલ વીડિયો અંગે વિદ્યાર્થીઓએ કહ્યું, 'એટલે જ અહીં જમતા નથી'

News18 Gujarati
Updated: January 23, 2020, 11:08 AM IST
સિવિલ હૉસ્પિટલની કેન્ટીનના વાયરલ વીડિયો અંગે વિદ્યાર્થીઓએ કહ્યું, 'એટલે જ અહીં જમતા નથી'
વાયરલ વીડિયોમાંથી લીધેલી તસવીરો

સોલા સિવિલ હૉસ્પિટલની કેન્ટીનનો એક વીડિયો ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક શખ્સ તપેલામાં પગથી બટેકા છૂંદી રહ્યો છે તેવું દેખાઇ રહ્યું છે.

  • Share this:
અમદાવાદ : શહેરની અનેક દુકાનો અને જગ્યાઓમાં જમવામું કેવી રીતે બનાવવામાં આવે છે તેના અનેક વીડિયો વાયરલ થયા છે. આવો જ સોલા સિવિલ હૉસ્પિટલની કેન્ટીનનો એક વીડિયો ઘણો જ વાયરલ થઇ રહ્યો છે.
જેમાં એક શખ્સ તપેલામાં પગથી બટેકા છૂંદી રહ્યો છે તેવું દેખાઇ રહ્યું છે. સાથે જ તેને એક શખ્સ મદદ કરી રહ્યો છે. જેના કારણે ત્યાં રહીને જમતા મેડિકલનાં વિદ્યાર્થીઓમાં ઘણો જ આક્રોષ વ્યાપ્યો છે.

વીડિયો વાયરલ થયા બાદ,  મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગનાં ફૂડ અધિકારીએ જણાવ્યું હતું કે, 'સોલા સિવિલ હોસ્પિટલની કેન્ટીનમાં અતિશય ગંદકી જોવા મળી હતી, જેથી કેન્ટીનને સીલ મારવામાં આવી છે.'

આ અંગે જ્યારે અમારા સંવાદદાતાએ ત્યાંના વિદ્યાર્થીઓ સાથે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું કે, 'અહીં વર્ષોથી આવું જ જમવાનું બને છે. અહીંનું ખાવાનું ગળાની નીચે ઉતરે તેવું નથી હોતું. જેના કારણે અમે અહીં જમતા નથી પરંતુ બહારથી મંગાવીએ છીએ.'

બીજી તરફ કેન્ટીન સંચાલકે જણાવ્યું કે, 'વિદ્યાર્થીઓને અમે સ્વચ્છ અને સારુ ભોજન આપીએ છીએ. જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે. તેમાં પગથી બટાકા ગૂંદતા નથી પરંતુ નવા બટાકામાંથી માટીને ધોવામાં આવી રહી છે. અમને બદનામ કરવા માટે આ વીડિયો વાયરલ કરવામાં આવી રહ્યો છે.'
First published: January 23, 2020, 10:58 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading