Home /News /ahmedabad /

MBA-MCA માટે આજથી પ્રવેશ પ્રક્રિયા: ફટાફટ જાણી લો પ્રવેશ મેળવવાની પ્રક્રિયા

MBA-MCA માટે આજથી પ્રવેશ પ્રક્રિયા: ફટાફટ જાણી લો પ્રવેશ મેળવવાની પ્રક્રિયા

પ્રતિકાત્મક તસવીર

Gujarat Education : ઉમેદવારોને રજીસ્ટ્રેશનની કાર્યવાહીમાં અગવડતા ન પડે તે માટે રાજ્યભરની કોલેજમાં 65 જેટલા સાયબર સેન્ટરની વ્યવસ્થા કરાઇ છે.

અમદાવાદ: પ્રવેશ સમિતિ દ્વારા આજથી MBA-MCA અભ્યાસક્રમ માટેની રજીસ્ટ્રેશન કાર્યવાહી શરુ થશે. પ્રવેશ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો 20 જુલાઈ સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશનની કાર્યવાહી કરી શકશે. સમગ્ર પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન કરવાની છે  જેથી ઉમેદવારો પ્રવેશ સમિતિની વેબસાઇટ www.gujacpc.nic.in થી રજીસ્ટ્રેશન ની કાર્યવાહી કરી શકશે.  આ પ્રવેશ પ્રક્રિયામાં ગુજરાતમાંથી વર્ષ ૨૦૨૨ માં કુલ ૪૦ વિવિધ યુનિવર્સિટી-બોર્ડમાંથી ગ્રેજ્યુએશન પાસ કરેલ વિધાર્થીઓ પ્રવેશ માટે લાયક છે. ઉમેદવારોને રજીસ્ટ્રેશનની કાર્યવાહીમાં અગવડતા ન પડે તે માટે સમગ્ર ગુજરાતમાં વિવિધ જિલ્લા સ્તરે વિવિધ કોલેજમાં ૬૫ જેટલા સાયબર સેન્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે.  તેમજ પ્રવેશ સંબંધિત કોઈપણ માહિતી માટે ઉમેદવારે પ્રવેશ સમિતિ ની હેલ્પલાઇન ૦૭૯-૨૬૫૬૬૦૦૦ નો સંપર્ક કરવાનો રહેશે.

ઉમેદવારની  પ્રવેશની લાયકાત મુજબ  સરકારી અને અનુદાનિત બેઠકોની  95 % બેઠકો અને સ્વ - નિર્ભર સંસ્થાઓની 50 % બેઠકો માટે.  પ્રવેશના નિયમો પ્રમાણે રાજ્યની કોલેજોમાંથી અભ્યાસક્રમ પ્રવેશ માટેની AICTE દ્વારા ચાલુ પ્રવેશ વર્ષ માટે નિર્ધારિત લઘુત્તમ લાયકાત સાથે સ્નાતકની પરીક્ષા પાસ  અને CMAT - ૨૦૨૨ ની પરીક્ષામાં ઉપસ્થિત થયેલ હોય તેવા તમામ ઉમેદવારો ઉપરોક્ત બેઠકો માટે લાયક રહેશે.

આ પણ વાંચો: સુરત પોલીસે ફિલ્મી અંદાજમાં ચીખલીગર ગેંગને દબોચી, જુઓ ઓપરેશનનો live video

સરકારી તથા અનુદાનિત બેઠકોની માન્ય બેઠકોની 5 % બેઠકો માટે પ્રવેશના નિયમો મુજબ સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય સિવાયની કોલેજોમાંથી અભ્યાસક્રમ પ્રવેશ માટેની AICTE દ્વારા ચાલુ પ્રવેશ વર્ષ માટે નિર્ધારિત લઘુત્તમ લાયકાત સાથે સ્નાતકની પરીક્ષા પાસ કરેલ હોય અને CMAT - ૨૦૨૨ ની પરીક્ષામાં ઉપસ્થિત થયેલ હોય તેવા તમામ ઉમેદવારો ઉપરોક્ત બેઠકો માટે લાયક રહેશે.

પ્રવેશ કાર્યક્રમ :

1. પ્રવેશ ની રજીસ્ટ્રેશન 28 જુનથી 20 જુલાઈ

2. સંસ્થાઓની માહિતી : 26 જુલાઈ

3. પ્રોવિઝનલ મેરીટ યાદી : 3 ઓગસ્ટ

4. પ્રથમ રાઉન્ડ ની ચોઈસ ફીલિંગ કરવાની 18 ઓગસ્ટ થી 23 ઓગસ્ટ

5 . ઓનલાઈન ફી ભરી ને પ્રવેશ કાયમ કરવાની 26 ઓગસ્ટથી 29 ઓગસ્ટ

6. શૈક્ષણિક સત્ર ની શરૂઆત ની 1 સપ્ટેમ્બર

7. ઓનલાઈન ફી ભરી ને કાયમ કરાવેલ પ્રવેશ રદ કરવાની 26 ઓગસ્ટથી 29 ઓગસ્ટ

8. બીજા રાઉન્ડ ની પ્રવેશ કાર્યવાહી : 3 સપ્ટેમ્બર થી 6 સપ્ટેમ્બર

રજીસ્ટ્રેશનની પ્રક્રિયા :

  • ઓનલાઈન રજીસ્ટ્રેશન ની પ્રક્રિયા તારીખ 28 જૂન બપોરે 02.00 વાગ્યેથી શરૂ થશે.

  • ઓનલાઈન રજીસ્ટ્રેશન અને તેની રજીસ્ટ્રેશન ફી ભરવાની છેલ્લી તારીખ ૨૦ જુલાઈ સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધી રહેશે.

  • ઉમેદવારે સંબંધિત ડોક્યુમેન્ટ અપલોડ કરીને રજીસ્ટ્રેશન ની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.

  • MBA અને MCA માટે રજીસ્ટ્રેશન ફી ( નોન રિફંડેબલ ) 350 / - રૂપિયા અનવ બંને અભ્યાસક્રમ ( MBA MCA = MBC ) માટે રજીસ્ટ્રેશન ફી ( નોન રિફંડેબલ ) 500 / -રૂપિયા ફક્ત ઓનલાઇન મોડ દ્વારા ચૂકવણી કરવાની રહેશે.

  • ઉમેદવારે કોઈ પણ ડોક્યુમેન્ટ રૂબરૂ આપવાની અથવા તેની રૂબરૂ ચકાસણી કરવાની જવાની જરૂર નથી.

  • પ્રવેશ માટેની સંપૂર્ણ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન છે .

Published by:Kaushal Pancholi
First published:

Tags: Gujarat Education, અમદાવાદ, ગુજરાત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन