Home /News /ahmedabad /આ માવઠું પીછો નહીં છોડે! 3 દિવસ બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા, આ જિલ્લામાં તો...
આ માવઠું પીછો નહીં છોડે! 3 દિવસ બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા, આ જિલ્લામાં તો...
વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય
Rainfall Forecast in The State: રાજ્યમાં ફરી 3 દિવસ બાદ વેસ્ટન ડીસ્ટરબન્સ સક્રિય થવાની શક્યતા વર્તાઈ રહી છે. સાક્લોનિક સરક્યુલેશન સક્રિય છે જેના કારણે રાજ્યમાં વાદળ છાયુ વાતાવરણ રહેશે. જેથી હજી પણ આગામી 5 દિવસ સામાન્ય વરસાદની શક્યતા છે.
અમદાવાદ: રાજ્યમાં ફરી 3 દિવસ બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા વર્તાઈ રહી છે. સાક્લોનિક સરક્યુલેશન સક્રિય છે જેના કારણે રાજ્યમાં વાદળ છાયુ વાતાવરણ રહેશે. જેથી હજી પણ આગામી 5 દિવસ સામાન્ય વરસાદની શક્યતા છે. છેલ્લા 3 દિવસથી ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે. અમુક વિસ્તારમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદ પણ થયો છે. તો કેટલાક વિસ્તારોમાં હજી પણ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.
આગામી 5 દિવસ રાજ્યના અમુક વિસ્તારમાં વરસાદ થશે
હવામાન વિભાગના ડાયરેકટર મનોરમા મહોન્તિએ ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યુ છે કે, સાક્લોનિક સરક્યુલેશન કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. આગામી 5 દિવસ રાજ્યના અમુક વિસ્તારમાં સામાન્ય વરસાદ રહેશે. આજે સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, દાહોદ, મહીસાગર, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લાના અમુક વિસ્તારમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફુકાશે. સાથે સાથે ગાજવીજ સાથે સામાન્ય વરસાદની શક્યતા છે.
આગાહી પ્રમાણે 17 માર્ચના સાબરકાંઠા, આરવલ્લી, અમદાવાદ, આણંદ, દાહોદ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, ડાંગ,તાપી, વલસાડ, ભાવનગર, અને અમરેલીમાં સામાન્ય વરસાદ થશે. 18 માર્ચના અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, ડાંગ, તાપી, વલસાડ, ભાવનગર, અમરેલીમાં સામાન્ય વરસાદની શક્યતા છે. તો 19 માર્ચના અમદાવાદ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ડાંગ અને વલસાડમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આ સાથે 20 માર્ચના મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, દીવ અને કચ્છમાં સામાન્ય વરસાદની શક્યતા વર્તાઈ રહી છે.
3 દિવસ બાદ વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય
રાજ્યમાં લઘુતમ અને મહત્તમ તાપમાન 2 થી 3 ડીગ્રી વધી જશે. અને ત્યાર બાદ 3 દિવસ તાપમાન યથાવત રહેશે. 3 દિવસ બાદ વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. જેના કારણે લઘુતમ અને મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટી જશે. જો કે વારંવાર સિસ્ટમ સક્રિય થઈ રહી છે. જેના કારણે વાતાવરણમાં પણ અસર વર્તાઈ રહી છે. જો કે વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ થશે કે નહી તેની હજી કોઈ સ્પષ્ટતા નથી. પરંતુ વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે તાપમાન ઘટવાની શક્યતા છે. જો તાપમાન ઘટે છે તો, સામાન્યતઃ વરસાદ થવાની શક્યાતાઓ છે.