Home /News /ahmedabad /

Jimira Resort Gambling Case : જીમીરા રિસોર્ટ જુગારધામ કેસ, માતરના ધારાસભ્ય દોષિત, જાણો શું છે સમગ્ર કિસ્સો

Jimira Resort Gambling Case : જીમીરા રિસોર્ટ જુગારધામ કેસ, માતરના ધારાસભ્ય દોષિત, જાણો શું છે સમગ્ર કિસ્સો

Jimra Resort Gambling Case : જીમીરા રિસોર્ટ જુગારકાંડમાં માતરના ધારાસભ્ય કેસરીસિંહ દોષિત

Jimira Resort Gambling Case : પોલીસે શિવરાજપુરના જીમીરા રિસોર્ટમાં દરોડા પાડતા માતરના (Matar) ધારાસભ્ય (MLA) કેસરીસિંહ (MLA Kesrisinh) સહિતના નબીરાઓ ઝડપાતા હાહાકાર થયો હતો. 1.15 કરોડ રૂપિયાની ગાડીઓ, વિદેશી દારૂની બોટલો સાથે 7 મહિલા ઝડપાઈ હતી.

વધુ જુઓ ...


    જનક જાગીરદાર, ખેડા : પંચમહાલ (Panchmahal) પાવાગઢ જીમીરા રિસોર્ટ જુગારધામ (Pavagadh Jimira Resort Gambling Case) પ્રકરણમાં ખેડા જિલ્લાના માતરના ધારાસભ્ય કેસરિસિહ સોલંકી (Matar MLA Kesrisinh Convicted) સહિત 26 દોષિત જાહેર કરાયા છે. હાલોલ એડી ચીજ જ્યુડિશિયલ કોર્ટે સજાનો ચુકાદો આપ્યો છે. ગત વર્ષે પહેલી જુલાઈ રાત્રે જિલ્લા એલસીબી પોલીસે સિવરાજપુર જીમીરાં રિશોર્ટમાં ચાલતા હાઈ પ્રોફાઈલ કસીનો જુગરધામ પર છાપો મારી 26 જુગારીયાઓને ઝડપી કાર્યવાહી કરી હતી. કેસરીસિંહ સહિત તેમના મિત્રો અને પરિવાર આ જુગાર કેસમાં મહિલાઓ પણ આરોપી હતી

    બનાવની વિગતો એવી છે કે ખેડાના (Kheda) માતરના (Matar) ભાજપી ધારાસભ્ય કેશરીસિંહ સોલંકી (BJP MLA Kesri Sinh solanki) અને સાત મહિલાઓ સહિત કુલ 26 વ્યક્તિઓ હાલોલના શિવરાજપૂર જીમીરા રિસોર્ટમાં જુગાર રમતાં રંગે હાથ પંચમહાલ એલસીબીએ ઝડપી લીધા હતા.પોલીસે 3.80 લાખ રોકડા,1.15 કરોડની આઠ ગાડીઓ અને છ બોટલ વિદેશી દારૂ કબ્જે લીધો હતો.

    7 મહિલા સહિત 26ની પોલીસે રાતોરાત ધરપકડ કરી હતી

    આ ઝડપાયેલા 26 જુગારીયાઓમા પોલીસે ખેડા જિલ્લાના માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીનો સમાવેશ થતાં મામલો ચર્ચાસ્પદ બન્યો હતો. આ ઉપરાંત 4 વિદેશી મહિલાઓ સહિત 7 મહિલા સહિત 26ની પોલીસે રાતોરાત ધરપકડ કરી હતી. પોલીસે જુગારધામ પરથી 3.89 લાખ રોકડા, 25 મોબાઈલ, લેપટોપ 8, લક્ઝુરિયસ કાર સહિત 1.15 કરોડ નો મુદામાલ જપ્ત કર્યો હતો.

     26 પૈકી 24 આરોપીઓ સજા સમયે હાજાર રહ્યા

    જીમીરાં રિસોર્ટમાં અમદાવાદનો હર્ષદ વાલજી પટેલ ચલાવતો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. ચુકાદામાં સજા પામેલ 26 પૈકી 24 આરોપીઓ સજા સમયે હાજાર રહ્યા હતા. જોકે આ સજામાં માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીનુ નામ પણ સામે આવ્યું છે. નોંધનીય છે કે ખેડા જિલ્લામાં સતત વિવાદો અને ચર્ચામા રહેલા આ ધારાસભ્ય એ જે તે સમયે એવો બચાવ કર્યો હતો કે તે પાવાગઢથી પરત આવતા માત્ર હોટલમાં રોકાણ કરવા જ રોકાયા હતા.

    આ પણ વાંચો : પંચમહાલ : જીમીરા રિસોર્ટમાં જુગારની પાર્ટીમાં દરોડા, BJP MLA કેસરીસિંહ-મહિલાઓ સહિત 26 ઝડપાયા



    કોઈન વડે જુગાર રમાડાયો હતો

    આ જુગારના દરોડામાં કેસીનો સ્ટાઈલથી જુગાર રમાઈ રહ્યો હતો. જેમાં દરોડામાં કોઈન પણ મળી આવ્યા હતા. આ કોઈ અને જુગારની બાજી પીરસનાર નેપાળી મહિલાઓ પણ સ્થળ પરથી ઝડપાઈ હતી. જુગાર રસિયાઓ પાસે છ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી જે જોઈ પોલીસ ચોંકી ઉઠી હતી.પોલીસે તમામની તપાસ કરતાં 3.80 લાખ રોકડા મળ્યા હતા.પોલીસે પ્લાસ્ટિકના કોઈન ,પત્તાની કેટ અને ધારાસભ્ય ફોર્ચુનર કાર સહિત કુલ આઠ વાહનો કબ્જે લીધા હતા
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jimira Resort Raid, Matar MLA Kesrisinh, ગુજરાતી સમાચાર, જુગાર

    આગામી સમાચાર