Home /News /ahmedabad /અમદાવાદ : ભારતમાં ચરસ સપ્લાય કરી નાણાનો દેશવિરોધી ઉપયોગ કરનાર માસ્ટર માઈન્ડ મોહમંદ હુસેનની ધરપકડ

અમદાવાદ : ભારતમાં ચરસ સપ્લાય કરી નાણાનો દેશવિરોધી ઉપયોગ કરનાર માસ્ટર માઈન્ડ મોહમંદ હુસેનની ધરપકડ

ડગ્સ વેચાણ માસ્ટર માઈન્ડ મોહમંદ હુસેનની ધરપકડ

ડગ્સનુ વેચાણ કરીને તેના નાણા દેશવિરોધી પ્રવૃતીઓમાં ઉપયોગ કરતો હોવાનો ખુલાસો થયો છે. ગુજરાત એટીએસએ કાશ્મીરથી આરોપીની ધરપકડ કરી

અમદાવાદ : ગુજરાતમા ડગ્સ (Drugs) ઘુસાડવાના ષડયંત્રનો માસ્ટર માઈન્ડને 12 વર્ષ બાદ ગુજરાત એટીએસ (Gujarat ATS)એ ઝડપી લીધો છે. આરોપી ડગ્સનુ વેચાણ કરીને તેના નાણા દેશવિરોધી પ્રવૃતીઓમાં ઉપયોગ કરતો હોવાનો ખુલાસો થયો છે. એટીએસએ કાશ્મીરથી આરોપીની ધરપકડ કરી. આરોપી મોહમંદ હુસેન ઉર્ફે હુસેન અલીદાર (Mohmmad Husen)ની ગુજરાત એટીએસએ કાશ્મીરના અનંતનાગથી ધરપકડ કરી છે.

આરોપી ગુજરાતમા ચરસ ઘુસાડવાના ષડયંત્રનો માસ્ટર માઈન્ડ છે. 2009મા ઉનાવામા 10 કિલો ચરસનો જથ્થો પકડેલો હતો. જેમા પકડાયેલા આરોપીની પુછપરછમા મોહમંદ હુસેનની સંડોવણી ખુલી હતી, અને મોહમંદ હુસેનએ 108 કિલો ચરસનો જથ્થો કાશ્મીરથી ગુજરાતમા મોકલ્યો હતો. જેમા અગાઉ આઠ આરોપીઓની ધરપકડ કરવામા આવી હતી. જયારે કાશ્મીરનો મુખ્ય સુત્રધાર મોહમંદ હુસેન ફરાર હતો. જે 12 વર્ષ બાદ ગુજરાત એટીએસએ ઝડપી લીધો છે.

તપાસમા ખુલ્યુ છે કે, અનંતનાગ અને દક્ષિણ કાશ્મીરનુ વાતાવરણ ચરસની ખેતી માટે અનુકુળ હોય તેથી કાશ્મીરના અનંતનાગથી ગુજરાત, મહારાષ્ટ્ર તથા અન્ય રાજયોમા ચરસનો જથ્થો સપ્લાય કરવામ આવતો હતો. આ ચરસના વેચાણના નાણાનો દેશ વિરોધી પ્રવૃતી તથા ષડયંત્રમા ઉપયોગ થતો હતો. આ નશાનો કારોબાર અનંતનાગ કાશ્મીરમા રહેતા બશીર દાર અને તેના ભાઈ હુસેન અલી દાર ચલાવતા હતા. જે કાશ્મીરથી ટ્રકમાં ગુજરાતના જુદા જુદા વિસ્તારમા પહોચાડતા હોવાનુ ખુલ્યુ છે.

આ ચરસના નેટવર્કને લઈને અગાઉ શંકરપ્રસાદ નામનો આરોપી ઝડપાયો હતો. જે એરફોર્સમા નોકરી કરતો હતો, અને એરફોર્સની નોકરી છોડયા બાદ ચરસના ધંધામા જોડાયો હતો. ચરસની હેરાફેરી માટે આરોપી એરફોર્સના આઈકાર્ડનો ઉપયોગ પણ કરતો હતો. આ નેટવર્કના માસ્ટર માઈન્ડ હુસેનની ધરપકડ કરીને ગુજરાત એટીએસએ રિમાન્ડ મેળવીને વધુ તપાસ શરૂ કરી. આ મામલે એ પણ તપાસ કરવામાં આવી રહી છે કે, આરોપી ગુજરાતમાં કોના-કોના સંપર્કમાં હતો અને આ સિવાય અન્ય કેટલો ચરસનો જથ્થો ભારતના અલગ અલગ રાજ્યોમાં મોકલી ચુક્યા છે.
Published by:Kiran Mehta
First published:

Tags: Ahmedabad news, Gujarat ATS, Gujarat ATS Drugs Mafia Operation, Gujarat latest news