Home /News /ahmedabad /અમદાવાદમાં માસ્ક ન પહેરવા બદલ દંપતીને એક જ નંબરની બે રસીદ આપવાની ઘટનાઃ પોલીસ તપાસમાં થયો 'આવો' ખુલાસો
અમદાવાદમાં માસ્ક ન પહેરવા બદલ દંપતીને એક જ નંબરની બે રસીદ આપવાની ઘટનાઃ પોલીસ તપાસમાં થયો 'આવો' ખુલાસો
રસીદ અને દંપતીનો ફોટો
વાસણા રહેવાસી દંપતી નહેરુનગર પાસેથી પસાર થઈ રહ્યા હતા અને તે દરમિયાન સેટેલાઇટ પોલીસ દ્વારા તેઓને માસ્ક ન પહેરવા બદલ રોકવામાં આવ્યા હતા અને બંનેને મેમો આપવામાં આવ્યો હતો.
અમદાવાદઃ શહેરના વાસણામાં રહેતા એક દંપતી દ્વારા દંડની રસીદમાં કૌભાંડ થયાનો આરોપ લગાયા બાદ પોલીસ દોડતી થઈ હતી. જો કે, ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા હતા. ત્યારબાદ પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં (Satellite police station) ફરજ બજાવતા મહિલા પી.એસ.આઇએ જ્યારે મેમો બનાવ્યો ત્યારે કાર્બન કૉપી મુકવામાં ભૂલ કરી હતી તેને પરિણામે આ એક જ નંબરની બે રસીદ ભૂલથી અપાઈ ગઈ હતી. એક જ રસીદ આપવા પાછળ બીજી કોઈ કારણ જાણવા મળ્યું ના હતું. જો કે આ ગંભીર ભૂલ બદલ પી એસ આઈ સામે ખાતાકીય કાર્યવાહી પણ થઈ શકે છે.
ઘટનાની વાત કરીએ તો વાસણા વિસ્તારમાં રહેલા સંજય પટેલ અને તેમના પત્નિ ગત ૨૪/૧૨/૨૦૨૦ ના રોજ પોતાના નિવાસસ્થાનથી નિકળી આંબાવાડી તરફજઇ રહ્યા હતા તે સમયે બપોરના ૧૨/૩૯ કલાકે નહેરુ નગર સર્કલ પાસે મહિલા પોલીસ દ્વારા તેમને રોકી માસ્ક યોગ્ય ન પહેર્યું હોય તેમકહી ૧૦૦૦-૧૦૦૦ નો દંડ બન્ને પત્નિ - પતિનું પાસે સેવામાં આવ્યો હતો.
સંજય પટેલ અને તેમના પત્નિ ગીતાબહેન દાવો છે કે કદાચ તેમની સાથે કોઇ ગેરરીતી કરવામાં આવી છે . આ અંગે સંજયભાઇ પટેલભારત સરકારના વિજીલન્સ વિભાગને પણ મેઇલના માધ્યમથી ફરિયાદ કરી છે .
તેમજ સોશિયલ મીડીયાના માધ્યમ જેવા કે ટ્વિટરના માધ્યમથી પણ રાજ્યના મુખ્ય મંત્રી , રાજ્ય ગૃહ મંત્રી સહિત પોલીસ વિભાગે જાણ કરી છે . સંજય પટેલ કહે છે કે આ ઘટના મારી સાથે બની છે તો અન્ય લોકો સાથે પણ બની હશે . પોલીસ તંત્ર ભુલ હોઇ શકે છે . પરંતુ એકમ નંબરના બે રસીદ આપવી તે પણ સરકારીવિભાગની ક્રાઇમ ઘટના ગણી શકાય જોકે આ મેમોમાં રસીદ નંબર હોવાથી ફરિયાદી દ્વારા રસીદમાં કૌભાંડ થઈ રહેલ હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો.
ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા જ્યારે સમગ્ર અહેવાલ પ્રસારીત કરવામાં આવ્યો હતો ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સમગ્ર મામલે તપાસના આદેશ કરવામાં આવ્યા હતા. અને એસીપી કક્ષાના અધિકારીને તપાસ સોંપવામાં આવી હતી.
" isDesktop="true" id="1058656" >
પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પી.એસ.આઇએ જ્યારે મેમો બનાવ્યો ત્યારે કાર્બન કૉપી મુકવામાં ભૂલ કરી હતી તેને પરિણામે આ એક જ નંબરની બે રસીદ ભૂલથી અપાઈ ગઈ હતી. એક જ રસીદ આપવા પાછળ બીજી કોઈ કારણ જાણવા મળ્યું ના હતું. જો કે આ ગંભીર ભૂલ બદલ પી એસ આઈ સામે ખાતાકીય કાર્યવાહી પણ થઈ શકે છે.