Ahmedabad News: સરદારનગર વિસ્તારમાં પરિણીતાને તેનો પતિ શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. પરિણીતાનો પતિ ઘરે આવીને તેની સાથે બિભત્સ વર્તન કરવા લાગ્યો હતો. ત્યારે પત્નીએ કંટાળીને પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
અમદાવાદઃ શહેરના સરદારનગર વિસ્તારમાં પરિણીતાને તેનો પતિ શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. પરિણીતાનો પતિ ઘરે આવીને તેની સાથે બિભત્સ વર્તન કરવા લાગ્યો હતો. જો કે, પરિણીતાએ ના પાડતા ઉશ્કેરાઈને ગંદી ગાળો બોલી અને માર માર્યો હતો. એટલું જ નહીં, પટ્ટા વડે મોઢાના ભાગે તેમજ અન્ય જગ્યાએ માર માર્યો હતો. તેટલું જ નહીં, ચાકુ લઈને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તેથી પરિણીતા ઘરેથી નીકળી જઇને સમગ્ર ઘટનાની જાણ તેના ભાઈને કરી હતી અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
પતિએ લગ્નના વર્ષ બાદ ત્રાસ આપવાનું શરૂ કર્યુ
સરદારનગર ઇન્દિરા બ્રિજ પાસે રહેતી એક પરિણીતાએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે, લગ્નના એક વર્ષ સુધી તેના પતિએ તેને સારી રીતે રાખી હતી અને ત્યારબાદ તેનો પતિ નાની નાની વાતોમાં હેરાન-પરેશાન કરવા લાગ્યો હતો. ઘરના કામકાજમાં પણ મેણાં-ટોણાં મારીને તેને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. જો કે, પરિણીતા તેના પુત્રના સારા ભવિષ્ય માટે આ ત્રાસ સહન કરતી હતી.’
વધુમાં તેઓ જણાવે છે કે, ‘ગત 15મી જાન્યુઆરીએ રાત્રીના દસેક વાગ્યાની આસપાસ તેનો પતિ ઘરે આવીને તેની સાથે બીભત્સ વર્તન કરવા લાગ્યો હતો. પરિણીતાએ ના પાડતા ઉશ્કેરાઇને ગંદી ગાળો બોલી હતી અને માર મારવા લાગ્યા હતા. એટલું જ નહીં, પટ્ટા વડે મોઢાના ભાગે તેમજ અન્ય જગ્યાએ માર માર્યો હતો. તેટલું જ નહીં, ચાકુ લઇને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. જેથી ડરના કારણે પરિણીતા ઘરેથી નીકળી જઇને ઇન્દિરા બ્રિજ જતી રહી હતી.’
પતિ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી
ફરિયાદમાં આગળ જણાવે છે કે, ‘પરિણીતાના ભાઇને આ બાબતની જાણ થતાં તે સવારે નવ વાગ્યાની આસપાસ ત્યાં આવ્યો હતો. જેથી પરિણીતાએ તેના પતિની હેરાનગતિની જાણ તેના ભાઇને કરી હતી. જો કે, તેને મારના કારણે શરીરના ભાગે ઇજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવી હતી અને બાદમાં આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પરિણીતાના પતિ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.’ ત્યારે પોલીસે પણ આ મામલે વધુ કાર્યવાહી શરૂ કરી છે.