અમદાવાદ: શહેરમાં (Ahmedabad) રહેતી એક યુવતીનો (married woman) એક જ વર્ષમાં ઘર સંસાર ભંગાણને આરે આવી ગયો છે. જ્યારે યુવતીના લગ્ન હતા ત્યારે જાન લઈને સાસરિયાઓ આવ્યા હતા. અચાનક જ સાસુની તબિયત બગડી અને પેરાલીસીસ એટેક આવ્યો હતો. ત્યાં લગ્નના બીજા જ અઠવાડિયે સસરાને અકસ્માત થતા ફ્રેક્ચર થતા સાસરિયાઓઓએ દોષ આ યુવતી પર નાખી તેને અપશુકનિયાળ ગણાવી હતી. આટલું જ નહીં પાંચ લાખ હોસ્પિટલનો ખર્ચ લાવવા દબાણ કરી ભુવા પાસે વિધિ કરાવવા દબાણ કરતા કંટાળીને યુવતીએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
શહેરના મણિનગર માં રહેતી 28 વર્ષીય યુવતીના લગ્ન સુરત ખાતે રહેતા યુવક સાથે વર્ષ 2021માં થયા હતા. લગ્ન બાદ આ યુવતી તેના સાસરે રહેવા ગઈ હતી. યુવતીના લગ્ન વખતે જ્યારે સામેવાળા જાન લઈને અમદાવાદ આવ્યા ત્યારે યુવતીની સાસુની અચાનક તબિયત લથડી હતી. તેઓને પેરાલીસીસ એટેક આવ્યો હતો. અમદાવાદની હોસ્પિટલમાં એકતરફ તેઓને દાખલ કરાયા ત્યાં બીજીબાજુ અન્ય પરિવારજનોની હાજરીમાં લગ્ન સંપન્ન થયા હતા.
યુવતીના લગ્નને એક અઠવાડિયા બાદ સસરાને અકસ્માત થયો તો તેઓને ફ્રેક્ચર થયું હતું. લગ્નના સમયે જ એકતરફ યુવતીની સાસુને બીમારી આવવી અને સસરાનો અકસ્માત થતા તેની નણંદ યુવતીને અપશુકનિયાળ માનવા લાગી હતી. આ નણંદ તેના ભાઈને કહેતી કે, ભાભીના પગલા સારા નથી તે અપશુકનિયાળ છે તેનાથી દૂર રહેજે. જેથી પતિ પણ આ વાતોને લઈને યુવતીને માનસિક શારીરિક ત્રાસ આપવા લાગ્યો હતો.
" isDesktop="true" id="1221548" >
યુવતીના પિતાએ લગ્નમાં 17 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છતાંય સાસરિયાઓ યુવતીની સાસુ અને સસરાનો હોસ્પિટલનો પાંચ લાખ ખર્ચ તેના પિતા પાસેથી લઈ આવવા દબાણ કરતા યુવતીએ પિયરમાંથી 2.70 લાખ લીધા હતા. છતાંય યુવતીમાં કોઈ દોષ છે અપશુકનિયાળ છે કહીને ભુવા પાસે વિધિ કરાવવા સાસરિયાઓ દબાણ કરવા લાગ્યા હતા. છતાંય સાસરિયાઓએ ત્રાસ યથાવત રાખતા આખરે મહિલાએ આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.