Home /News /ahmedabad /અમદાવાદ: જેઠ ભાભીનો હાથ પકડી રૂમમાં લઇ ગયો, ગમે ત્યાં અડ્યો - પતિએ કહ્યું, 'તલાક તલાક તલાક'

અમદાવાદ: જેઠ ભાભીનો હાથ પકડી રૂમમાં લઇ ગયો, ગમે ત્યાં અડ્યો - પતિએ કહ્યું, 'તલાક તલાક તલાક'

ત્રણ વાર તલાક બોલીને ઘરમાંથી કાઢી મૂકી હતી (પ્રતિકાત્મક તસવીર)

Ahmedabad news: યુવતીના પિતા ગરીબ હોય તેણે પૈસાની વ્યવસ્થા નહીં થઈ શકે તેવું જણાવતા સાસુ સસરા તેમજ પતિએ તેને ઢોર માર મારીને પૈસા લાવવા માટે દબાણ કર્યું હતું.

અમદાવાદ: શહેરના (Ahmedabad) વટવા વિસ્તારમાં રહેતી 23 વર્ષીય યુવતીએ (domestic violence) પતિ સામે ઘરેલુ હિંસાની તેમજ ત્રિપલ તલાકની અને જેઠ સામે છેડતીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ તેજ કરી છે. વટવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી 23 વર્ષીય યુવતીના લગ્ન વર્ષ 2018માં રીત રિવાજ મુજબ થયા હતા. લગ્ન બાદ યુવતી સાસરીમાં પતિ અને સાસુ સસરા તેમજ જેઠ સાથે રહેતી હતી. લગ્ન સમયે યુવતીના માતા પિતાએ દહેજમાં 5 તોલા સોનાના દાગીના તેમજ મોટરસાયકલ અને ઘરવખરીનો સામાન આપ્યો હતો. લગ્નના બે મહિના સુધી સાસરીયાઓએ તેને સારી રીતે રાખી હતી અને ત્યારબાદ સાસુ દ્વારા નાની-નાની બાબતોમાં ઝઘડો કરીને મારઝૂડ કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. સાસુ દ્વારા પતિને ચઢામણી કરવામાં આવતા પતિ દ્વારા પણ યુવતીને માર મારવામાં આવતો હતો.

યુવતીના પતિ દ્વારા પોતાની ફોરવ્હીલ ગાડીના હપ્તા ભરવા માટે પૈસા લઈ આવવાનું કહીને મારઝૂડ કરવામાં આવતા યુવતી પિતા પાસેથી ટુકડે ટુકડે 1.50 લાખ રૂપિયા લાવીને પતિને આપ્યા હતા. જે બાદ પણ સાસુ-સસરા દ્વારા વધુ પૈસાની માંગણી કરીને ઘરમાં રહેવું હોય તો રૂપિયા લાવવા પડશે તેવી ધમકી આપવામાં આવતી હતી. જેથી પોતાનો સંસાર બગડે નહી તે હેતુથી યુવતી અવાર નવાર પિતા પાસેથી પૈસા લાવીને સાસરીયાઓને આપતી હતી. તો ચાર મહિના અગાઉ યુવતીના પરિવારના તમામ સભ્યો બહાર ગયા હતા, તે સમયે જેઠ દ્વારા તેની એકલતાનો લાભ લઈને યુવતીનો હાથ પકડીને ખેંચીને તેના રૂમમાં લઈ ગયો હતો અને છાતી પર હાથ ફેરવવાનું શરૂ કર્યું હતું. જેથી યુવતી જેઠને ધક્કો મારીને પોતાના રૂમમાં જતી રહી હતી અને ઘરે પરિવારના સભ્યો આવતા આ બાબતે તેણે પતિને જાણ કરતા પતિએ શંકા કરીને ઝઘડો કરીને ઉલટાનું યુવતીને માર માર્યો હતો.

અમદાવાદના બ્રિજ પરથી 30 ફૂટ નીચે પડી કાર, ઘટનાસ્થળે જ બે મિત્રોના મોત

થોડાક સમય પહેલા યુવતીના પતિને ટેમ્પો લાવવાનો હોય તેણે યુવતીને પિતા પાસેથી એક લાખ રૂપિયા લઈ આવવા દબાણ કર્યું હતું. જોકે યુવતીના પિતા ગરીબ હોય તેણે પૈસાની વ્યવસ્થા નહીં થઈ શકે તેવું જણાવતા સાસુ સસરા તેમજ પતિએ તેને ઢોર માર મારીને પૈસા લાવવા માટે દબાણ કર્યું હતું. ૨૦ દિવસ પહેલા યુવતીનો પતિ તેને પિયરમાં મૂકી ગયો હતો. જે બાદ પતિને ઘરે લઈ જવાનું કહેતા પતિ ઘરે ન લઈ જતા અંતે યુવતી જાતે સાસરીમાં જતી રહી હતી. જ્યાં સાસરીયાઓએ એક લાખ રૂપિયાની માંગ કરી હતી.

ગુજરાતીઓ ફરીથી ધોધમાર વરસાદ માટે રહેજો તૈયાર

યુવતીના પતિએ તેને ગંદી ગાળો બોલી, હવે મને તારી જરૂર નથી અને મારે તને તલાક આપી દેવા છે, તેવું કહીને ત્રણ વાર તલાક બોલીને ઘરમાંથી કાઢી મૂકી હતી. સાસરિયાઓએ યુવતીને હવે પાછી ઘરમાં આવીશ તો તારા પિતા અને ભાઈને મારી નાખીશું તે પ્રકારની ધમકી આપી હતી. આ ઘટના અંગે યુવતીએ પતિ, સાસુ, સસરા અને જેઠ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રિપલ તલાક અને ઘરેલુ હિંસા સહિત છેડતીની કલમો હેઠળ ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરવાની તજવીજ તેજ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Married woman, અમદાવાદ, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन