Home /News /ahmedabad /

અમદાવાદ: "જા તારા યારનો ફોન આવ્યો" કહીને પતિએ પત્નીને માર્યો માર, થઇ ફરિયાદ

અમદાવાદ: "જા તારા યારનો ફોન આવ્યો" કહીને પતિએ પત્નીને માર્યો માર, થઇ ફરિયાદ

પ્રતિકાત્મક તસવીર

Ahmedabad News : મહિલા વીસી ચલાવતી હતી તે યુવક સાથે સંપર્ક રાખતા પતિ, પુત્ર અને યુવકનો પુત્ર આડા સબંધની શંકાઓ રાખીને ત્રાસ ગુજારતા હતા.

અમદાવાદ: શહેરમાં (Ahmedabad) રહેતી એક મહિલાને (married woman) વીસી ચલાવવા માટે એક યુવક સાથે સબંધ રાખવો ભારે પડ્યો છે. મહિલાને માત્ર કામ પૂરતો જ સબંધ હોવા છતાંય તે યુવકનો પુત્ર, મહિલાનો પુત્ર અને પતિ આડા સબંધની શંકાઓ રાખી બબાલ કરતા હતા. જેથી મહિલાએ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

શહેરના ગોમતીપુરમાં રહેતી 38 વર્ષીય મહિલા તેના પરિવાર સાથે રહે છે. ચારેક વર્ષ પહેલા તે વીસી ચલાવતી હોવાથી રખિયાલ ખાતે રહેતા એક યુવક કે જેની વીસી પણ આ મહિલા ચલાવતી હોવાથી વીસીના પૈસા લેવા માટે તેની સાથે સંપર્ક રાખતી હતી. આ યુવકના પુત્રએ મહિલા અને તેના પિતા વચ્ચે આડા સંબંધ હોવાનો વહેમ રાખ્યો હતો. મહિલાના પતિને અવારનવાર ફોન કરી તેના વિશે ચડામણી કરતો હતો. જેથી મહિલાના પતિ પણ આ મહિલા ઉપર શંકાઓ રાખી તેને બદનામ કરી ઝઘડો કરતા હતા. જેથી મહિલા કંટાળીને પતિથી છેલ્લા 15 દિવસથી અલગ રહી તેના માતાના ઘરે જતી રહી હતી.

જાણો ગુજરાતમાં ત્રણ દિવસ ક્યાં પડશે સાંબેલાધાર વરસાદ

ગત શુક્રવારે મહિલાના દીકરાની પત્ની આ મહિલાને લેવા માટે આવી હતી. આ દરમિયાન મહિલાના પતિ ઉપર વીસીવાળા યુવકના પુત્રનો ફોન આવ્યો હતો અને કહ્યું કે, મારા પિતા ઘરે હાજર નથી તારી પત્ની ઘરે હાજર છે કે મારા પિતા સાથે ફરવા ગઈ છે તેમ કહી બબાલ કરી હતી. જેથી મહિલાનો પતિ તારી માતાએ તને રાખી નહીં તેમ કહી ગાળો આપી બબાલ કરવા લાગ્યો હતો.

ગુજરાત યુનિવર્સિટીમાં શરૂ થશે 8 નવા દરિયાઈ ખેતીના કોર્સ

આ દરમિયાન મહિલાએ જે દરજીને કપડાં સિવડાવવા આપ્યા હતા. તે દરજીનો ફોન આવતા મહિલાનો પતિ કહેવા લાગ્યો કે, તારા યારનો ફોન આવ્યો તેમ કહી બબાલ કરી મહિલાને માર માર્યો હતો. આ વખતે મહિલાનો દીકરો પણ ઘરમાં હાજર હોવાથી મહિલાના પતિએ તું તારી માતાને કઈ બોલતો કેમ નથી? તારી માતા કાલે હોટલમાં ગઈ અને આજે પણ હોટલમાં જવાની છે તેમ કહી ઉશ્કેરણી કરતા મહિલાના પુત્ર અને પતિએ લાફા માર્યા અને ઘરમાંથી ચપ્પુ લઈ મારવા આવતો હતો.

સમગ્ર બાબતને લઈને મહિલાએ પોલીસને જાણ કરતા પોલીસે આ અંગે મહિલાના પતિ તેનો દીકરો અને યુવક મિત્રના પુત્ર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, ગુજરાત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन