Home /News /ahmedabad /Ahmedabad News: વકીલ સાથે અફેરની શંકાએ પતિએ પત્નીને આખી રાત પટ્ટાથી ફટકારી, મહિલાએ ત્રાસીને કરી ફરિયાદ

Ahmedabad News: વકીલ સાથે અફેરની શંકાએ પતિએ પત્નીને આખી રાત પટ્ટાથી ફટકારી, મહિલાએ ત્રાસીને કરી ફરિયાદ

અમદાવાદ નરોડા પોલીસ સ્ટેશન

Ahmedabad News: 'વકીલ મને જબરદસ્તી કરે છે' તેવું લખાણ લખી દબાણથી પત્ની પાસે પતિએ સહી કરાવી લીધી હતી.

અમદાવાદ: શહેરના એક પોલીસ સ્ટેશનમાં પત્નીએ પતિ સામે ફરિયાદ નોંધાવી છે. યુવતી જે વકીલને ત્યાં નોકરી કરતી હતી તે વકીલ સાથે આડા સંબંધ હોવાની શંકા રાખી પતિએ ઝગડો કર્યો. આ સાથે પતિએ આખી રાત પટ્ટાથી માર માર્યો હતો. વકીલ તેને જબરદસ્તી કરે છે તેવા લખેલા લખાણ પર પરાણે સહી કરાવી આખી રાત બબાલ કરી પટ્ટાથી માર મારી સવારે પાંચ વાગ્યા સુધી માર માર્યો હતો. જેથી યુવતીએ ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી છે.

નરોડા માં રહેતી 22 વર્ષીય યુવતી એડવોકેટ ના ત્યાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરે છે. વર્ષ 2019 માં જ આ યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદથી જ યુવતીને તેનો પતિ ત્રાસ આપી માર મારવા લાગ્યો હતો. યુવતી ઘરખર્ચ ના પૈસા માંગે તો પણ તેનો પતિ ફટકારતો હતો. બે દિવસ પહેલા જ યુવતી તેના પતિ સાથે ઘરે હાજર હતી. ત્યારે અચાનક જ તેના પતિએ જે વકીલના ત્યાં નોકરી કરે છે તેની સાથે આડા સબન્ધ છે કહીને યુવતી સાથે બબાલ શરૂ કરી હતી. આવી શંકાઓ ન રાખવાનું યુવતીએ તેના પતિને કહેતા પતિએ કમરમાં પહેરેલો પટ્ટો કાઢી પત્નીને ફટકારી હતી.

બાદમાં પતિએ એક ચિઠ્ઠી પર આ યુવતી પાસે સહી જબરદસ્તી થી કરાવી લીધી હતી. જેમાં લખ્યું હતું કે હું જે વકીલના ત્યાં જવું છું તે મારી સાથે જબરદસ્તી કરે છે, અને આ ચિઠ્ઠી પોતાની પાસે રાખી લઈ હવે વકીલને ફસાવી દઈશ તેમ કહી ધમકી આપી હતી. આખી રાત સવાર ના પાંચ વાગ્યા સુધી પતિએ પત્નીને પટ્ટા થી ફટકારી અને ઘરેથી નીકળી ગયો હતો. ઘરમાંથી નીકળતી વખતે પતિ બોલતો ગયો કે ઘરે આવું ત્યાં સુધીમાં નીકળી જજે. જેથી કંટાળી પતિને આ અંગે પતિ સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Married woman, અમદાવાદ, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन