Married woman extra marital affairs : આરોપીએ લગ્નની લાલચ આપી યુવતીને અને તેની પુત્રીને રાખવાનો વાયદો કરી અલગ અલગ હોટલો અને ઘરમાં અનેકવાર શારીરિક સંબંધ બાંધ્યા.
અમદાવાદ: શહેરમાં (Ahmedabad) રહેતી એક યુવતીને લગ્નની (married woman) લાલચ આપી પ્રેમીએ હોટલોમાં તથા ઘરે અવારનવાર અનેક વખત બળાત્કાર (molest married woman) ગુજાર્યો હતો. આરોપીએ યુવતીને લગ્ન કરવાની લાલચ આપી પતિથી છૂટાછેડા લેવાની વાત કરતા યુવતી (extra marital affairs) પ્રેમી માટે અલગ રહેવા લાગી હતી. આ લવ સેક્સ ઔર ધોખાના (Love Sex dhokha) કિસ્સામાં યુવતીએ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતી 31 વર્ષીય યુવતી છેલ્લા એક મહિનાથી તેની દીકરી સાથે રહે છે. આ યુવતીના લગ્ન 12 વર્ષ પહેલા એક યુવક સાથે થયા હતા. ત્યારબાદ આ યુવતી તેના સાસરે રહેવા ગઈ હતી. આ યુવતીના મકાનની સામે દીપક મકવાણા તેના પરિવારના સભ્યો સાથે રહેતો હતો. આ યુવતી અને દીપક વચ્ચે સોસાયટીમાં અવારનવાર કોઈ પણ પ્રસંગે મુલાકાત થતી હતી. જેથી બંને વચ્ચે નંબરની આપ-લે થઈ હતી. ત્યારબાદ દીપક અને યુવતી વચ્ચે મિત્રતા થતા ચારેક મહિના સુધી તેઓએ એકબીજા સાથે ફોન પર વાતચીત કરી હતી.
આ દરમિયાન બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. થોડા સમય બાદ દીપકે આ યુવતીને ચાંદખેડા ખાતે આવેલી એક હોટલમાં મળવા બોલાવી હતી. જ્યાં એક રૂમમાં બંને જણા મળ્યા હતા. ત્યાં દીપકે આ યુવતીને હું તને બહુ પ્રેમ કરું છું તું તારા પતિથી છૂટું લઈ લે અને તારી દીકરી ને જિંદગીભર સાચવીશ. તેમ કહી લગ્ન કરવાની વાતો કરી યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ આ યુવક અને યુવતી બંને અલગ અલગ હોટલોમાં મળવા લાગ્યા હતા.
આ તમામ મુલાકાત દરમિયાન દીપક યુવતી સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. બે મહિના પહેલા યુવતીના પતિને દિપક સાથેના પ્રેમ સંબંધની જાણ થતા પતિ પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી. જેની જાણ યુવતીએ દીપકને કરતા તેણે જણાવ્યું કે, તું ચિંતા કરીશ નહીં. હું તારી સાથે લગ્ન કરીશ અને તારી દીકરીને લઈ જઈશ અને સાચવીશ. પહેલા તું તારા પતિથી છૂટાછેડા લઈ લે. જેથી દીપકના કહ્યા મુજબ યુવતી તેની દીકરીને લઈને તેના પિયર જતી રહી હતી અને તેની માતાને દીપક સાથેના સંબંધની જાણ કરી પતિ સાથે છૂટાછેડા લેવાના પ્રયત્નો ચાલુ કર્યા હતા.
ત્યારબાદ દીપકે એક દિવસ આ યુવતીને ચાંદખેડા ખાતે એક હોટલમાં બોલાવી હતી અને ત્યાં કહ્યું કે તું તારી દીકરીને લઈને ચાંદખેડા અલગ રહેવા માટે આવી જા હું તમને બંનેને સાચવીશ આમ કહીને દીપકે આ યુવતી સાથે ફરી એકવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. બાદમાં યુવતી ત્રાગડ ખાતે ભાડેથી મકાન લઈ રહેવા લાગી હતી. જ્યાં દર રવિવારે દીપક આવીને શરીર સંબંધ બાંધી જતો રહેતો હતો. થોડા દિવસ પહેલા રાત્રે દીપકે આ યુવતીને કહ્યું કે, હું તારી સાથે કોઈ સંબંધ રાખવા માગતો નથી તું મને ભૂલી જા તેવું ફોન પર કહી ફોન બંધ કરી દીધો હતો. જેથી યુવતી દિપકના ન્યુ સીજી રોડ ખાતે આવેલા મકાન ખાતે પહોંચી હતી.
જ્યાં યુવતી ને દીપક તથા તેના માતા પિતા સાથે સંબંધ બાબતે બોલાચાલી ઝઘડો થયો હતો. આ મામલો ચાંદખેડા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પરંતુ યુવતી એકલી હોવાથી ગભરાઈ ગઈ હતી અને પોલીસ ફરિયાદ કરી નહોતી.
બાદમાં યુવતી પોતાના ઘરે જતી રહી હતી અને આખી રાત દિપકે લગ્ન કરવાની તથા દીકરીને સાચવવાની લાલચ આપી અનેક વખત શોષણ કરી શારીરિક સંબંધ બાંધી તરછોડી દીધી હોવાની વાતથી યુવતીને મનમાં લાગી આવતા યુવતીએ જૂની ગાયનેકની દવા ખાઈ લીધી હતી. ત્યારબાદ યુવતીએ તેના પતિને વોટ્સએપ મેસેજ કરી જણાવ્યું કે, આપણી દીકરીને સાચવજો હું આ દુનિયા છોડીને જાઉં છું. ત્યારબાદ યુવતી અર્ધ બેભાન અવસ્થામાં સરી પડી હતી.
બાદમાં યુવતીના માતા પિતા આવતા અર્ધ બેભાન હાલતમાં યુવતીને જોતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં પોલીસને આ ઘટનાની જાણ થતા યુવતીએ દીપક મકવાણા સામે પાંચેક વર્ષથી જુદી જુદી હોટલોમાં તથા ઘરે શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજારી શારીરિક શોષણ કર્યું હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.