અમદાવાદ (Ahmedabad) ના કોટ વિસ્તારમાં એક આધેડે શરમ નામની હદ પાર કરી દીધી - પરિણીત યુવતીએ કારંજ પોલીસ (Karanj Police) સ્ટેશનમાં છેડતી (molestation) ની ફરિયાદ નોંધાવી
અમદાવાદ : શહેરના કોટ વિસ્તારમાં એક યુવતી જ્યારે તેના ઘરે એકલી હતી ત્યારે ઘર પાસે રહેતો અને તેના પિતાની ઉંમરનો એક વ્યક્તિ તેના ઘરમાં ઘૂસી ગયો હતો. આ યુવતી રસોડામાં કામ કરતી હતી ત્યાં જઈ તેનો હાથ પકડી ગાલ ખેંચી તેને ફ્લાઈંગ કીસ કરી હતી. બાદમાં તે સસરાને ઘડિયાળ આપવા આવ્યો હોવાનું કઈ યુવતીનો હાથ પકડી ઘડિયાળ તેના હાથમાં મૂકી સ્પર્શ કરીને છેડતી કરી હતી. ગભરાઈ ગયેલી યુવતીએ સસરા અને પતિને આ ફરિયાદ કરતા આખરે પોલીસ ફરિયાદ કરાતા કારંજ પોલીસે આ અંગે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.
શહેરના કારંજ વિસ્તારમાં રહેતી 23 વર્ષીય યુવતી તેની દીકરી અને પતિ તથા સાસુ સસરા સાથે રહે છે. શનિવારે આ યુવતી તેના ઘરે હાજર હતી ત્યારે બપોરે તેના ઘર પાસે રહેતો રાજુ ઉર્ફે અડ્ડા ઘરે આવ્યો હતો અને ઘરની બહાર ઉભા રહી યુવતીની સાસુ વિશે પૂછતા યુવતીએ સાસુ બહાર ગયા છે પછી આવજો તેમ કહ્યું હતું. આ વાતચીત દરમિયાન યુવતીને આ શખ્સની નિયત સારી લાગી નહોતી જેથી યુવતીએ વાત કરી તેને ત્યાંથી રવાના કર્યો હતો. 15 મિનિટ પછી આ શખ્સ ફરી યુવતીના ઘરે આવ્યો અને યુવતીની સાસુ વિશે પૂછતાં સાસુ હજુ આવ્યા નથી પછી આવજો તેમ કહેતા તે ફરી જતો રહ્યો હતો. આ શખ્સ ફરી 15 મિનિટ પછી આવ્યો અને ઘરમાં ઘૂસી ગયો હતો.
બાદમાં ઘરનો દરવાજો અંદરથી બંધ કરીને યુવતી રસોડામાં કામ કરતી હતી ત્યારે તેની પાસે આવી તેના ગાલ દબાવી ફ્લાઈંગ કીસ આપતા યુવતી ગભરાઈ ગઈ હતી. ગભરાઈ ગયેલી યુવતી હજુ કઈ બોલે તે પહેલા આ શખશે એક કાંડા ઘડિયાળ બતાવી યુવતીના હાથમાં મૂકી તેના સસરા માટે લાવ્યો છે, તેમ કહી યુવતીને સ્પર્શ કરી છેડતી કરી હતી. ત્યારે યુવતીએ આ શખ્સને મારા બાપની ઉંમરના થઈને તમે આવી હરકત કરો છો અહીંથી જતા રહો તેવું કહેતા રાજુ નામનો આ વ્યક્તિ પોતાનું પેન્ટ ઉતારી પ્રાઇવેટ પાર્ટ આ યુવતીને બતાવતા તે ડરી ગઈ હતી. જેથી યુવતીએ ધક્કો મારીને આ શખ્સને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં આ યુવતી રડતા રડતા ઘર નજીક પાન પાર્લર પર તેના સસરા બેઠા હતા ત્યાં જઈને તેમને સમગ્ર બાબત જણાવી હતી. બાદમાં યુવતીએ તેના પતિ અને મામા સસરા ને આ બાબતે વાત કરતા યુવતી એ પોલીસ ફરિયાદ કરતા પોલીસે રાજુ નામના વ્યક્તિ સામે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર