Home /News /ahmedabad /OMG! 'તું પણ તારા પપ્પા જેવી પાગલ છે', પત્નીને પિયરમાંથી તેડી જવા પતિએ માનસિક રોગ અંગે ડોક્ટરનું NOC સર્ટી માંગ્યું
OMG! 'તું પણ તારા પપ્પા જેવી પાગલ છે', પત્નીને પિયરમાંથી તેડી જવા પતિએ માનસિક રોગ અંગે ડોક્ટરનું NOC સર્ટી માંગ્યું
ભાવેશનો પત્ની શિલ્પા સાથે અવારનવાર ઝઘડો કરતો (પ્રતિકાત્મક તસવીર)
Ahmedabad Crime News: પરિણીતાને તેના પતિએ લાફો મારીને કહ્યું કે તું પણ તારા પપ્પા જેવી પાગલ છે, તું માનસિક રોગ અંગેનું ડોકટરનું એનઓસી સર્ટિફિકેટ લઈ આવ પછી જ તને પિયરમાંથી તેડી જઈશ.
અમદાવાદ: અમદાવાદ શહેરના (Ahmedabad) બાપુનગર વિસ્તારમાં રહેતી એક પરિણીતાને (married woman) પતિ અને સાસુ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ (Mental torture) આપતા હોવાનો બનાવ સામે આવ્યો છે. પરિણીતાને તેના પતિએ લાફો મારીને કહ્યું કે તું પણ તારા પપ્પા જેવી પાગલ છે, તું માનસિક રોગ અંગેનું ડોકટરનું એનઓસી સર્ટિફિકેટ લઈ આવ પછી જ તને પિયરમાંથી તેડી જઈશ. જો કે પરિણીતાએ પોલીસ ફરિયાદ (police complaint) નોંધાવતા જ પોલીસ એ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
બાપુનગર વિસ્તાર માં રહેતી પરિણીતા એ વર્ષ 2017માં લગ્ન કર્યા હતા. જો કે લગ્નના એક વર્ષ સુધી તેના પતિ અને સાસુને તેને સારી રીતે રાખેલ હતી. જોકે તેના પતિને દારૂ પીવાની કુટેવ હોવાથી પરિણીતા એ આ ટેવ છોડી ઘરમાં સારી રીતે રહેવા માટે કહ્યું હતું. પંરતુ તેના પતિ એ તેને કહ્યું કે હું તો આવી રીતે જ રહીશ તને ના ફાવતું હોય તો તું તારા પિયર જઈ શકે છે.
તેના પતિ અને સાસુ નાની નાની બાબતોમાં તેની સાથે બોલાચાલી કરીને ઝઘડો કરી ત્રાસ આપતા હતા. એટલું જ નહિ ઘરકામ મામલે પણ તારા માં બાપ એ કામ શીખવાડ્યું નથી તેમ કહીને મેણા ટોણા મારતા હતા. પરિણીતાની તબિયત સારીના હોવાથી તેના પતિએ તેને પિયરમાં જવા માટે અને તબિયત સારી થઈ જાય પછી તેડી જવા માટે કહ્યું હતું.
જો કે તબિયત સારી થઈ જતાં પરિણીતા એ તેના પતિને લઈ જવા માટે કહ્યું તો તેના પતિ એ તેને કહ્યું કે તું પણ તારા પપ્પા જેવી પાગલ છે, તું માનસિક રોગ અંગેનું ડોકટરનું એન ઓ સી સર્ટિ. લઈ આવ પછી જ તને પિયરમાંથી તેડી જઈશ.
ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં (Ahmedabad News) ફરી એજ વાર પતિ પત્ની ઔર વોનો (Pati Patni aur woh) કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. પતિ પત્નીએ પ્રેમ લગ્ન કર્યા (marriage) પણ પત્નીને 12 વર્ષે તેના પતિના પ્રેમ પ્રકરણની (love affair) જાણ થઈ હતી. એક દિવસ બને ઘરમાંથી જ રંગેહાથ ઝડપાયા હતા. પહેલા જ્યારે પતિ માનસિક ત્રાસ આપવા લાગ્યો હતો ત્યારે દીકરી સાથે યુવતી એકલી રહેવા જતી રહી હતી.
" isDesktop="true" id="1185275" >
ખર્ચને એકલા હાથે ન પહોંચી વળતા તે પતિના ઘરે ગઈ ત્યારે પતિ પ્રેમિકા (husband caught with girlfriend) સાથે પકડાયો હતો. સમગ્ર બાબતની પોલીસને જાણ થતાં પોલીસે આ મામલે ગુનો નોંધી પતિ પત્ની ઔર વો ના કિસ્સાની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.