Home /News /ahmedabad /Ahmedabad News: સરદારનગરમાં 20 વર્ષીય યુવતી સાથે પરિણીત યુવકનું અનેકવાર દુષ્કર્મ, ફરિયાદ નોંધાવી

Ahmedabad News: સરદારનગરમાં 20 વર્ષીય યુવતી સાથે પરિણીત યુવકનું અનેકવાર દુષ્કર્મ, ફરિયાદ નોંધાવી

સરદારનગર પોલીસ સ્ટેશન, અમદાવાદ - ફાઇલ તસવીર

Ahmedabad News: અમદાવાદના સરદારનગર વિસ્તારમાં 20 વર્ષીય યુવતી પર એક પરિણીત યુવકે લગ્નની લાલચે અનેકવાર દુષ્કર્મ આચર્યુ છે. ત્યારે યુવતીએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

અમદાવાદ: શહેરના સરદારનગરમાં 20 વર્ષીય યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. કંપનીમાં જોડે કામ કરતા યુવકે લગ્નની લાલચે શારીરિક સંબંધ બાંધ્યા અને દગો કર્યો હતો. યુવતીને ત્રણ વાર ગર્ભ રહી જતા ગર્ભપાત પણ આરોપીએ કરાવ્યો હતો. પરિણીત પ્રેમીએ પત્નીને છૂટાછેડા આપી લગ્ન કરવાની લાલચ આપી હતી. પણ અંતે લગ્ન ન કરી છેતરતા યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

કંપનીમાં બંને સાથે કામ કરતા હતા


શહેરના કુબેરનગરમાં રહેતી 20 વર્ષીય યુવતી બે વર્ષ પહેલાં નરોડામાં પાણીની કંપનીમાં પાણીની બોટલ ભરવાની નોકરી કરતી હતી. ત્યારે ત્યાં પાણીની બોટલો લાવવા લઈ જવાની ગાડીમાં ડ્રાઇવર તરીકે કામ કરતો ચવાજી નામના યુવક સાથે આ યુવતીની ઓળખાણ થઈ હતી. બાદમાં બંને વચ્ચે અવારનવાર વાતચીત થતી હતી. ત્યારબાદ યુવક ચવાજીએ યુવતીને કહ્યુ હતુ કે, હું તને પ્રેમ કરું છું અને તારી સાથે લગ્ન કરીશ તેવી વાતચીત કરી હતી. યુવતીએ પણ લગ્ન ન કર્યા હોવાથી યુવકને હા પાડી હતી. ત્યારબાદ બંને વચ્ચે નિકટતા વધતી ગઈ હતી અને એકાંતની પળો માણતા હતા.


અવારનવાર બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયા હતા


ત્યારબાદ એક દિવસ ચવાજી આ યુવતીને નાના ચિલોડા પાસેની એક હોટેલમાં લઈ ગયો હતો. ત્યાં તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. બે વર્ષથી અવારનવાર લગ્ન કરવાની લાલચે આરોપીએ યુવતી સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. જેને કારણે યુવતીને ત્રણવાર ગર્ભ પણ રહી ગયો હતો. ત્યારે આરોપી યુવકે દેશી ઉપચારથી યુવતીનો ગર્ભ પડાવી દીધો હતો. ત્યારબાદ યુવકે યુવતીને કહ્યુ હતુ કે, મારા લગ્ન થઈ ગયા છે, હવે લગ્ન નહીં કરું. આમ કહી બોલાચાલી કરી હતી. ત્યારે યુવતીએ યુવક સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને હાલ પોલીસે પણ આ મામલે કાર્યવાહી હાથ ધરી છે.
Published by:Vivek Chudasma
First published:

Tags: Ahmedabad crime news, Ahmedabad police

विज्ञापन
विज्ञापन