Home /News /ahmedabad /

અમદાવાદ: લગ્નની લાલચે પરિણીત પુરુષે મહિલા સાથે અવારનવાર બાંધ્યો શારીરિક સબંધ અંતે તરછોડી

અમદાવાદ: લગ્નની લાલચે પરિણીત પુરુષે મહિલા સાથે અવારનવાર બાંધ્યો શારીરિક સબંધ અંતે તરછોડી

પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરી (પ્રતિકાત્મક તસવીર)

Ahmedabad News: માતા-પિતા સાથે અમરાઈવાડી વિસ્તારમાં રહે છે. આ મહિલાને તેની જ ચાલીની બાજુમાં રહેતા પરિણીત પુરુષ સાથે ઓળખાણ થઈ હતી અને બંને ચોરી છૂપીથી  મળતા હતા.

અમદાવાદ: શહેરના (Ahmedabad) અમરાઈવાડી વિસ્તારમાં રહેતી એક મહિલાને તેની બાજુમાં રહેતા પરિણીત પુરુષ (married male cheat woman) સાથે પ્રેમ સંબંધ રાખવો ભારે પડ્યો છે. બંને અવાર નવાર ચોરી છૂપીથી મળતા હતા. આ યુવકે લગ્ન કરવાની લાલચ આપીને મહિલા સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. જોકે, ત્યારબાદ લગ્ન ન કરતા અમરાવાડી પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ મહિલાએ ફરિયાદ નોંધાવી છે.

અમરાઇવાડીમાં રહેતી 44 વર્ષીય મહિલાએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે. તેઓ તેમની માતા સાથે રહે છે. વર્ષ 1998માં તેના લગ્ન થયા હતા અને  લગ્ન જીવન દરમિયાન એક દીકરી છે. જોકે, પતિ સાથે મનદુઃખ થતા મહિલાએ વર્ષ 2012માં છૂટાછેડા લીધા હતા. અને ત્યારથી જ માતા-પિતા સાથે અમરાઈવાડી વિસ્તારમાં રહે છે. વર્ષ 2011માં આ મહિલાને તેની જ ચાલીની બાજુમાં રહેતા પરિણીત પુરુષ સાથે ઓળખાણ થઈ હતી અને બંને ચોરી છૂપીથી  મળતા હતા.

આ પણ વાંચો: રાહુલજી ગુજરાત આવે તો ચિંતા હોય કે કઇ ચિકન સેન્ડવીચ આપવી

આરોપીએ  મહિલાની  દીકરીને સાથે રાખી જિંદગી પૂરી કરશે તેમજ લગ્ન કરશે  તેવી લાલચ આપી અવર નવાર મળવા બોલાવી શારીરિક સંબંધ રાખતો હતો. જ્યારે પણ મહિલા લગ્નની વાત કરે ત્યારે થોડા સમયમાં લગ્ન કરી લેશે તેમ કહીને બળ જબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધતો હતો

આ પણ વાંચો : IAS અને સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર કે. રાજેશના ઘરે  દરોડા

એક દિવસ મહિલા તેના પિતાના ઘરેથી કપડાં લઈને નીકળીને પ્રેમી યુવકને  ફોન કરી તેની સાથે રાખવાની વાત કરતા તેણે રાખવાની ના પાડી દીધી હતી. જો તેના ઘરે આવશે કે, ફરીયાદ કરશે તો પોતે મરી જશે તેવી ધમકી મહિલાને આપી હતી. આમ વારંવારની ધમકી અને વાયદાથી કંટાળી  પ્રેમી યુવક વિરુદ્ધ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં મહિલાએ ફરીયાદ નોંધાવી છે.

હાલમાં પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, ગુજરાત, છેતરપિંડી

આગામી સમાચાર