Home /News /ahmedabad /અમદાવાદના સોલાની હોટેલમાં રોકાયેલી પરિણીત યુવતીનું રહસ્યમય મોત, અન્ય યુવક સાથે નશામાં ધૂત હતી
અમદાવાદના સોલાની હોટેલમાં રોકાયેલી પરિણીત યુવતીનું રહસ્યમય મોત, અન્ય યુવક સાથે નશામાં ધૂત હતી
નશામાં ધૂત યુવક અને યુવતી સોલાની આ હોટેલમાં રોકાયા હતા.
Ahmedabad News: અમદાવાદના સોલા વિસ્તારમાં એક પરિણીત યુવતી અન્ય યુવક સાથે હોટેલ લોન્ગ સ્ટેમાં જાય છે અને ત્યારબાદ યુવતી કોઈ ગોળી લે છે અને તેનું મોત નીપજે છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
અમદાવાદઃ શહેરના સોલા વિસ્તારની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. હોટેલમાંથી એક યુવતી હોસ્પિટલ પહોંચી હતી અને ત્યાં તેનું રહસ્યમય મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આ મામલે તપાસ હાથ ધરી હતી.
યુવતી અને યુવક નશામાં હતા
પ્રાથમિક તપાસ બાદ મળતી માહિતી પ્રમાણે, યુવતી સોલા વિસ્તારમાં આવેલી હોટેલ લોન્ગ સ્ટેમાં એક યુવક સાથે આવી હતી અને બંને નશામાં હતા. જો કે, નશા બાદ યુવતીએ કોઈ ગોળી ખાધી હતી અને ત્યારબાદ તેનું મોત નીપજ્યું હતું. આ ઉપરાંત આ 30 વર્ષીય યુવતી પરિણીત હોવા છતાં કોઈ અન્ય યુવક સાથે હોટેલમાં આવી હોવાનો ખુલાસો થયો હતો. યુવતી અને યુવક બંને અમદાવાદના જુહાપુરા વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તે બંને રૂમમાં આવ્યા બાદ યુવતીએ ગોળી ખાધી હતી અને ત્યારબાદ તેની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, મરનાર યુવતીના પતિએ પોલીસને ઉંઘની ગોળીઓ ખાધા હોવાની વાત કરી હતી. આ મામલે હજુ ઘણાં સવાલો ઊભા છે. ત્યારે પોલીસે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી.
વડોદરાના યુવકનું પણ રહસ્યમય મોત થયું હતું
વડોદરાના ન્યૂ સમા રોડ પર રાધાકૃષ્ણ ફ્લેટમાં એક યુવકનું મોત રહસ્યમય સંજોગોમાં થયું છે. આ યુવાનનું મોત કેફી પદાર્થના ઓવરડોઝના કારણે થયું હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. આર્મીના નિવૃત્ત અધિકારીના 31 વર્ષના પુત્ર વિવેક અશોકકુમાર કરણ અમદાવાદની ખાનગી કંપનીમાં એચઆર હેડ તરીકે કામ કરતો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃતકના શરીરમાં નશાકારક દ્રવ્ય, ઝેરી પ્રવાહી અને ડ્રગ્સની હાજરી મળી આવી હતી. હાલ આ અંગે સમા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જોકે, આ સમાચાર મળતાની સાથે માતા પિતાના પગ નીચેથી જાણે જમીન ખસી ગઇ હતી.