Home /News /ahmedabad /આણંદમાં સામે આવ્યું લગ્ન નોંધણીનું કૌભાંડ, ગામની વસ્તી કરતા વધુ રજીસ્ટ્રેશન થતાં ફૂટ્યો ભાંડો

આણંદમાં સામે આવ્યું લગ્ન નોંધણીનું કૌભાંડ, ગામની વસ્તી કરતા વધુ રજીસ્ટ્રેશન થતાં ફૂટ્યો ભાંડો

જિલ્લા વિકાસ અધિકારીને સમગ્ર મામલાની જાણ થતાં તેમણે તપાસનાં આદેશ આપ્યા હતાં.

Marriage Registration Scam: અરવિંદ મકવાણાએ રેલ, વલ્લી તેમજ ખાખસર આ 3 ગામો તલાટીની ફરજ દરમિયાન ગામની કુલ વસ્તી કરતા વધુ લગ્નની નોંધણી કરી છે.

    દેશમાં અનેક પ્રકારના કૌભાંડોનો પર્દાફાશ થઇ ચૂક્યો છે ત્યારે ગુજરાતમાં એક અલગ પ્રકારના કૌભાંડનો ખુલાસો થયો છે, આણંદના તારાપુર તાલુકામાં લગ્ન નોંધણીનું કૌભાંડ સામે આવ્યું છે. ગામની વસ્તી કરતા લગ્નની નોંધણીની સંખ્યા વધુ માલુમ પડતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો છે.



    જિલ્લા વિકાસ અધિકારીને સમગ્ર મામલાની જાણ થતાં તેમણે તપાસનાં આદેશ આપ્યા હતાં, જેનાં પરિણામે તલાટીએ આ સમગ્ર કૌભાંડ કર્યાનું સામે આવ્યુ છે. આખરે ત્રણેય ગામમાં વર્ષો સુધી ફરજ બજાવતા તલાટીને સસ્પેન્ડ કરાયા છે. લગ્ન નોંધણી સર્ટિફિકેટમાં ગોટાળા કરીને આ કૌભાંડ આચરવા બદલ કડક કાર્યવાહી બાદ પોલીસ ફરિયાદની કાર્યવાહી પણ શરૂ હાથ ધરાઈ છે.

    આ પણ વાંચો- અમદાવાદ: ઢોર પકડવાની કામગીરી કરતા લોકોનો આક્ષેપ- કેટલાક લોકો ઢોરને ભગાડી દે છે

    અરવિંદ મકવાણાએ રેલ, વલ્લી તેમજ ખાખસર આ 3 ગામો તલાટીની ફરજ દરમિયાન ગામની કુલ વસ્તી કરતા વધુ લગ્નની નોંધણી કરી છે. તેમજ તેઓ સાઠ, જીણજ ગામમાં ફરજ બજાવતા ત્યારે તે ગામોમાં પણ વસ્તીની સરખામણીમાં લગ્નની નોંધણી વધુ જણાતા સમગ્ર પ્રકરણ આણંદ જિલ્લા સંકલન સમિતિમાં ચર્ચાયુ હતું. 1800થી વધુ લગ્ન નોંધણી સર્ટિમાં બોગસ પુરાવા ઉભા કરી ગેરરીતિ આચરી હોવાનુ ખુલતા તલાટીની કાળી કરતૂતો સામે કડક પગલા લેવામાં આવ્યા છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Anand, Anand News, આણંદ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन