અમદાવાદ: ગાંધીનગર (Gandhinagar) નજીક આવેલી સાંતેજ (Santej)ની ખાનગી શાળામાં શિક્ષક, સ્ટાફ અને વિદ્યાર્થીઓ સહિત 15 કેસમાં કોરોના (Corona Virus Case)ના લક્ષણ જણાતા સ્કૂલ સહિત શિક્ષણ તંત્ર એલર્ટ બન્યું છે. અને અઠવાડિયા માટે સ્કૂલ ઓનલાઇન કરવામાં આવી છે. બીજી તરફ ગાંધીનગર જિલ્લા શિક્ષણ અધિકારીએ આ મામલે તપાસ શરૂ કરી છે.
સાંતેજમાં આવેલી રેડબ્રિક્સ સ્કૂલમાં અભ્યાસ કરતા કેટલાકવિદ્યાર્થી, ટીચર્સ અને સ્ટાફ મેમ્બર સહિત 15થી વધુ લોકોને કોરોનાના લક્ષણ જોવા મળ્યા છે. સ્કૂલમાં એકસાથે આટલી મોટી સંખ્યામાં કેસ હોવાથી હાલ સ્કૂલમાં ઓફલાઇન વર્ગો બંધ કરી દેવાયા છે અને 6 ઓગસ્ટ સુધી ઓનલાઇન શરૂ કરવામાં આવી છે. જોકે સ્કૂલ તંત્ર આ કોરોના લક્ષણો નહી પરંતુ વાયરલ ઇન્ફેક્શન અને ડેન્ગ્યુના કેસ હોવાનું કહી રહી છે.
જોકે 1 ઓગસ્ટે વર્ગ ચાલ્યા હતા બાદમાં કોરોનાના લક્ષણ સાથે કેટલાક વિદ્યાર્થીઓને પોઝિટિવ આવ્યા હતા. ત્યાર બાદ સોમવારે સ્કૂલે વાલીઓને એક લેટર મોકલ્યો હતો. જેમાં 6 ઓગસ્ટ સુધી 1 થી 10 ધોરણ માટે ઓફલાઇન સ્ફુલ બંધ રહેશે અને સ્કૂલ ઓનલાઇન ચાલશે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સ્કૂલમાં ટીચર્સ,વિદ્યાર્થીઓ અને સ્ટાફના કેટલામાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા છે તો કેટલાક કોરોના પોઝિટિવ આવ્યા છે.
એક વાલીએ જણાવ્યુ હતું કે, સ્કૂલમાં કેટલાક સમયથી વિદ્યાર્થીઓ અને ટીચર્સમાં કોરોનાના લક્ષણ છે છતાં સ્કૂલે ઓફલાઇન સ્કૂલ ચાલુ રાખી હતી. સ્કૂલે વિદ્યાર્થીઓ માટે પહેલાથી જ નિર્ણય લઈ લેવાની જરૂર હતી. બીજી તરફ ગાંધીનગર DEO ભરત વાઢેરે જણાવ્યું હતું આ અંગે અમે તપાસ કરી છે. સ્કૂલે અમને 4 શિક્ષકો પોઝિટિવ આવ્યા હોવાનું જણાવ્યું છે છતાં અમારી ટીમ સ્કૂલ પર જઈને તપાસ કરશે.
મહત્વનુ છે કે કોરોનાના કેસ રાજ્યમાં પ્રમાણમાં કંટ્રોલમાં રહેતા હાલ લોકોમાં ડર ઓછો થયો છે તેવામાં હાલમાં કોરોનાના કેસ ગાંધીનગરની ખાનગી શાળામાં આવતા શિક્ષણ તંત્ર ફરી સતર્ક બન્યું છે.