માંડલ દલિત યુવકની હત્યા કેસઃ પોલીસે યુવતીના પિતરાઇ ભાઇની ધરપકડ કરી

ગાંધીધામનાં રહેવાસી હરેશ યશવંતભાઇ સોલંકીએ વરમોર ગામમાં રહેતી યુવતી સાથે આંતરજ્ઞાતીય પ્રેમ લગ્ન કર્યાં હતાં.

News18 Gujarati
Updated: July 10, 2019, 5:15 PM IST
માંડલ દલિત યુવકની હત્યા કેસઃ પોલીસે યુવતીના પિતરાઇ ભાઇની ધરપકડ કરી
માંડલ ગામે રહેંસી નંખાયેલા દલિત યુવક હરેશ સોલંકીની ફાઇલ તસવીર
News18 Gujarati
Updated: July 10, 2019, 5:15 PM IST
હરમેષ સુખડિયાઃ અમદાવાદ જિલ્લાના માંડલના વરમોર ગામમાં દલિત યુવકની હત્યા કેસમાં પોલીસે આરોપી હરિશ્ચંદ્રસિંહની ધરપકડ કરી છે. પકડાયેલો આરોપી યુવતીનો પિતરાઇ ભાઇ છે. આ ઉપરાંત પોલીસની ટીમો દ્વારા અન્ય આરોપીઓને પકડવાનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સુરેન્દ્રનગર અને ગાંધીનગરમાં પોલીસની ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસ દ્વારા 2 વ્યક્તિઓની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ વિધાનસભામાં આ મામલે સવાલ ઉઠાવ્યા હતા. જોકે, સરકાર તરફથી આ કેસમાં યોગ્ય તસાપ અને ન્યાય મળે તેની ખાતરી આપી છે.

ઘટના શું હતી ?

અમદાવાદ જિલ્લાનાં માંડલનાં વરમોર ગામમાં એક દલિત યુવાનની હત્યા કરવામાં આવી છે. ગાંધીધામનાં રહેવાસી હરેશ યશવંતભાઇ સોલંકીએ વરમોર ગામમાં રહેતી યુવતી સાથે આંતરજ્ઞાતીય પ્રેમ લગ્ન કર્યાં હતાં. યુવતીનાં માતાપિતા તેને ખુશીથી ગાંધીધામથી વણમોર રહેવા માટે લઇ ગયા હતાં. જે બાદ આ યુવકને પણ ત્યાં બોલાવીને તીક્ષ્ણ હથિયારોથી માર મારીને હત્યા કરી દીધી છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે હરેશ સોલંકીએ વરમોર ગામે રહેતી ઉર્મીલાબેન ઝાલા સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. બે મહિના પહેલા યુવતીનાં માતાપિતા યુવકનાં ઘરેથી યુવતીને લઇ ગયા હતા અને યુવકને પણ ત્યાં બોલાવ્યો હતો. આ યુવતીને બે મહિનાનો ગર્ભ પણ છે. યુવકે વરમોર જતા પહેલા અભ્યમમાં જાણ કરીને તેમની ટીમને પણ સસરાને ઘરે સમજાવવા માટે બોલાવ્યાં હતાં. જે બાદ અભ્યમની ટીમ યુવતીનાં ઘરે સમજાવવા માટે ગયા હતાં. જ્યારે યુવકને વાનની અંદર બેસવાનું કહ્યું હતું.

ઘરે યુવતીનાં પરિવારને સમજાવીને અભ્યમની ટીમ બહાર આવી ત્યારે ત્યાં એક ટોળું હાથમાં ધારિયા, તલવાર, છરી અને લાકડીઓ લઇને આવી હતી. આ ટોળાએ અભ્યમની વાન અને યુવક પર હુમલો કર્યો હતો. જેમાં યુવકની હત્યા કરવામાં આવી હતી.
First published: July 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...