Home /News /ahmedabad /મોજ શોખ પૂરા કરવા માટે મંદિરમાં ચોરી કર્યો શખ્સ ઝડપાયો, માત્ર છત્રની જ કરતો હતો ચોરી
મોજ શોખ પૂરા કરવા માટે મંદિરમાં ચોરી કર્યો શખ્સ ઝડપાયો, માત્ર છત્રની જ કરતો હતો ચોરી
પોલીસે કાર્યવાહી હાથ ધરી
Police Arrested Accused: મોજ શોખ માટે રૂપિયા ભેગા કરવા માટે એક યુવક ચોરીના રવાડે ચડ્યો. જેણે કોઈ વાહન ચોરી કે ઘરફોડ ચોરીના બનાવને અંજામ નહોતો આપ્યો પરંતુ માત્ર મંદિરોને જ ટાર્ગેટ કર્યા હતા. પોલીસે મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી.
અમદાવાદ: મોજ શોખ માટે રૂપિયા ભેગા કરવા માટે એક યુવક ચોરીના રવાડે ચડ્યો. જેણે કોઈ વાહન ચોરી કે ઘરફોડ ચોરીના બનાવને અંજામ નહોતો આપ્યો પરંતુ માત્ર મંદિરોને જ ટાર્ગેટ કર્યા હતા. મંદિરમાં જઈને ચાંદીના છત્રની ચોરી કરવા લાગ્યો હતો. આરોપીએ એક બે નહિ પરંતુ સાત મંદિરમાં ચોરીના બનાવને અંજામ આપીને જ્યારે મુદ્દામાલ વેચવા જઈ રહ્યો હતો ત્યારે પોલીસે તેને ઝડપી લીધો હતો. અત્યારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે આરોપીને બાતમીને આધારે ઝડપ્યો
બોડકદેવ પોલીસે બાતમીના આધારે જીગર દેસાઈ નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછ બાદ જાણવા મળ્યું હતું કે, તેણે સોલા, બોડકદેવ, કડી, મહેસાણા, અને સાંતેજમાં મંદિરમાં ચોરી કરી હતી. આરોપીને મોજ શોખ પૂરા કરવા માટે રૂપિયાની જરૂર હોવાથી તેને અન્ય કોઈ જગ્યાએ નહીં પરંતુ મંદિરોમાં જ ચોરી કરી હતી. અન્ય કોઈ જગ્યાએ ચોરી કે લૂંટ કરે તો પોલીસના હાથે પકડાઈ જાય તેવા ડરથી જે મંદિરમાં ચોરી કરતો હતો.
ધોરણ સાત સુધીનો અભ્યાસ કરેલ આરોપી સવાર થતા મંદિરમાં પહોચી જતો હતો. બાદમાં જ્યાં કોઈની અવર જવરના હોય ત્યાં ચાંદીના છત્રો ચોરીને ફરાર થઈ જતો હતો. આરોપીએ કેટલોક મુદ્દામાલ કડીના સોનીને પણ વેચ્યો હોવાનું સામે આવ્યું હતું. વહેચેલ મુદ્દામાલનો માત્ર તેણે હિસાબ કરીને રાખ્યો હતો. પરંતુ રૂપિયા મેળવ્યા ના હતા. સોની વેપારી એ હિસાબ અંગે વાત કરતા બાદમાં હિસાબ કરવાનુ કહ્યુ હતું.
પોલીસે કાર્યવાહી હાથ ધરી
ઉલ્લેખનીય છે કે, આરોપી પાસેથી પોલીસે 2 કિલો 150 ગ્રામના ચાંદીના 43 નંગ છત્ર કબજે કર્યા છે. હાલમાં પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરીને વધુ તપાસ શરૂ કરી છે. જો કે તપાસ દરમિયાન અન્ય ગુનાનો ભેદ પણ ઉકેલાઈ શકે છે. પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.