Home /News /ahmedabad /અમદાવાદનો વિચિત્ર કિસ્સો: પાનના ગલ્લાવાળાએ સિગારેટ ન આપી તો શખ્સે તેના ઘરને આગ ચાંપી દીધી

અમદાવાદનો વિચિત્ર કિસ્સો: પાનના ગલ્લાવાળાએ સિગારેટ ન આપી તો શખ્સે તેના ઘરને આગ ચાંપી દીધી

કૃષ્ણનગર પોલીસ સ્ટેશન

Ahmedabad news: ઘરમાં રહેલી તમામ વસ્તુઓ બળીને ખાખ થઇ જતા દુકાનદારે પોલીસ ફરિયાદ નોંધાવી.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદઃ શહેરના પુર્વ વિસ્તારમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. એક પાનની દુકાન ધરાવનાર વેપારી તેમની દુકાને બેઠા હતા. બાદમાં તેમનો મિત્ર મળવા આવતા દુકાનની પાછળ તેમનું બીજુ ઘર હતું ત્યાં જઇને તેઓ બેઠા હતા. ત્યારે ત્યાં અનિકેત નામનો શખ્સ આવ્યો હતો અને તેણે સિગારેટ માંગી હતી. દુકાનની વસ્તી કરી દીધી હોવાનું દુકાનદારે કહેતા આ શખ્સ આવેશમાં આવી ગયો હતો. બાદમાં તમે આ મકાનમાં બેસી ભુવા ધુણાવો છો અને બલી ચઢાવો છો તેમ કહી બબાલ કરી હતી. બાદમાં વેપારી તો ઘરે જઇને સૂઇ ગયો હતો. થોડીવારમાં તેમના મકાનમાં આગ લાગી હોવાનો ફોન આવતા જ ત્યાં જઇને જોયું તો ઘરમાં રહેલો તમામ સામાન બળીને ખાખ થઇ જતા દુકાનદારે આ શખ્સ સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

શહેરના નરોડા વિસ્તારમાં રહેતા અમિતભાઈ મંગનાણી તેમના માતા-પિતા તથા ભાઈ સાથે રહે છે અને ઠક્કરનગર પોસ્ટ ઓફિસની બાજુમાં જયશ્રી મહાકાલ નામથી પાનનો ગલ્લો ધરાવી વેપાર કરે છે. તેમના પાનના ગલ્લાની પાછળ એક મકાન આવેલું છે, જે મકાનમાં તેઓ ક્યારેક ક્યારેક રહે છે અને ક્યારેક દુકાને મોડું થઈ જાય તો તેઓ આ મકાનમાં રોકાય છે. ગઈકાલે રાત્રે બે વાગ્યાની આસપાસ તેમનો મિત્ર તેમને મળવા માટે આવ્યો હતો.

જેથી અમિતભાઈ તેમના મિત્ર સાથે પાનના ગલ્લાની પાછળવાળા મકાનમાં બેઠા હતા. તે વખતે ઠક્કરનગર બગીચા ગલી ખાતે રહેતો અનિકેત ખેરનાર અમિતભાઈના ઘર પાસે આવ્યો હતો અને સિગરેટ માગતો હતો. જેથી અમિતભાઈએ ગલ્લો બંધ થઈ ગયો છે તું ઘરે જા એવું કહેતા અનિકેત આ અમિતભાઈ સાથે ઝઘડો કરવા લાગ્યો હતો. બાદમાં તમે આ મકાનમાં શું કરો છો તમે ભેગા થઈ ભુવા ધુણાવો છો બધાની બલી ચઢાવો છો તેમ કહી ગાળો બોલી બબાલ કરવા લાગ્યો હતો. જેથી અમિતભાઈએ પોલીસને જાણ કરતાં પોલીસ ત્યાં આવી પહોંચી હતી.

આ પણ વાંચો: ચાઇનીઝ દોરી વેચતા ઝડપાયેલા શખ્સે બીજા દિવસે ફરી ધંધો શરૂ કરી દીધો

બાદમાં અમિતભાઈ તેમના નવા નરોડા ખાતેના ઘરે સવારે જતા રહ્યા હતા અને સુઈ ગયા હતા. બાદમાં થોડા સમય પછી ગીરીશભાઈ નામના વ્યક્તિનો અમિતભાઈ ઉપર ફોન આવ્યો હતો કે, તારા ઘરમાં આગ લાગી છે અને અનિકેત ત્યાં ઉભો હતો. જેથી અમિતભાઈ ત્યાં ગયા હતા ત્યારે અનિકેત ત્યાંથી ભાગી ગયો હતો.
" isDesktop="true" id="1313098" >

આગ લાગવાના કારણે અમિતભાઇના ઘરમાં ડબલ બેડનો પલંગ, ગાદલા, રજાઈઓ, લાકડાનો કબાટ, વાયરો, ઘરનું મીટર, ટીવી, ડેકોરેશનનો ફૂલોનો સામાન આગમાં બળી ગયો હતો. જેથી ફાયર બ્રિગેડને ફોન કરતા ફાયર બ્રિગેડની ટીમ ત્યાં આવી હતી અને આગ બુઝાવી દીધી હતી. અમીતભાઇએ સમગ્ર બાબતે લઈને અનિકેત ખેરનાર સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, આગ, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन