Home /News /ahmedabad /

અમદાવાદ: આવું તમારી સાથે પણ થઈ શકે છે! રેલવે સ્ટેશન પર કોઈ અજાણી વ્યક્તિ કંઈ પીવા આપે તો ચેતજો

અમદાવાદ: આવું તમારી સાથે પણ થઈ શકે છે! રેલવે સ્ટેશન પર કોઈ અજાણી વ્યક્તિ કંઈ પીવા આપે તો ચેતજો

પ્રતીકાત્મક તસવીર (Shutterstock)

વરસાદ આવતો હોવાથી સત્યમ કુમાર મુસાફર ખાનામાં જતા હતા. તે વખતે મુસાફરખાનાના પગથીયાં ઉપર એક અજાણ્યો વ્યક્તિ તેમને મળ્યો હતો અને હિન્દીમાં જણાવ્યું કે આપ બિહાર કે  હો?

અમદાવાદ: અમદાવાદ રેલવે સ્ટેશન (Ahmedabad railway station) ઉપર પહોંચેલા એક મુસાફરને અજાણી વ્યક્તિ જોડે પરિચય કેળવવો ભારે પડ્યો છે. આ વ્યક્તિએ મુસાફર સાથે પરિચય કેળવ્યા બાદ તેને વાત કરતાં કરતાં મુસાફરે જ્યુસ (Juice) પીવડાવ્યું હતું. જ્યુસ પીધા બાદ ચક્કર આવતા આ શખ્સે ગુનો કરવાના ઇરાદે કંઈક ભેળવી જ્યુસ પીવડાવ્યું હોવાની શંકા ગઈ હતી. જેથી મુસાફરે પોલીસને જાણ કરતાં પોલીસે (Railway Police) ગુનો નથી તપાસ શરૂ કરી છે. પોલીસની પણ અપીલ છે કે અજાણી વ્યક્તિ ક્યારેય કઈ ખાવા પીવા આપે તો તેને નકારી દેવું.

મૂળ ઉત્તર પ્રદેશના સત્યમ કુમાર દુબે (Satyam Kumar dubey) તા.7 ના રોજ તેમના વતનથી સુરત ખાતે રહેતા તેમના સંબંધીના ઘરે ગયા હતા અને 11 તારીખના રોજ સુરતથી અમદાવાદ ખાતે ચાંગોદર ગામે આવ્યા હતા. જ્યાં શ્યામ મેટલ કંપનીમાં હેલ્પર તરીકે મજૂરી કામ માટે આવ્યા હતા. બપોરના સમયે તેઓએ તેમના શેઠ પાસેથી પાંચ હજાર રૂપિયા લઈ વતન જવા માટે અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. તેમની સાથે તેમનો મિત્ર સંદીપ પણ હતો. જેઓને સુરત જવાનું હોવાથી બંને મિત્રો રેલવે એન્જિન પાસે બેઠા હતા.

આ પણ વાંચો:  રાજ્યમાં વરસાદના પળેપળના સમાચાર વાંચવા ક્લિક કરો...

વ્યક્તિએ હિન્દીમાં વાતચીત કરી પરિચય કેળવ્યો


સાંજના સમયે તેમનો મિત્ર સુરત જવા રવાના થયો હતો અને વરસાદ આવતો હોવાથી સત્યમ કુમાર મુસાફર ખાનામાં જતા હતા. તે વખતે મુસાફરખાનાના પગથીયાં ઉપર એક અજાણ્યો વ્યક્તિ તેમને મળ્યો હતો અને હિન્દીમાં જણાવ્યું કે આપ બિહાર કે  હો? સત્યમ કુમારે જવાબ આપ્યો હતો કે, મેં કાનપુર કા હું. જે બાદમાં બંને વચ્ચે પરિચય થયો હતો. સામેવાળા વ્યક્તિએ સત્યમ કુમારને જણાવ્યું કે, દુબેજી ચાય પીઓગે? તો સત્યમ કુમારે કહ્યું ચાય નહીં પીતા. ત્યારે આ અજાણી વ્યક્તિએ સત્યમ કુમારને કહ્યું કે ચાય બહોત અચ્છી હૈ. તેમ બોલી મુસાફર ખાનામાં આવેલા જ્યુસના સ્ટોલ પરથી બે ગ્લાસ જ્યુસ લઈને આવ્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદ શહેરની તમામ બેઠક જીતવા બીજેપીએ ઘડી રણનીતિ

જ્યુસ પીધા બાદ ચક્કર આવવા લાગ્યા


જેમાંથી એક ગ્લાસ સત્યમ કુમારને પીવા માટે આપ્યો હતો. સત્યમ કુમારે બે ઘૂંટડા પીતા તેઓને સ્વાદ ખરાબ લાગતા બાકીનો જ્યુસ તેઓએ ડસ્ટબીનમાં ફેંકી દીધો હતો. બાદમાં શખ્સે સત્યમ કુમારને બહાર ચલો અપને યૂપી કી બાત કરતે હૈ તેમ જણાવતા બંને કુલી બેસે છે ત્યાં બેસી વાતો કરતા હતા. તે વખતે સત્યમ કુમારને તરસ લાગવા લાગી હતી અને ચક્કર આવતા તેમણે કુલી ભાઈઓને જણાવ્યું કે તેમની સાથે બેઠેલા શખ્સે તેમને જ્યુસ પીવડાવ્યું હતું જેના કારણે ચક્કર આવે છે. જેથી સત્યમ કુમારને ત્યાં હાજર લોકો જીઆરપી ચોકીએ લઈ ગયા હતા. ત્યાં તેઓને ઉલટી થતા તેઓની તબિયત સ્થિર થઈ હતી. તેની સાથે વાતો કરનાર વ્યક્તિએ કોઈ ગુનો કરવાના ઇરાદેથી નશાકારક પદાર્થ પીવડાવ્યો હોવાનો વહેમ રાખી સત્યમ કુમારે અમદાવાદ રેલવેમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: અમદાવાદ, ગુનો, પોલીસ, રેલવે સ્ટેશન

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन