અમદાવાદ : અપહરણ બાદ ઇસનપુર બ્રિજ નીચેથી મળ્યો યુવકનો મૃતદેહ

શહેરનાં સેટેલાઈટ વિસ્તારમાં અપહરણ અને હત્યાનો ચકચાર મચાવતો બનાવ સામે આવ્યો છે.

News18 Gujarati
Updated: May 17, 2019, 2:56 PM IST
અમદાવાદ : અપહરણ બાદ ઇસનપુર બ્રિજ નીચેથી મળ્યો યુવકનો મૃતદેહ
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: May 17, 2019, 2:56 PM IST
નવીન ઝા, અમદાવાદઃ શહેરનાં સેટેલાઈટ વિસ્તારમાં અપહરણ અને હત્યાનો ચકચાર મચાવતો બનાવ સામે આવ્યો છે. સેટેલાઇટનાં એક વ્યક્તિનું અપહરણ કરીને હત્યા કરવામાં આવી છે. આજે સવારે કાળુભાઇ ધોબી નામનો યુવકનો ઇસનપુરબ્રિજ નીચેથી હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.

આ મામલે મળતી માહિતી પ્રમાણે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં ઉમિયા વિજય સોસાયટી પાસેથી મોડી રાતે એક યુવકનું અપહરણ થયું હતું. તે યુવકનું રાજસ્થાન, કાંકરોલીનો રહેવાસી હતો અને તેનું નામ કાળુભાઈ ધોબી છે. જેનો આજે સવારે હત્યા કરાયેલી હાલતમાં ઇસનપુરબ્રિજ નીચેથી મૃતદેહ મળી આવ્યો હતો. કાળુભાઇ ધોબીના નામના શખ્સને યુવતીના ચારિત્ર અંગે વાતો કરતો હોવાથી સાથી વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો. મૃતક કાળુભાઈને કામ કરવા બાબતે ગઈકાલે બપોરે ઝઘડો થયો હતો. ત્યારબાદ રાત્રે આરોપીઓએ કાળુભાઇનું અપહરણ કરી માર માર્યો હતો અને આજે સવારે ઇસનપુર બ્રિજ નીચેથી તેનો મૃતદેહ મળ્યો હતો.

કાળુભાઇ ધોબી


હાલ સેટેલાઇટ પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસમાં ત્રણ શકમંદ લોકોની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મુંબઇનાં વેપારીની પણ અપહરણ બાદ હત્યા થઇ હતી

ગઇકાલે એટલે ગુરૂવારે મૃતક વેપારી આરીફ શેખ મીરા રોડનો રહેવાસી હતો. પાલઘરમાં મશીનના સ્પેરપાર્ટ વેચવાની તેની ફેક્ટરી હતી. ગત ગુરુવારે જ્યારે આરીફ રિક્ષામાં ફેક્ટરી જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા શખસોએ તેનું અપહરણ કર્યું હતું. વાહનમાં જ તેની હત્યા કરાઈ હતી અને પછી દહાણુના જંગલમાં લઈ જઈને મૃતદેહ પર પેટ્રોલ છાંટીને તેને બાળી નાખ્યો હતો. આ મામલે તપાસ ચાલી રહી છે.
First published: May 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...