Home /News /ahmedabad /

અમદાવાદ: ભાણિયાની ફ્રેન્ડ પર બગડી મામાની નજર, ફોટોશૂટ અને કેટરિંગના નામે અનેકવાર આચર્યું દુષ્કર્મ

અમદાવાદ: ભાણિયાની ફ્રેન્ડ પર બગડી મામાની નજર, ફોટોશૂટ અને કેટરિંગના નામે અનેકવાર આચર્યું દુષ્કર્મ

સગીરાની પ્રતિકાત્મક તસવીર (Shutterstock)

Ahmedabad News: સગીરાની માતા આ જયકિશનના ઘરે ગઈ હતી ત્યાં તેને પૂછતા તેણે કહ્યું કે, હા મેં તેની સાથે લગ્ન કરવાનું કહી શરીર સંબંધ બાંધ્યો હતો પરંતુ હું તેની સાથે લગ્ન નહીં કરું.

અમદાવાદ: શહેરમાં (Ahmedabad) રહેતી એક મહિલાએ તેની સગીરવયની દીકરી પર બળાત્કાર ગુજારાયો હોવાની ફરિયાદ નોંધાવી છે. ઘટના એમ બની હતી કે, એક મિત્ર સાથે સગીરા સંપર્કમાં હતી જે મિત્રએ  તેના મામા સાથે આ સગીરાનો સંપર્ક કરાવ્યો હતો. બાદમાં ફ્રેન્ડના મામાએ સગીરાના Instagram આઈડી ઉપર મેસેજ કરી વાતચીત શરૂ કરી હતી અને ફોન નંબરની આપ લે કરી હતી. બાદમાં ફ્રેન્ડના મામાએ આ સગીરાને ફોટોશૂટનો શોખ હોવાથી ફોટોશૂટ કરવાનું કહી હોટલમાં લઈ ગયો હતો. જ્યાં તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. આટલું જ નહીં, સગીરાને કેટરીંગના કામ માટે રાજકોટ લઈ જઈ ત્યાં પણ તેની સાથે અવારનવાર બળાત્કાર ગુજારતા આખરે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે.

શહેરના કુબેર નગરમાં રહેતી 40 વર્ષીય મહિલા તેની 17 વર્ષની દીકરી અને ભાઈ સાથે રહે છે. થોડા સમય પહેલા આ મહિલા સોલા વિસ્તારમાં તેના પતિ અને દીકરી સાથે રહેતી હતી. પણ પાંચેક વર્ષ પહેલાં તેના પતિ સાથે મનદુઃખ થતા આ મહિલા તેના પિયરમાં આવી ગઈ હતી. બાદમાં તેની માતાની તબિયત ખરાબ થતા તેમની પાસે રહેવા ગઈ હતી. આ મહિલા તેની માતાની સેવા કરતી હતી તે દરમિયાન ત્રણેક મહિના પહેલા તેઓનું મૃત્યુ થયું હતું. જેથી હાલ આ મહિલા તેની દીકરી અને ભાઈ સાથે કુબેરનગર વિસ્તારમાં રહે છે.

'ચા પીને કપ ખાઇ જાવ': વડોદરાના યુવાનોની પર્યાવરણ બચાવવાની અનોખી પહેલ

15 દિવસ પહેલા આ મહિલા તેના ઘરે હાજર હતી ત્યારે તેની સગીર વયની 17 વર્ષની દીકરી ઘરે આવી હતી અને તેની સાથે એનજીઓના એક બહેન પણ આવ્યા હતા. સગીરાએ જણાવ્યું હતું કે, બેએક મહિના પહેલા તેના એક મિત્ર સાથે ઓળખાણ હોવાથી તેણે તેના મામા સાથે ઓળખાણ કરાવી હતી. બાદમાં આ મિત્ર Instagram માં પણ ફ્રેન્ડ લિસ્ટમાં હોવાથી આ સગીરાનુ આઈડી આ મિત્રએ તેના મામાને આપ્યું હતું. જેથી જય કિશન નામના વ્યક્તિએ પોતાના ડેશિંગ જેકી નામના Instagram આઈડી ઉપરથી આ સગીરાને રિક્વેસ્ટ મોકલી હતી. ત્યારબાદ મિત્રના મામાએ સગીરાનો WhatsApp નંબર માગતા આ સગીરાએ નંબર આપી સગીરા અને તેના ફ્રેન્ડના મામા વાતો કરતા હતા.

બે મહિના પહેલા મિત્રના મામા પાસે પોતાનો કેમેરો હોવાથી અને સગીરાને ફોટો શૂટનો શોખ હોવાથી તેને વાત કરી હતી. જેથી મિત્રના મામા જય કિશને ફોટોશૂટ માટે બોલાવી હતી અને બાદમાં જણાવ્યું કે, એક હોટલમાં ફોટો શૂટ કરાવવા જઈએ. ત્યાં ખૂબ જ સારા ફોટા પડશે. જેથી આ જયકિશન આ સગીરાને બાઈક પર બેસાડી એક હોટલમાં લઈ ગયો હતો અને ત્યાં ફોટા પાડી સગીરાને આલિંગનમાં લઈ જબરજસ્તી કરી શરીર સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ થોડા દિવસ પછી જયકિશને આ સગીરાને ફોન કરી રાજકોટ ખાતે કેટરિંગનું કામ કરવા માટે જવાનું છે અને તારે સાથે આવવાનું છે તેમ કહેતા સગીરાએ હા પાડી હતી. બાદમાં આ સગીરાને લક્ઝરી બસમાં બેસાડી જય કિશન તેને લઈ ગયો હતો. જ્યાં વિસેક દિવસ સુધી આ સગીરા રોકાઈ હતી અને ત્યારે આ જયકિશનને સગીરાને કહ્યું કે, તું મને બહુ ગમે છે, મારે તારી સાથે શારીરિક સંબંધ બાંધવો છે તેમ કહેતા સગીરાએ મનાઈ કરી હતી.

'તોફાની રાધા'ને પોલીસે બનાવી દીધી ડાહી, જુઓ કેવા કેવા બનાવ્યા છે વીડિયો

બાદમાં જયકિશનને હું તારી સાથે લગ્ન કરીશ તેમ કહી લગ્નની લાલચ આપી રાજકોટથી અમદાવાદ આવ્યા ત્યાં સુધી અવારનવાર સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. બાદમાં સગીરાને શરીરના ગુપ્ત ભાગે તકલીફ થતા સારવાર માટે ચિલોડા ખાતે એક ડોક્ટરના ક્લિનિક પર ગઈ હતી. જ્યાં તેણે સમગ્ર હકીકત ડોક્ટરને જણાવતા વિદેશ રહેતા એક ઓળખીતા સાથે સગીરાની વાત કરાવતા તેઓએ એનજીઓની એક મહિલાનો સંપર્ક કરાવ્યો હતો.

બાદમાં આ મહિલા સગીરાને લઈને તેની માતા પાસે પહોંચી હતી. જ્યાં તેની માતાને જણાવ્યું કે, જયકિશનને અવારનવાર સગીરાને રસોડાના કામ માટે લઈ જઈ લગ્નની લાલચ આપી અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યો હતો. જેથી સગીરાની માતા આ જયકિશનના ઘરે ગઈ હતી ત્યાં તેને પૂછતા તેણે કહ્યું કે, હા મેં તેની સાથે લગ્ન કરવાનું કહી શરીર સંબંધ બાંધ્યો હતો પરંતુ હું લગ્ન કરવા માંગતો નથી. જેથી મહિલાએ પોતાની દીકરી ઉપર બળાત્કાર થયો હોવાથી ફરિયાદ નોંધાવતા સરદારનગર પોલીસે ગુનો નથી તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, ગુજરાત, સગીરા

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन