જામનગર : તાલુકાના ચાંપાબેરાજા ગામનો એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. ચાંપાબેરાજા ગામમાં રહેતા 23 વર્ષના યુવાન જગદીશભાઇ ભટ્ટ પોતાના મિત્રના આપઘાત બાદ તેણે પણ આપઘાત કરી લીધાની ઘટના સામે આવી છે. સિક્કામાં રહેતા તેના મિત્રએ 7મી જુલાઇના રોજ આપઘાત કરી લીધો હતો. જેથી યુવાન આ વિયોગ સહન કરી શક્યો ન હતો. જેથી જગદીશભાઇએ પણ પોતાના ઘરે પંખાના હુકમાં ચાદર બાંધીને ગળેફાંસો ખાઇ લીધો હતો. આ ઘટનાને કારણે આખા પંથકમાં ભારે હાહાકાર મચી ગયો છે.
આ અંગે મૃતકના મોટાભાઇ યજ્ઞેશ ભટ્ટે પોલીસને જાણ કરી હતી. જે બાદ પંચકોશી બી. ડિવિઝન પોલીસે ઘરે જઇને તપાસ શરૂ કરી હતી. પોલીસે તેના ઘરેથી મૃતક યુવાને લખેલી સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં જણાવ્યું હતુ કે, સિક્કામાં રહેતા મિત્ર ધવલ જયેશભાઇ રાવલે, રોજગારી ન મળતા ગત 7મી તારીખે આપઘાત કરી લીધો હતો. ત્યાર પછી મૃતક પણ તેના વિયોગમાં કાંઇ બોલતો ન હતો અને ગુમસુમ રહેતો હતો હતો. મિત્રના જવાથી મૃતકને પણ મઝા ન આવવાને કારણે તેણે પણ અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.
આ મૃતક યુવાન પોતાના મિત્રની અંતિમ વિધિ થાય ત્યાં સુધી જીવવા માંગતો હતો. અંતિમવિધિ સંપન્ન થયા બાદ તેણે પણ મોતને વ્હાલું કર્યું છે. જેના કારણે આખા પરિવારમાં શોકની લહેર છવાઇ ગઇ છે.
" isDesktop="true" id="1234944" >
અનેક લોકોના વિદેશ જવાના સપના રોળાયા
અમદાવાદના નવરંગપુરા પોલીસ મથકમાં નોંધાતા પોલીસે બે ઠગબાજોને ઝડપી પાડયા છે. બંનેએ આશરે 30 લોકો પાસેથી કરોડો રૂપિયા ખંખેર્યા હોવાનું સામે આવ્યું છે. નવરંગપુરા પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપીઓના નામ અનત સુથાર (Anat Suthar) અને રવિ સુથાર (Ravi Suthar) છે. બંને આરોપીઓ પિતરાઈ ભાઈ છે. બંને આરોપીઓએ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલા સી.જી. રોડ ખાતેના ચંદન કોમ્પલેક્ષમાં ટ્રાવેલ એજ્યુકેશન નામથી વિઝા કન્સલ્ટિંગની ઓફિસ ખોલી હતી. બંને વિદેશ જવા ઈચ્છતા વિદ્યાર્થીઓને કેનેડા, USA સહિત અન્ય દેશોમાં સ્ટુડન્ટ વિઝા અને વર્ક પરમીટ વિઝા અપાવવાનું કહીને અનેક વિદ્યાર્થીઓ સાથે 1 કરોડ 58 લાખ 43 હજાર રૂપિયાની છેતરપિંડી આચરી ફરાર થઈ ગયા હતા. નવરંગપુરા પોલીસે વિદ્યાર્થીની છેતરપિંડીની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી અને આરોપીની ધરપકડ કરી હોવાનું ઝોન 1 ડીસીપી ડો. લવીના સિંહા (Lavina Sinha)એ જણાવ્યું છે. (સંપૂર્ણ સમાચાર અહીં વાંચો)