Home /News /ahmedabad /Ahmedabad News: અમદાવાદમાં સંબંધની હત્યા! આ કારણે નાનાભાઈએ ગળું દબાવીને મોટાભાઈને પતાવી દીધો

Ahmedabad News: અમદાવાદમાં સંબંધની હત્યા! આ કારણે નાનાભાઈએ ગળું દબાવીને મોટાભાઈને પતાવી દીધો

પ્રતીકાત્મક તસવીર

Ahmedabad News: ફરિયાદી પાણીપુરી ખાઇને ઘરે પરત ફરી રહ્યા હતાં ત્યારે તેમણે જોયું તો ઘરની બહાર પડેલા ખાટલામાં નાનોભાઇ અમિત મોટાભાઇ અજયનું બંને હાથથી જોરથી ગળું દબાવતો હતો અને અજય ખાટલામાં તરફડિયા મારતો હતો.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદ: ઘરકંકાસને કારણે અનેક પરિવાર વિખેરાઇ ગયા હોય તેવા કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે આવો વધુ એક કિસ્સો શહેરના સાબરમતી વિસ્તારમાં સામે આવ્યો છે. ઘરકંકાસમાં નાના ભાઇએ મોટાભાઇને ગળું દબાવીને હત્યા કરી દીધી છે. બનાવની પોલીસને જાણ થતાં જ પોલીસે આરોપીને પકડીને સમગ્ર મામલે વધુ કાર્યવાહી શરૂ કરી છે.

અમરેલીમાં રહેતા ડોલીબેન મહેતાએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે તેઓ તેમની દીકરીની સારવાર કરાવવા માટે અમદાવાદ આવ્યાં હતાં. આ દરમિયાન તેઓ તેમના પિતાને ત્યાં સાબરમતી ખાતે રોકાયા હતાં. ગઇકાલે સાંજના છ વાગ્યાની આસપાસ તેઓ તેમના પતિ સાથે પાણીપુરી ખાવા માટે ગયા હતાં. આ સમયે તેમના ભાઇ અજયે કહ્યું હતું કે તેના અને તેની દીકરી માટે પાણીપુરી લઇને આવજો.

આ પણ વાંચો: 'સારું વર્તન, જેલમાં અભ્યાસ' જાણો રાજીવ ગાંધીના હત્યારાઓને મુક્ત કરતી વખતે સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

ફરિયાદી પાણીપુરી ખાઇને ઘરે પરત ફરી રહ્યા હતાં ત્યારે તેમણે જોયું તો ઘરની બહાર પડેલા ખાટલામાં નાનોભાઇ અમિત મોટાભાઇ અજયનું બંને હાથથી જોરથી ગળું દબાવતો હતો અને અજય ખાટલામાં તરફડિયા મારતો હતો. જેથી ફરિયાદી અને તેમના પતિ દોડીને અજયને છોડાવવા માટે જતાં અમિતે જોરથી ધક્કો મારતા તેમનું માથું દીવાલ સાથે અથડાયું હતું. જેથી તેઓ બેભાન થઇ જતાં આસપાસના લોકો એકઠા થઇ ગયાં હતાં.
" isDesktop="true" id="1282640" >

બાદમાં અજયને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. મળતી માહિતી પ્રમાણે અમિત અવારનવાર ઘરમાં ઝઘડા કરતો હતો. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળ પર પહોચીને આરોપી વિરુદ્ધમાં હત્યાનો ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: અમદાવાદ, ગુનો, પોલીસ, હત્યા

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन