Home /News /ahmedabad /

અમદાવાદ: પોલીસકર્મીના સાળાનું કોમન મિત્રએ જીવવું હરામ કરી નાખ્યું, ઘટના વાંચીને નવાઈ લાગશે

અમદાવાદ: પોલીસકર્મીના સાળાનું કોમન મિત્રએ જીવવું હરામ કરી નાખ્યું, ઘટના વાંચીને નવાઈ લાગશે

ચાંદખેડા પોલીસ સ્ટેશન (ફાઇલ તસવીર)

Ahmedabad latest news: શહેરના ચાંદખેડા વિસ્તારમાં વિજયભાઈ ચૌહાણ તેમના પરિવાર સાથે રહે છે અને ટ્રાવેલ્સનો બિઝનેસ કરી પરિવારનું ગુજરાત ચલાવે છે. તેમના સગા બનેવી સુનિલભાઈ રાણા પોલીસ ખાતામાં ફરજ બજાવે છે.

અમદાવાદ: શહેરમાં રહેતા એક યુવકે વિકાસ ઠક્કર (Vikas Thakkar) નામના વ્યક્તિ સામે ફરી એક વખત ફરિયાદ નોંધાવી છે. વિકાસ ઠક્કર ફરિયાદી યુવકના બનેવી કે જેઓ પોલીસ ખાતામાં ફરજ બજાવે છે તેનો મિત્ર છે. થોડા વર્ષો પહેલાં ફરિયાદીનો વિકાસ ઠક્કર સાથે સંપર્ક થયો હતો. બાદમાં વિકાસ ઠક્કર ફરિયાદીને અવારનવાર નકલી પોલીસ બનીને ધમકી આપતો હતો. થોડા દિવસ પહેલા શહેરકોટડા (Shaherkotda ) વિસ્તારમાં વિકાસ ઠક્કરે ફરિયાદીને મારી નાખવાની ધમકી આપતા તે અંગે ફરિયાદ નોંધાવી હતી. ફરી એક વખત પોલીસ તરીકેની ઓળખાણ આપી ધમકી આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

શહેરના ચાંદખેડા વિસ્તારમાં વિજયભાઈ ચૌહાણ તેમના પરિવાર સાથે રહે છે અને ટ્રાવેલ્સનો બિઝનેસ કરી પરિવારનું ગુજરાત ચલાવે છે. તેમના સગા બનેવી સુનિલભાઈ રાણા પોલીસ ખાતામાં ફરજ બજાવે છે. હાલ તેઓ રાણીપ પોલીસ સ્ટેશન (Ranip Police station) ખાતે ફરજ બજાવે છે. તેઓ થોડા વર્ષો પહેલા વટવા પોલીસ સ્ટેશન (Vatva Police station)માં ફરજ બજાવતા હતા. આ સમયે ઘોડાસર પાસે આવેલા વનદેવી બંગલોઝ ખાતે તેઓ રહેતા હતા, જ્યાં વિજયભાની અવરજવર રહેતી હતી. આ દરમિયાન સુનિલભાઈ રાણાના મિત્ર વિકાસ ઠક્કર સાથે તેમને પરિચય થયો હતો.

ઓનલાઈન છેતરપિંડીના કેસમાં આવ્યું હતું ફરિયાદીનું નામ


વર્ષ 2007થી 2011 સુધી વિજયભાઈ નવરંગપુરા સેટેલાઈટ વિસ્તારમાં સ્પાનો ધંધો કરતા હતા. પરંતુ વર્ષ 2011માં લગ્ન થઈ જતાં તેઓએ સ્પાનો ધંધો બંધ કરી દીધો હતો. વર્ષ 2018માં બરોડામાં ઓનલાઈન ચીટિંગ કેસમાં વિજયભાઈનું નામ આવ્યું હોવાની જાણ વિકાસ ઠક્કરને થઈ હતી. જેથી તેણે સામે ચાલીને પતાવટ માટે ફોન કર્યો હતો અને ખોટી રીતે પૈસાની માંગણી કરતો હોવાથી ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં જે તે સમયે ફરિયાદ કરી હતી.

આ પણ વાંચો: સુરતમાં માતાએ બે વર્ષના પુત્ર સાથે જિંદગી ટૂંકાવી

બનેવીનો મિત્ર હોવાથી ફરિયાદ ન કરી


છેલ્લા બે મહિનાથી વિકાસ ઠક્કર વિજયભાઈને અલગ અલગ નંબરથી ફોન કરીને કહેતો હતો કે, હજુ પણ તારા કયા ધંધા છે અને તું શું કરે છે તેની મને બધી ખબર છે. મારે પોલીસમાં ઓળખાણ છે. કોઈ પણ ખોટા કેસમાં ફસાવી દઈશ. જોકે, વિજયભાઈના સગા બનેવી પોલીસકર્મી હોવાથી અને વિકાસ તેમનો મિત્ર હોવાથી તેમણે આ અંગે કોઇ પોલીસ કાર્યવાહી કરી ન હતી.

જાનથી મારી નાખવાની ધમકી


પાંચેક દિવસ પહેલા વિકાસ ઠક્કરે વિજય ભાઈને વોટ્સએપ ઉપર ધમકીભર્યા મેસેજ અને ગાળો લખીને મોકલી હતી. જેથી વિજયભાઈએ તેને બ્લોક કરી દીધો હતો. બાદમાં આ વિકાસ ઠક્કરે વિજયભાઈના ઘર નીચેનો ફોટો પાડી ગાળો લખી મેસેજ કર્યો હતો અને પૂછ્યું હતું કે તું ક્યાં છે? વિજયભાઈએ તેઓ મેમ્કો બ્રિજ પાસે હોવનું કહેતા વિકાસે 'તને છોડીશ નહીં, જાનથી મારી નાખીશ' એવી ધમકી આપી હતી.

આ પણ વાંચો: તાવ અને ખેંચની બીમારી બાદ ભૂવાએ બે માસની બાળકીને આપ્યા ડામ

ગાડીને નુકસાન કરીને ફરાર


જે બાદમાં વિકાસ મેમ્કો બ્રિજ પાસે આવી પહોંચ્યો હતો. વિકાસ નંબર પ્લેટ વગરની ગાડી લઈને ત્યાં પહોંચ્યો હતો અને ગાડીને અકસ્માત કરી નુકસાન પહોંચાડી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો. જે અંગે વિજયભાઈએ શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. બાદમાં બીજે દિવસે વિજયભાઈની સોસાયટીના વોચમેને જણાવ્યુ હતુ કે, રાત્રે પોણા બે વાગે એક નંબર પ્લેટ વગરની ગાડી આવી હતી. જેમાં પોલીસની પ્લેટ હતી. જેમાં બે માણસો આવ્યા હતા. એક માણસે પોતાનું નામ વિકાસ ઠક્કર હોવાનું કહ્યું હતું અને પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી. જોકે, સિક્યોરિટી ગાર્ડને તે પોલીસ ન લાગતા મળવા દેવાની ના પાડી દેતા વિકાસ ઠક્કર માથાકૂટ કરી જતો રહ્યો હતો.

ચાંદખેડા પોલીસ શરૂ કરી તપાસ


બાદમાં વિકાસ ઠક્કરે વિજયને ફોન કરીને કહ્યુ હત કે, જો મારા વિરુદ્ધમાં ફરિયાદ કરી છે તો તને જોઈ લઈશ. ફરી મળીશું. વિકાસ ઠક્કરે પોલીસની ઓળખ આપી મારી નાખવાની ધમકી આપતા આખરે વિજય ચૌહાણે વિકાસ ઠક્કર વિરુદ્ધ ચાંદખેડા પોલીસમાં ફરિયાદ કરી છે. આ મામલે પોલીસે ગુનો દાખલ કરીને વધારે તપાસ આદરી છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: અમદાવાદ, ગુનો, પોલીસ

આગામી સમાચાર