અમદાવાદઃ કાંકરિયા લેકફ્રન્ટમાં ઘૂસ્યો અજાણ્યો કાર ચાલક

કાંકરિયાના વોકવે પર બેફામ ઝડપે કાર હંકારતો અજાણ્યો શખ્સ કેમેરામાં કેદ થયો.

News18 Gujarati
Updated: October 3, 2018, 11:34 AM IST
અમદાવાદઃ કાંકરિયા લેકફ્રન્ટમાં ઘૂસ્યો અજાણ્યો કાર ચાલક
કાંકરિયા તળાવ (ફાઇલ ફોટો)
News18 Gujarati
Updated: October 3, 2018, 11:34 AM IST
પ્રણવ પટેલ, અમદાવાદ

અમદાવાદઃ લોકોના આકર્ષણના કેન્દ્ર સમાન કાંકરિયા લેક ખાતે સવારે મોર્નિંગ વોક પર જતા લોકોની સુરક્ષા સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે. વહેલી સવારે કાંકરિયા ખાતે મોટી સંખ્યામાં મોર્નિંગ વોક માટે આવતા હોય છે. તાજેતરના બનેલા એક બનાવમાં એક વ્યક્તિ કાર લઈને કાંકરિયા લેકફ્રન્ટમાં ઘૂસી ગયો હતો.

બેફામ ગાડી ચલાવી

મળતી માહિતી પ્રમાણે સવારે લોકો મોર્નિંગ વોક કરતા હોય છે ત્યારે એક વ્યક્તિ નંબર પ્લેટ વગરની ઇનોવા કાર લઈને અંદર ઘૂસી ગયો હતો. વ્યક્તિની આવી હરકત કેમેરામાં કેદ થઈ ગઈ છે. ઇનોવા કાર સાથે ઘૂસેલા વ્યક્તિએ વોકવે પર આડેધડ કાર ચલાવી હતી. જેના કારણે મોર્નિંગ વોક પર આવતા લોકોની સુરક્ષા સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે.

નોંધનીય છે કે કાંકરિયા લેકમાં વાહન લઈ જવાની મનાઈ છે. એટલે કે કોઈ વ્યક્તિ વાહન સાથે અંદર પ્રવેશ કરી શકતો નથી. આ ઉપરાંત લેકમાં પ્રવેશ કરવા માટે ટિકિટ લેવી પડે છે. જોકે, મોર્નિંગ વોક પર આવતા લોકોને નિશુલ્ક પ્રવેશ આપવામાં આવે છે. શક્યતા છે કે આ દરમિયાન તકનો લાભ લઈને આ વ્યક્તિ કાર સાથે અંદર ઘૂસી ગયો હોય.

કાંકરિયા તળાવ અમદાવાદીઓ જ નહીં પરંતુ અમદાવાદની મુલાકાતે આવતા અનેક લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. અહીં ઝૂ, અટલ એક્સપ્રેસ, હિલિયમ બલૂન, તેમજ વિવિધ રાઇડ્સ ખાસ આકર્ષણનું કેન્દ્ર છે. આ માટે દરરોજ હજારોની સંખ્યામાં લોકો કાંકરિયા ફરવા માટે આવતા હોય છે. પોલીસ આ હજારો લોકની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વોકવેમાં ઘૂસેલી કાર મામલે યોગ્ય તપાસ આદરે તે આવકાર્ય છે.
First published: October 3, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...