Home /News /ahmedabad /અમદાવાદની માથાભારે પત્ની! પતિને માતાપિતા સાથે ફોન પર વાત કરવાની મનાઈ ફરમાવી; કંટાળેલા યુવકનો આપઘાત
અમદાવાદની માથાભારે પત્ની! પતિને માતાપિતા સાથે ફોન પર વાત કરવાની મનાઈ ફરમાવી; કંટાળેલા યુવકનો આપઘાત
સાસરિયાના ત્રાસથી યુવકનો આપઘાત
Ahmedabad suicide: વિપન લગ્ન બાદ તેના પરિવારજનો સાથે ફોન પર વાત કરતો હતો. પરંતુ સમય જતાં તેની પત્નીએ પરિવારજનો સાથે વાતચીત કરવાની ના પાડતા વિપન નોકરી ઉપર જાય ત્યારે પત્નીથી છૂપાઈને પરિવારજનો સાથે વાતચીત કરતો હતો.
અમદાવાદ: શહેરમાં રહેતા એક યુવકે આપઘાત (Suicide) કરી લેતા તેના પિતાએ મૃતકની પત્ની, સાસુ સસરા અને સાળા તથા સાળી સામે દુષ્પ્રેરણાની ફરિયાદ (Abetment to suicide complaint) નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. મૃતકને તેની પત્ની માતાપિતા કે અન્ય પરિવારજનોને ફોન ન કરવા દેતા યુવક નોકરીએ જતો હતો ત્યારે છૂપાઈને ઘરના લોકો સાથે વાતચીત કરતો હતો. આટલું જ નહીં સાસરિયાઓ મકાનના પૈસા માંગી ત્રાસ આપતા યુવકે મોતને વ્હાલું કર્યું હતું.
હરિયાણામાં રહેતા વાસદેવ શર્મા (Vasbhai Sharma) રેલવેમાંથી નિવૃત્ત થયા બાદ નિવૃત્ત જીવન ગુજારે છે. તેઓને સંતાનમાં ત્રણ દીકરા તથા બે દીકરીઓ છે. જેમાં એક દીકરો વિપન (Vipan Sharma)ના લગ્ન વર્ષ 2013માં રશ્મી નામની યુવતી સાથે થયા હતા. વર્ષ 2014થી વિપન તેની પત્ની સાથે નારોલ ખાતે રહેવા આવ્યો હતો અને કાપડની ફેક્ટરીમાં સુપરવાઇઝરની નોકરી કરતો હતો.
વિપન લગ્ન બાદ તેના પરિવારજનો સાથે ફોન પર વાત કરતો હતો. પરંતુ સમય જતાં તેની પત્નીએ પરિવારજનો સાથે વાતચીત કરવાની ના પાડતા વિપન નોકરી ઉપર જાય ત્યારે પત્નીથી છૂપાઈને પરિવારજનો સાથે વાતચીત કરતો હતો. વિપનનો સાળો પણ તેની સાથે રહેતો હતો. થોડા સમયથી તેને અલગ મકાન લઈને રહેવાનું કહેતા વિપનના સાસુ-સસરા તથા સાળી તેના ઘરે આવીને રોકાયા હતા.
ગત જુલાઈ મહિનામાં વાસદેવભાઈ દિલ્હી ખાતે હાજર હતા તે દરમિયાન વહેલી સવારે કૌટુંબિક ભાઈ દિલ્હી ખાતે આવ્યા હતા અને તે દરમિયાન તેઓને જાણવા મળ્યું કે વિપનની તબિયત ખરાબ થતા તેને એલજી હોસ્પિટલમાં લઈ ગયા છે. જ્યાં ડોક્ટરે સારવાર દરમિયાન તેને મૃત જાહેર કર્યો છે. જેથી તેઓ દિલ્હીથી ફ્લાઇટ મારફતે અમદાવાદ આવી ગયા હતા. બાદમાં અંતિમવિધિ કરી હતી. તે દરમિયાન સગા સંબંધીઓની વાતચીતથી જાણવા મળ્યું કે વિપનને તેની સાસુ-સસરા સાળો અને સાળી ભેગા થઈ મકાન લેવાનું હોવાથી જબરજસ્તીથી પૈસાની માંગણી કરતા હતા અને પૈસા બાબતે તેને હેરાન પરેશાન કરતા હતા. આ પણ વાંચો: રાજ્યમાં વરસાદના પળેપળના સમાચાર વાંચવા ક્લિક કરો
અનાજમાં નાખવાની ગોળીઓ ગળી આપઘાત
વિપનની પત્ની પણ વિપનને પરિવારજનો સાથે વાતચીત ન કરવા દબાણ કરી માનસિક ત્રાસ આપી મરી જવા મજબૂર કરતા વિપને પોતાના મકાનમાં રૂમ બંધ કરી અનાજમાં નાખવાની ગોળીઓ ખાઈ આપઘાત કર્યો હતો. જેથી સમગ્ર બાબતને લઈને વીપનના પિતાએ પાંચ લોકો સામે ફરિયાદ આપતા નારોલ પોલીસે મૃતકના પિતાની ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી છે.