અમદાવાદમાં વધુ એક સ્ત્રી બીજ કૌભાંડઃ મહિલાને બ્લેકમેઇલ કરી રૂ. 10 લાખની માંગ

અમદાવાદમાં ફરી એકવાર સ્ત્રી બિજ કૌભાંડની ઘટના સામે આવી છે.

News18 Gujarati
Updated: July 12, 2018, 2:50 PM IST
અમદાવાદમાં વધુ એક સ્ત્રી બીજ કૌભાંડઃ મહિલાને બ્લેકમેઇલ કરી રૂ. 10 લાખની માંગ
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: July 12, 2018, 2:50 PM IST
અમદાવાદમાં ફરી એકવાર સ્ત્રી બિજ કૌભાંડનીઘટના સામે આવી છે. અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં એક મહિલા પાસેથી સ્ત્રી બીજ ડોનેટ કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઉપરાંત મહિલા સાથે બાંધેલા શારીરિક સંબંધની વીડિયો ક્લિપના આધારે મહિલાને બ્લેકમેઇલ કરી વારયલ કરવાની ધમકી પણ આપતો હતો. આખરે કંટાળીને મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે આ અંગે ફરિયાદન નોંધીને વધું તપાસ હાથધરી છે.

મહિલા પાસે 65 વખત કરાવ્યું સ્ત્રી બીજ ડોનેટ

મળતી માહિતી પ્રમાણે અમદાવાદના અરમાઇવાડી વિસ્તારમાં એક શખ્સે એક મહિલાને સ્ત્રી બિજ અંગે પોતાનો શિકાબ બનાવી હતી. આ શખ્સ મહિલા પાસેથી એક નહીં બે નહીં પરંતુ 65 વખત સ્ત્રી બીજ ડોનેટ કરાવ્યા હતા. એટલું જ નહીં આરોપીએ એકવાર મહિલાને સરોગેટ મધર પણ બનાવી હતી.

શારીરિક સંબંધની વીડિયો ક્લિપના આધારે કરતો હતો બ્લેકમેઇલ

સુત્રોના જણાવ્યા પ્રમાણે આ સખ્શે મહિલાને લગ્નની લાલચ આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેનો તેણે એક વીડિયો બનાવ્યો હતો. જેના આધારે આ શખ્સ મહિલાને બ્લેકમેઇલ કરતો હતો. આરોપીએ બનાવેલા શારીરિક સંબંધોની વીડિયો ક્લિપના આધારે મહિલા પાસે 10 લાખ રૂપિયાની માંગણી કરીને બ્લેકમેઇલ કરતો હતો.

  • Video જોવા માટે અહીં ક્લિક કરો

  • Loading...


આખરે મહિલાએ લીધી પોલીસની શરણ

આરોપી શખ્સ મહિલા સાથે શારીરિક સંબંધ બાંધીને તેની વીડિયો ક્લિપના આધારે રૂ.10 લાખની માગણી કરતો હતો. તે રોજે રોજ થેને બ્લેકમેઇલ કરીને પોતાનું કામ કઢાવતો હતો. જો રૂપિયા નહીં આપે તો તેનો આ વીડિયો વાયરલ કરવાની પણ ધમકી આપતો હતો. આમ આરોપીથી કંટાળીને મહિલાએ અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં આ શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથધરી છે.
First published: July 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...