Home /News /ahmedabad /

અમદાવાદ: તારા મોઢા પર શેના નિશાન છે? કોણે બચકા ભર્યાં? પતિની ગંદી હરકતથી કંટાળીને પત્નીએ કરી ફરિયાદ

અમદાવાદ: તારા મોઢા પર શેના નિશાન છે? કોણે બચકા ભર્યાં? પતિની ગંદી હરકતથી કંટાળીને પત્નીએ કરી ફરિયાદ

પ્રતિકાત્મક તસવીર (Shutterstock)

Ahmedabad domestic violence case: શહેરના મણીનગર વિસ્તારમાં રહેતી 27 વર્ષીય યુવતી વર્ષ 2015માં તેના હાલના પતિ સાથે ઓઢવ ખાતે નોકરી કરતી હતી. આ નોકરી દરમિયાન બંને વચ્ચે પરિચય થતા પ્રેમ પાંગર્યો હતો. જેથી વર્ષ 2020માં બંને યુવક-યુવતીએ કોર્ટ મેરેજ કર્યા હતા.

વધુ જુઓ ...
અમદાવાદ: શહેરમાં રહેતી એક યુવતીને પ્રેમ લગ્ન (Love Marriage) કરવા ભારે પડ્યાં છે. લગ્નના થોડા સમય બાદથી પતિ તેને માર મારી ત્રાસ આપવા લાગ્યો (Domestic violence) હતો. એટલું જ નહીં, યુવતીએ દીકરીને જન્મ આપ્યા બાદ તેના પતિએ અચાનક એવું કહ્યુ હતુ કે, તારા મોઢા ઉપર શેના ડાઘ પડ્યા છે? કોણે બચકા ભર્યા છે? પતિની આવી વાત પર યુવતીએ નારાજગી દર્શાવતા તેના પતિએ ઝઘડો કર્યો હતો અને તેણીને પ્લાસ્ટિકની પાઇપથી ફટકારી હતી. સમગ્ર બાબતોથી કંટાળીને યુવતીએ આ અંગે પોલીસ ફરિયાદ (Police complaint) કરતા પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.

2020માં કર્યાં હતા પ્રેમ લગ્ન


શહેરના મણીનગર વિસ્તારમાં રહેતી 27 વર્ષીય યુવતી વર્ષ 2015માં તેના હાલના પતિ સાથે ઓઢવ ખાતે નોકરી કરતી હતી. આ નોકરી દરમિયાન બંને વચ્ચે પરિચય થતા પ્રેમ પાંગર્યો હતો. જેથી વર્ષ 2020માં બંને યુવક-યુવતીએ કોર્ટ મેરેજ કર્યા હતા. લગ્ન કરવાથી યુવતીના માતા-પિતા કે જે ઓઢવ ખાતે રહે છે તેઓ તેમની દીકરીના પ્રેમ લગ્નના નિર્ણયથી નારાજ હતા. લગ્ન કર્યા બાદ આ યુવતી તેના પતિ સાથે અમદાવાદના અલગ-અલગ વિસ્તારમાં રહેતી હતી. લગ્ન બાદ યુવતીને તેના પતિએ ચારેક મહિના સારી રીતે રાખી હતી ત્યારબાદ નાની નાની વાતોને લઈને ઝઘડા શરૂ થઈ ગયા હતા.

આ પણ વાંચો: લગ્નના જમણવાર બાદ 150થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ

પતિનું અન્ય મહિલા સાથે હતું ચક્કર


આ દરમિયાન યુવતી પ્રેગનેન્ટ થતા ગર્ભ રહ્યાના ત્રણેક મહિના પછી એટલે કે વર્ષ 2021ના એપ્રિલ મહિના પછીના દિવસો દરમિયાન તેના પતિના મોબાઈલ ફોન ચેક કરતા ફોનમાંથી પ્રિયંકા નામની એક યુવતીનો ફોટો મળી આવ્યો હતો. જેથી આ બાબતે યુવતીએ તેના પતિને કહેતા તેના પતિએ જણાવ્યું કે લગ્ન પહેલાં તેને આ છોકરી સાથે પ્રેમ સંબંધ હતો. હવે આવું નહીં કરે. તે પ્રિયંકા સાથે કોઈપણ પ્રકારના સંબંધ નહીં રાખે. આવું કહીને યુવતીને તેનો પતિએ મનાવી લીધી હતી.

જોકે, બાદમાં ઘરમાં નાની-નાની વાતોને લઈને ફરી ઝઘડા થવા લાગ્યા હતા. આ સમયે યુવતીનો પતિ ફરિયાદીને મન ફાવે તેમ બીભત્સ ગાળો બોલીને માર મારતો હતો તેમજ શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. યુવતી આ તમામ વાતો તેની એક સહેલીને કહેતી હતી. જે બાદમાં તેની સહેલી તેના ઘરે આવી તેના પતિને સમજાવી સમાધાન કરાવતી હતી. સમાધાન થયા બાદ યુવતીનો પતિ તેને થોડા દિવસો સારી રીતે રાખતો હતો.

આ પણ વાંચો: જેતપુરમાં ફૂટપાથ પર બેઠેલા બે લોકોને કાર ચાલકે કચડી નાખ્યા

પતિની ગંદી વાત બાદ પત્નીએ નોંધાવી ફરિયાદ


વર્ષ 2021માં યુવતીનો પતિ તેણીને પોરબંદર ખાતે તેના ઘરે લઇ ગયો હતો. ત્યાર બાદ યુવતીએ એક દીકરીને જન્મ આપતા અમદાવાદ આવી ગઈ હતી. થોડા દિવસો પહેલા આ યુવતી તેનો પતિ અને દીકરી ઘરે હતા. ત્યારે યુવતીના પતિએ અચાનક તેણીને કહ્યુ હતુ કે, તારા મોઢા ઉપર શેના નિશાન છે? કોણે બચકા ભર્યા છે? આવી વાત બાદ ફરિયાદી ગુસ્સે થઈ ગઈ હતી. યુવતીએ તેના પતિને કહ્યું હતું કે, આવું ગંદુ વિચારતા પહેલા તમને શરમ નથી આવતી? પત્નીની આવી વાત બાદ તેનો પતિ ગુસ્સો ભરાયો હતો અને તેણીને પ્લાસ્ટિકની પાઇપથી ફટકારી હતી. આ સમયે યુવતીએ બૂમાબૂમ કરી મૂકી હતી. જે બાદમાં યુવતી તેની સહેલીના ઘરે જતી રહી હતી. સમગ્ર બાબતને લઈને યુવતીએ આખરે કંટાળીને ફરિયાદ દાખલ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Husband, Wife, અમદાવાદ, ગુનો, પોલીસ

આગામી સમાચાર